જાસૂસી એજન્સીના દસ્તાવેજો ચૂંટણી દરમ્યાન વિદેશી હસ્તક્ષેપની પૂછપરછ સમયે રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે 2019, 2021ની ચૂંટણીમાં દખલગીરી લક્ષ્યાંકિત કરવામાં આવી હતી. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) ના ઘટસ્ફોટમાં,  ખુલાસો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંનેએ 2019 અને 2021માં કેનેડાની ફેડરલ ચૂંટણીમાં હસક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો […]

ભારતમાં હાલમાં સામાન્ય ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા તબક્કાના મતદાન માટેનું જાહેરનામુ બહાર પડી ગયું છે. તેવા સમયે આપ પીર્ટીના વડા અને દિલ્હી સરકારની સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી મામલે ધરપકડ થયા બાદ દેશ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે, વિવિધ રાજકીય નેતાઓ રોજબરોજ નિવેદનો આપી રહ્યા છે, તો બીજીતરફ […]

જેઓ વર્ષો પહેલા કેનેડા ગયા છે તેમના કરતા તાજેતરના વર્ષોમાં કે નજીકના સમયમાં કેનેડા ગયા છે તેમને વધુ તકલીફો પડી રહી છે તેની પાછળનું કારણ શું? આ અંગે એક્સપર્ટ અને મોટાભાઈથી જાણીતા બનેલા હેમંત શાહે મહત્વના મુદ્દાઓ રજૂ કરીને વાત જણાવી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતથી અહીં કેનેડા આવ્યા છે […]

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર ભારતે જેન  આંતકવાદી જાહેર કર્યો છે એવા હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે,  વિદેશી સરકારો દ્વારા ગેરકાયદેસર પગલાંથી તેના નાગરિકોનું રક્ષણ કરશે. કેનેડા યોગ્ય તપાસ કરી રહ્યું છે અને સત્ય બહાર લાવવા માટે ભારત સાથે રચનાત્મક રીતે […]

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું. ગુરુવારે મોડી રાતે તેને બાંદા જેલમાં હાર્ટએટેક આવ્યો હતો જે પછી તેને તાબડતોબ હોસ્પિટ લઈ જવાયો હતો. જેલમાં ચેકઅપ દરમિયાન હાર્ટએટેક આવતાં તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો. કુખ્યાત ડોનને હૃદય રોગનો હુમલો આવતા જેલમાં […]

બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું છે. દુર્ઘટના પછી યુએસ પ્રમુખે બાલ્ટીમોર બંદર પર જહાજોની અવરજવરને આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. બાઈડેને વધુમાં કહ્યું કે, આ ભયાનક અકસ્માતમાં સામેલ તમામ લોકો અને તમામ પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. રાષ્ટ્રપતિ બાઈડેને બચાવ કાર્યકરો અને […]

ભારતના મુંબઈ શહેરે સાત વર્ષ બાદ ફરી ગુમાવેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુંબઈ હવે અબજોપતિઓના શહેર તરીકે એશિયામાં નંબર વન છે. વૈશ્વિક ફલક પર ન્યુયોર્ક અને લંડન જેવા શહેરો બાદ મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા સ્થાને છે. આર્થિક સંપત્તિ એકઠી કરવામાં અને અબજોપતિઓની યાદીમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. […]

ભારતના વિદેશ મંત્રાલયએ અમેરિકાને રોકડું પરખાવ્યું છે. અમેરિકાની વૃત્તિ હંમેશા જગત જમાદાર થવાની રહી છે. આખી દુનિયાના ભા થવા નીકળેલા અમેરિકાને ભારતે રોકડું પરખાવી દીધું છે. વાસ્તવમાં CAA મુદ્દે અમેરિકાએ ટીપ્પણી કરતા ભારતે તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને ઝાટકણી કાઢી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો સંદેશ આપતા કહ્યું […]

અમેરિકન સુરક્ષા દળોની એક ટીમ બોર્ડર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ચાર લોકો અમેરિકાના બફેલો શહેર સાથે જોડાયેલા ઈન્ટરનેશનલ રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડીમાંથી કુદયા હતા. આ ચાર લોકોમાં એક મહિલા પણ હતી. આ મહિલા ઘાયલ થઈ હતી. ટ્રેનમાંથી કુદનારા લોકોએ પેટ્રોલિંગ ટીમને આવતી જોઈ હતી અને તેઓ […]

