22 September 2026

ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી 116 લોકોનાં મૃત્યુઃ મૃત્યુઆંક વધવાની શક્યતા

ચીનમાં 200થી વધુ ઘાયલ જ્યારે પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા

ગત સોમવારે રાત્રે ચીનમાં લોકો મીઠી નિંદર માણી રહ્યાં હતા ત્યારે ઉત્તર-પશ્ચિમમાં ગાંસુ અને કિંઘાઈ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, 6.2ની તીવ્રતાથી આવ્યો હતો ભૂકંપ. આ ઉપરાંત, પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપને લીધે 116 લોકોના મૃત્યુ આ બંને પ્રાંતમાં થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાંસુમાં 105 અને કિંઘાઈમાં 11 લોકોનાં મોત થયા હોવાનું ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆનાએ જણાવ્યું હતું. જમીનથી 10 કિમી નીચે હતું ભૂકંપનું કેન્દ્ર ગાંસુની જિશિશાન કાઉન્ટી: જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર (3 માઈલ) દૂર હતું. જો કે, 5.9ની તીવ્રતા યુએસ જીઓલોજિકલ સર્વેએ દર્શાવી છે. ચીનના CCTV ન્યૂઝ અનુસાર, ભૂકંપના કારણે પાણી અને પાવર લાઈનોને ભારે નુકસાન, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભૂકંપથી ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવા અપીલ કરી છે અને બચાવ ટુકડીઓએ ઘણો સારો પ્રયાસ કર્યો છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો હતો. ભૂકંપ પછી 1,440 જેટલાં ફાયર ફાઈટર્સને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યાં છે. ગાંસુ અને આસપાસના વિસ્તારોના 1,603 ફાયર ફાઈટર્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યાં છે.

ભૂકંપને કારણે સર્જાયેલી તારાજીને કારણે મૃત્યુંઆંક વધવાની શક્યતા પણ જતાવાઈ રહી છે.

Share with friends

What do you feel about this?

You may have missed

Total
0
Share