Dhwani Editorial : નયા ભારતની આંતરિક બાબતમાં બાહ્ય પરિબળોની ડખલગીરી શા માટે..?

ભારતમાં હાલમાં સામાન્ય ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા તબક્કાના મતદાન માટેનું જાહેરનામુ બહાર પડી ગયું છે. તેવા સમયે આપ પીર્ટીના વડા અને દિલ્હી સરકારની સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી મામલે ધરપકડ થયા બાદ દેશ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે, વિવિધ રાજકીય નેતાઓ રોજબરોજ નિવેદનો આપી રહ્યા છે, તો બીજીતરફ આ મામલો વિદેશમાં પણ ગૂંજ્યો છે.

કેજરીવાલની ધરપકડ મુદ્દે અમેરિકાએ અને જર્મનીએ ભારત સરકારનો જવાબ માંગવાનો પ્રયાસ કર્યો પણ વડાપ્રધાન મોદીની સરકારે બન્ને દેશો પ્રત્યે ખૂબ જ નારાજગી વ્યક્ત કરીને સણસણતો જવાબ આપ્યો છે કે ભારત એક સ્વતંત્ર અને લોકશાહીને વરેલ દેશ છે, તેથી ભારતની આંતરિક બાબતમાં બાહ્ય પરિબળોએ ડખલગીરી કરવી ન જોઇએ. ભારતે આ બન્ને દેશોના પ્રતિનિધિઓને વિદેશ મંત્રાલયમાં બોલાવીને ભારતની સખત નારાજગી દર્શાવી છે. ભારતના રાજકારણમાં એક સવાલ એ ચર્ચાઇ રહ્યો છે કે શું કેજરીવાલ એટલો મોટો રાષ્ટ્રીય સ્તરનો લોકપ્રિય નેતા બની ગયો કે તેની ધરપકડની નોંધ સુપર પાવર દેશને લેવી પડે..?

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ એમ કહ્યું કે, ‘અમે ભારતના પ્રમુખ વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યા છે. અમે મુખ્યમંત્રી કેજરીવાલના નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.’
કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિરોધ અંગે ભારતના વાંધા અંગે પૂછવા પર અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘આ માટે તમારે જર્મનીના વિદેશ મંત્રાલય સાથે વાત કરવી પડશે કે તેઓએ ભારત સરકાર સાથે શું વાતચીત રહી છે.’

કેજરીવાલની ધરપકડ મામલે અમેરિકાએ ફરી એકવાર નિવેદન આપ્યું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે બુધવારે રાત્રે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું – અમે અમારા સ્ટેન્ડ પર કાયમ છીએ અને તેનાથી કોઈને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં કાનૂની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર પૂર્ણ થશે.

આ સિવાય અમેરિકાએ ભારતની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા બેંક ખાતાઓ ફ્રીઝ કરવા બાબતે પણ નિવેદન આપ્યું હતું. મેથ્યુ મિલરે કહ્યું- કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ટેક્સ ઓથોરિટીએ તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. જેના કારણે તેમને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે આશા રાખીએ છીએ કે નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

અમેરિકાનું આ નવેસરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બુધવારે જ ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે અમેરિકન રાજદ્વારી ગ્લોરિયા બારનાને સમન્સ પાઠવ્યું હતું. તેમની વચ્ચે લગભગ 40 મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ મામલે એક સવાલ પર બુધવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું- હું રાજદ્વારી વાતચીત વિશે માહિતી આપી શકતી નથી.
ભારત સરકારે કે ભારતે વિદેશમાં કોઇ દેશની આંતરિર બાબત આવુ કાંઇ અત્યારસુધી બોલ્યું નથી કે ડખલ પણ કરી નથી. તેમ છતાં અમેરિકા અને જર્મનીએ ભારતની આંતરિક બાબતમાં માથુ મારવાનો જે પ્રયાસ કર્યો તે પ્રથમ રીતે યોગ્ય તો નથી જ.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું- ભારતમાં કાયદાકીય કાર્યવાહી પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન ખોટું છે. સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશો એકબીજાના આંતરિક મુદ્દાઓ અને સાર્વભૌમત્વનું સન્માન કરશે. જો બે દેશો લોકશાહી હોય તો આ અપેક્ષા વધી જાય છે, નહીં તો અરાજકતાની સ્થિતિ સર્જાઈ શકે છે.

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે ભારતમાં કાયદાકીય પ્રક્રિયા સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. તેની ટીકા કરવી અથવા તેની સામે સવાલ ઉઠાવવાને સ્વીકારવામાં આવશે નહીં. આ પહેલાં 23 માર્ચે આ મામલે જર્મનીનું નિવેદન પણ સામે આવ્યું હતું. અલબત કોઇ દેશની આ રીતે ન્યાય તંત્ર સામે શંકા વ્યકત કરવી તે કોઇને માટે પણ શોભાસ્પદ ન કહેવાય. ભારત સરકારે સંયમ અને ધીરજપૂર્વક કૂનેહથી કામ લેવુ જોઇએ.

Next Post

મન્થલી મોટિવેશન : ચાલો જાણીયે ભારતીય કરોડોપતિ ચાયવાળા વિષે

Sun Mar 31 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારતીયો અને હવે તો અન્ય દેશોના લાખો, કરોડો લોકોની સવાર ચાથી શરુ થાય છે. અમુક લોકોને દર કલાકે કે દર બે, ત્રણ કલાકે ચાની યાદ આવે છે. એટલુંજ નહીં પણ અમુક લોકો તો દિવસ દરમ્યાન ૮ થી ૯ કપ ચા પિતા […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Total
0
Share