અમેરિકામાં આઈટી સહિતના દરેક ક્ષેત્રમાં ભારતીયોની માંગ વધી રહી છે. ભારતીયોના વધતા વર્ચસ્વ વચ્ચે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સાંસદ મેટ કાર્ટરાઈટે તો સ્પષ્ટપણે કહ્યુ છે કે, ભારતીય પ્રોફેશનલ્સની અમેરિકામાં તાતી જરૂરિયાત છે અને આ માટે ભારતીયોને ગ્રીન કાર્ડ આપવા માટે લગાવવામાં આવેલો સાત ટકાનો ક્વોટા હટાવી દેવો જોઇએ. ભારતની ન્યૂઝ એજન્સીને […]

અમેરિકામાં એફબીઆઈ, પોલીસ વિભાગ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ખાલિસ્તાનીઓ દ્વારા થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવાનો હતો. તેમાં ખાલિસ્તાની સમર્થકો મંદિરો, સ્કૂલો અને દુકાનોને ટાર્ગેટ કરતા હોવા અંગે આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો. […]

ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે આપેલા નિવેદનના કારણે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ઉંઘ ઉડી ગઈ છે. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકયો હતો. જેને ભારતે રદીયો આપ્યો હતો. આ બાબતે પહેલીવાર ઇન્ટરનેશનલ પ્રતિક્રિયા આવી છે, કેનેડાના મિત્ર દેશ ન્યૂઝીલેન્ડ તરફથી. ન્યૂઝીલેન્ડના ડેપ્યુટી પીએમ વિન્સટન […]

અમેરિકામાં હિંદી ભાષાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકા – કેનેડામાં હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. કેટલાક સમયથી હિંદી સરકારી સ્કૂલોમાં વૈશ્વિક ભાષા તરીકે હિંદી શીખવાય છે. કુલ ૧૪૦૦૦ લોકોએ હિંદી શીખ્યા હોવાની જાણકારી મળી રહી છે. કુલ ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ પણ કર્યા છે. […]

સુપર ટયુસડેમાં વરમોન્ટમાં જીતવા છતાં અગિયાર રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રભાવશાળી દેખાવ કરતાં વિવેક રામાસ્વામી, રોન દસેન્ટિસ બાદ હવે નિક્કી હેલીએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. હવે રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ડોનાલ્ડ ટ્રમ્પ સામે નવેમ્બરમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તે નિશ્ચિત બની ગયું છે. પંદર રાજ્યોમાં સુપર […]

Google, એક સમયે સિલિકોન વેલીમાં જેનો સૂર્ય ક્યારેય અસ્ત નહીં થાય એવું લાગતું હતું, તેને જમીન ઉપર આવવાની ફરજ પડી છે. mass layoffsને કારણે કર્મચારીઓના મોરલમાં ઘટાડો થવા સાથે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સમાં ગંભીર ભૂલો સામે આવી છે. Google તેના AI ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ઓફરિંગને ઝડપથી આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે, […]

વોશિંગ્ટન: નિક્કી હેલીએ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં રિપબ્લિકન પ્રાઈમરી જીતી છે, 2024ની કેમ્પેનમાં તેમની આ પ્રથમ જીત છે. રવિવારે તેમની જીતથી ડોનાલ્ડ ટ્રમ્પની GOP વોટિંગ કોન્ટેન્સટના સ્વીપ અટકી ગઇ છે, જો કે ભૂતપૂર્વ પ્રમુખ આ સપ્તાહની સુપર મંગળવારની રેસમાં ઘણા પ્રતિનિધિઓને પસંદ કરે તેમ બની શકે છે. શરૂઆતમાં હાર થવા છતાં […]

ટ્રમ્પે દક્ષિણ કેરોલિના જીતી હેલીને તેના ગૃહ રાજ્યમાં સરળતાથી હરાવીને GOP નોમિનેશનમાં પ્રવેશ મેળવ્યો ચાર્લસ્ટન, એસ.સી. – ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કેરોલિનાની રિપબ્લિકન પ્રાઈમરી જીતી લીધી છે. યુએનના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીને તેમના ગૃહ રાજ્યમાં સરળતાથી હરાવી અને ત્રીજી સીધી GOP નોમિનેશન માટે તેમનો માર્ગ વધુ મજબૂત કર્યો છે. ટ્રમ્પે હવે […]

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા ત્યારે NRI સમુદાયે ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી-મોદી’ જેવા નારા લગાવી તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેમની લોકપ્રિયતા […]

Saturday : 17th/FEB/2023 : આજે શનિવાર ના રોજ ડાઉનટાઉન વેન્કૂવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનના ધ્વજ ફરકાવતા પ્રદર્શનકારીઓએ નિજ્જર હત્યાના  આઠ મહિના બાદ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કાપ્યો હતો તદુપરાંત તેને સળગાવવા નું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ઘણા પ્રદર્શનકારીઓએ પંજાબીમાં, લાઉડ સ્પીકર્સ પર ભારત તથા ભારતીય દૂતવાસ પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા […]

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા સર્જાતા એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ, લોકો અને તેમના માતાપિતામાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. માત્ર 2024માં જ ભારતીય અને ભારતીય અમેરિકન મૂળના સાત વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. કનેક્ટિકટથી ઇન્ડિયાના સુધીના રાજ્યોમાં […]

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ સહિતના કારણો જવાબદાર છે. એક આંકડા મુજબ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ ચાર ટકા ઘટીને ૮૭૭૦ થાયા છે. ભારતીયોનો ધીરે ધીરે હવે વિદેશ જવાનો મોહ ઘટી રહ્યો છે. તેમાં પણ […]

ફેબ્રુઆરી 15 – નાઇકી તેના કુલ કર્મચારીઓના લગભગ 2% અથવા 1,600 થી વધુ નોકરીઓમાં ઘટાડો કરશે, સ્પોર્ટસવેર જાયન્ટે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે તેના જૂતા અને સ્નીકરની માંગ માં સતત ઘટાડો નોંધાયો છે. તદુપરાંત ઊંચા ભાડા અને વ્યાજ દરોને લીધે ગ્રાહકોએ ઊંચી કિંમતની ચીજવસ્તુઓ પાછળ ખર્ચ પર ઘટાડો કરી […]

દેશ-વિદેશમાં વસતા સમસગ્ર હિન્દુ સમુદાય માટે 22 જાન્યુઆરી, 2024ની તારીખ અને તવારીખ બાદ હવે આ જ વર્ષની વસંત પણ યાદી રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ 500 વર્ષના સંઘર્ષ બાદ થયું તેમ આગામી 500 વર્ષ સુધી અખાતના દેશોમાં વસતા હિન્દુ સમુદાયને યાદ રહે એવા […]

જાણી ને આશ્ચર્ય થશે કે કેનેડામાં પગ જમાવવાના ઉદ્દેશથી ભારતના કેટલાક રાજ્ય અને અન્યત્રના ઘણા રહેવાસીઓ વ્યવહારિક લગ્નો સહિતના અસાધારણ ઉપાયો અજમાવી અસામાન્ય હદ સુધી જઈ રહ્યા છે તેમના પરિવારોએ તે વ્યક્તિ સાથે લગ્ન કરવાના બદલા માં કેનેડા અભ્યાસ વિઝા મેળવવા માટે જરૂરી પ્રમાણિત અંગ્રેજી પરીક્ષા પાસ કરી હોય તેવા […]

પાકિસ્તાનીઓની નાપાક હરકતો અને આરોપો વચ્ચે ભારતીય નૌકા દળે કરેલા શૌર્યપ્રદર્શનને વિશ્વમાંથી પ્રશંસા મળી રહી છે. સમુદ્રમાં પણ ભારતીય નૌકાદળે પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો છે. ભારતીય નૌકાદળે સોમાલિયાના 11 ચાંચિયાઓના કબજામાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે, ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેમના જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા પાકિસ્તાનના […]

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારી બનેલા ફિલ્મ નિર્માતા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ રિલીઝ કરવામાં આવી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પછી, વાયુસેના અધિકારીમાંથી ફિલ્મ નિર્માતા બનેલા કુશલ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત દસ્તાવેજ-શ્રેણી ‘ધ બેટલ ઓફ અયોધ્યા’ યુટ્યુબ ચેનલ ‘વેદશાલા’ પર રિલીઝ કરવામાં […]

ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં, વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે. એક તરફ રામ મંદિરનું ઉદઘાટન લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, તો બીજીતરફ 85000 કરોડ રૂપિયાના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે, જેમાં વેપાર, ઉદ્યોગને […]

કેનેડામાં જબરજસ્ત હાઉસિંગ કટોકટી સર્જાઈ છે. કેનેડા સરકાર તેને નિવારવા આવશ્યક પગલાં અને યોજના બનાવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા કેનેડાની સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષ માટે નિયંત્રણ જાહેર કર્યું છે. જેની સૌથી વધુ અસર ભારતીયોને થશે. કારણ કે, કેનેડામાં અભ્યાસ માટે આવવાનું ભારતીયો સૌથી વધુ […]

ભારતમાં રિપબ્લિક ડે(પ્રજાસત્તાક દિવસ) નિમિત્તે 26મી જાન્યુઆરીની પરેડ ખાસ બની રહેશે. ત્રણેય સેનાના અગ્નવીર સૈનિકો અને મહિલા સૈનિકો પણ પહેલીવાર આ પરેડનો ભાગ બની રહ્યા છે. હંમેશની જેમ ભારતીય વાયુસેના પણ પરેડમાં પોતાની તાકાત બતાવશે. આ વખતે ભારતીય વાયુસેનાના 51 વિમાન ફ્લાયપાસ્ટમાં સામેલ થશે. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ […]

અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનુ મંદિર બનાવવાનુ કરોડો હિન્દુઓનુ સ્વપ્ન સાકાર થયુ છે. ત્યારે પશ્ચિમી મીડિયાએ કરેલા તેના રિપોર્ટીંગને પગલે ભારે નારાજગી પ્રવર્તી રહી છે. તેની આકરી ટીકાઓ પણ થઇ રહી છે. ભારત વિરોધી સૂર તેમાંથી ઉઠ્યો હોવાથી આવું થઇ રહ્યું છે અને પહેલી પ્રતિક્રિયા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી […]

વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો અને શિક્ષિકાનો ભોગ લેવાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યાં છે. આ દુર્ઘટના પાછળ કોટિયા પ્રોજેક્ટસના ભાગીદારો સહિત લેકઝોનના મેનેજર અને બે બોટ ઓપરેટરો મળી કુલ 19 સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં કોટીયા પ્રોજેક્ટસ દ્વારા ડોલફિન એન્ટરટેઇનમેન્ટને પેટા કોન્ટ્રાક આપનાર પરેશ શાહ […]

ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ અંકિત થઇ ગયો. અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ સર્જાયો છે. આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યતા અનુભવી હતી. ભારતીય પરિધાનમાં જ્યારે હાથમાં છત્ર લઇને પીએમ મોદી રામ દરબારમાં પહોંચ્યા ત્યારે 500 વર્ષ પૂર્વે જોયેલું સપનું સાકાર થતાં […]

વર્ષ 1350માં સ્થપાયેલું અયુથ્યા શહેર એક જમાનામાં વિશાળ સામ્રાજ્યનું પાટનગર હતું. થાઇલૅન્ડના પાટનગર બૅંગકૉકથી 70 કિલોમીટર દૂર આવેલા અયુથ્યા શહેરમાં પગ રાખતાની સાથે જ ત્યાનાં વિશાળ ખંડરો ધ્યાન આકર્ષે છે. શહેરનું નામ અયુથ્યા પણ ભારતના અયોધ્યા સાથે મળતું આવે છે. અયોધ્યા સરયુ નદીને કિનારે તેવી જ રીતે 3500 કિલોમીટર દૂર […]

ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી ભગવાન શ્રીરામની રથયાત્રામાં તોફાની તત્વોએ અટકચાળું કરી પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી જવાબદાર તત્વો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના એટલી ગંભીર હતી કે, પોલીસ કાફલો […]

ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણતા તરફ ધસી રહ્યો છે. ભગવાનના દર્શન માટે અયોધ્યા નગરમાં ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે. અયોધ્યામાં અત્યારે ચારે તરફ રામ અને તેના નામ પર કરવામાં આવેલું નિર્માણકાર્ય નજરે પડે છે. રામમંદિર તરફ જતા દરેક રસ્તા પર કાર્ય થઈ રહ્યું છે. કેટલાય કિલોમીટર લાંબા રામપથને એક […]

ભારતમાં શ્રદ્ધાળુઓની ભક્તિને પણ રોકડમાં ફેરવવાની, તેમાંથી નફો કમાવી લેનારા ધુતારાઓની કમી નથી. શ્રદ્ધાના નામે છેતરપીડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં રામ મંદિર (Ayodhya Ram Mandir)માં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Pran Pratishtha)ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યા રામ ભગવાનના ભક્તોની આસ્થા સાથે […]

ભગવાન રામ સાથે સનાતનીઓની આસ્થા જોડાયેલી છે. ભગવાન રામને લઇને વધુ એક સમાચાર એ મળી રહ્યાં છે કે, ભગવાન રામના કપાળે પણ સૂર્યતિલક થાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ભક્તોમાં આનંદ ઉપરાંત સૂર્ય તિલક સાથે ભગવાનના દર્શનની અત્યારથી જ તાલાવેલી જોવા મળી રહી છે. અયોધ્યામાં શ્રીરામ […]

વડોદારામાં સર્જાયેલી અત્યંત કરૂણ બોટ પલટી જતા બાળકો-શિક્ષકોના મૃત્યુંની ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઉચ્ચસ્તરીય તપાસ થનાર હોવા છતાં દોષિતોને બક્ષવા ન જોઇએ તેવો મત શહેરવાસીઓમાં પ્રવર્તી રહ્યો છે. વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાની કરૂણાંતિકા બાદ જવાબદારો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે સાપરાધ સહિત અન્ય કલમો […]

ભારતમાં જ નહીં વિદેશોમાં હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જ્યાં જ્યા હિન્દુ સમુદાય છે ત્યાં ત્યાં હિન્દુ વિરોધી તત્વો મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. ખાલિસ્તાની ચળવળકારોએ અમેરિકામાં વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે ત્યારે સુરક્ષાના પ્રશ્ને અમિરિકી સરકારની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં […]

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાને એક દિવસ બાકી છે. જેમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં વૈશ્વિક નામના ધરાવનાર ટેસ્લા કંપની પણ ભાગ લેવા આવે એ વાત પાઇપલાઇનમાં હોવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. બીજી તરફ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે અને દેશ-વિદેશના […]

કેટલીક ઘટનાઓ અમેરિકા સાથેના મજબૂત સંબંધોમાં કડવાશ નહીં લાવી શકે. ભારતના વડાપ્રધાને અગ્રણી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેના સંબંધો પરિપક્વ હોવાની વાત પણ કરી નરેન્દ્ર મોદીએ પહેલી વાર અમેરિકામાં ભારતીય હત્યાના કાવતરાના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, તેઓ કોઈપણ પૂરાવાની “તપાસ” કરશે, પરંતુ “કેટલીક ઘટનાઓ” […]

ચીનમાં 200થી વધુ ઘાયલ જ્યારે પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા ગત સોમવારે રાત્રે ચીનમાં લોકો મીઠી નિંદર માણી રહ્યાં હતા ત્યારે ઉત્તર-પશ્ચિમમાં ગાંસુ અને કિંઘાઈ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, 6.2ની તીવ્રતાથી આવ્યો હતો ભૂકંપ. આ ઉપરાંત, પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને લીધે […]

પાદુકાની અમદાવાદ તિરુપતિ મંદિરમાં પૂજા કરવામાં આવી આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં ભગવાન રામને અભિષેક બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનાવવામાં આવી છે. આ પાદુકાઓને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. હાલમાં આ […]

ક્રિસમસ પર પરિવાર સાથે બેસીને એક નવા વિષયની ગુજરાતી ફિલ્મ માણવા ઈચ્છતાં હોય તો આ ફિલ્મ સારો વિકલ્પ છે.  ગુજરાતી ફિલ્મ હરિ ઓમ હરી`ની કાસ્ટની વાત કરી એ તો તેમાં છે ધુરંધર કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નંદી, મલ્હાર રાઠોડ. તેના લેખક છે વિનોદ કે સરવૈયા તથા દિગ્દર્શક છે […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter