Breaking : ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું. ગુરુવારે મોડી રાતે તેને બાંદા જેલમાં હાર્ટએટેક આવ્યો હતો જે પછી તેને તાબડતોબ હોસ્પિટ લઈ જવાયો હતો. જેલમાં ચેકઅપ દરમિયાન હાર્ટએટેક આવતાં તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો. કુખ્યાત ડોનને હૃદય રોગનો હુમલો આવતા જેલમાં ભારે અફરાતફરી મચી હતી અને તેને તાબડતોબ હોસ્પિટલ ખસેડવો પડયો હતો.

મુખ્તારના નામથી રાજ્ય ધ્રૂજી ઊઠતું હતું

પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવેલો મુખ્તાર અંસારી આટલો મોટો માફિયા કેવી રીતે બન્યો ? તેની વાર્તા એકદમ રસપ્રદ છે. મજબુત મૂછોવાળા મુખ્તાર તેમના જીવનના અંતિમ તબક્કે વ્હીલ ચેર પર બેઠેલા જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવી તે પહેલા મૌ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્તાર અંસારીના વખાણ થતા રહ્યા. હવે અંસારીના ઠેકાણાઓને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે આખું રાજ્ય મુખ્તારથી ધ્રૂજતું હતું. ઉત્તર પ્રદેશમાં એક જમાનામાં જેની સામે કોઈ અવાજ નહોતું કરી શકતું એવા ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને 2022ની સાલમાં 1996ના અનેક ગુનામાં સંડોવણી બદલ ગાઝીપુરની ગેંગસ્ટર કોર્ટે અંસારીને 10 વર્ષની સજા અને 5 પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

મુખ્તાર અંસારી સામે 1996માં દાખલ કરવામાં આવ્યો હતો. પાંચ કેસના આધારે મુખ્તાર સામે ગેંગસ્ટરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ નેતા અજય રાયના મોટા ભાઈ અવધેશ રાયની હત્યા, એડિશનલ એસપી પરનો જીવલેણ હુમલો, માલા ગુરુ હત્યાકાંડ, કોન્સ્ટેબલ રઘુવંશ સિંહ હત્યાકાંડ અને પોલીસકર્મીઓ પર હુમલાના કેસ સામેલ છે. આ તમામ કેસમાં અંસારીને દોષી ઠેરવાયો છે.

મુખ્તાર અંસારીની હજુ 2 દિવસ પહેલાં જ તબિયત લથડી હતી. મુખ્તારના સાંસદ ભાઈ અફઝલ અંસારીએ જણાવ્યું હતું કે તેના ભાઈએ દાવો કર્યો છે કે તેને જેલમાં બે વાર ઝેર આપવામાં આવ્યું હતું.

18 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા મુખ્તાર અન્સારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતી વખતે તેઓ 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા.

મુખ્તારના પિતા સુભાનુલ્લાહ અંસારી પોતાની સ્વચ્છ છબી સાથે ગાઝીપુરમાં રાજકારણમાં સક્રિય રહ્યા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી મુખ્તાર અંસારીના કાકા છે. મુખ્તાર અંસારીની વાર્તા વિરોધાભાસથી ભરેલી છે. કહેવાય છે કે મુખ્તાર અંસારીને ક્રિકેટ રમવાનો શોખ હતો. પરંતુ, કોલેજના દિવસોમાં તે સાધુ સિંહની ગેંગમાં જોડાઈ ગયો. આ પછી તેણે ગુનાખોરીની દુનિયામાં એવા પગલા ભર્યા કે પાછા ફરવું મુશ્કેલ બની ગયું.

18 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા મુખ્તાર અન્સારીના દાદા ડો.મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતી વખતે તેઓ 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા.

મુખ્તારના પિતા સુભાનુલ્લાહ અંસારી પોતાની સ્વચ્છ છબી સાથે ગાઝીપુરમાં રાજકારણમાં સક્રિય રહ્યા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી મુખ્તાર અંસારીના કાકા છે. મુખ્તાર અંસારીની વાર્તા વિરોધાભાસથી ભરેલી છે. કહેવાય છે કે મુખ્તાર અંસારીને ક્રિકેટ રમવાનો શોખ હતો. પરંતુ, કોલેજના દિવસોમાં તે સાધુ સિંહની ગેંગમાં જોડાઈ ગયો. આ પછી તેણે ગુનાખોરીની દુનિયામાં એવા પગલા ભર્યા કે પાછા ફરવું મુશ્કેલ બની ગયું.

મુખ્તાર 1996માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા

તેઓ ભાજપ સિવાય ઉત્તર પ્રદેશની દરેક મોટી પાર્ટીમાં સામેલ હતા. આ જ કારણ હતું કે તેઓ 24 વર્ષ સુધી સતત યુપી વિધાનસભામાં પહોંચતા રહ્યા. 1996માં બસપાની ટિકિટ પર જીતીને પહેલીવાર વિધાનસભામાં પહોંચેલા મુખ્તાર અંસારી 2002, 2007, 2012 અને ફરી 2017માં મૌથી જીત્યા હતા. તેમાંથી, તેઓ દેશની જુદી જુદી જેલમાં બંધ રહીને છેલ્લી 3 ચૂંટણી લડ્યા અને જીત્યા. રાજનીતિની ઢાલ મુખ્તારને ગુનાખોરીની દુનિયાનો સૌથી પ્રામાણિક ચહેરો બનાવી દીધો હતો અને તેના મૂળ દરેક સંગઠિત ગુનામાં ઊંડે સુધી જતા હતા.

2002 પછી મુખ્તારનું જીવન બદલાઈ ગયું

મુખ્તાર અન્સારીનું નામ રાજકીય દુશ્મનાવટના કારણે વધ્યું. વર્ષ 2002એ મુખ્તારનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું. તે જ વર્ષે, ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયે ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક છીનવી લીધી હતી, જે 1985થી અન્સારી પરિવાર પાસે હતી. આ વાતથી મુખ્તાર અંસારી નારાજ થયા. આ પછી કૃષ્ણાનંદ રાય ધારાસભ્ય તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા અને ત્રણ વર્ષ પછી એટલે કે 2005માં તેમની હત્યા કરવામાં આવી હતી.

કૃષ્ણાનંદ રાયની હત્યામાં સાક્ષી ફરી ગયા નહીતો…..

કૃષ્ણાનંદ રાય એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ તેમના વાહનને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું અને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. હુમલા માટે એવી જગ્યા પસંદ કરવામાં આવી હતી જ્યાંથી વાહનને ડાબે કે જમણે ફેરવવાનો કોઈ રસ્તો ન હતો. હુમલાખોરોએ AK-47માંથી લગભગ 500 ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં કૃષ્ણાનંદ રાય સહિત વાહનમાં હાજર તમામ સાત લોકો માર્યા ગયા હતા. આ હત્યા કેસમાં મુખ્તાર અન્સારીનું નામ સામે આવ્યું હતું. બાદમાં આ કેસની તપાસ યુપી પોલીસ પાસેથી સીબીઆઈને સોંપવામાં આવી હતી. કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયની અરજી પર સુપ્રીમ કોર્ટે 2013માં કેસને ગાઝીપુરથી દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ સાક્ષીઓ નિવેદન પરથી ફરી જવાને કારણે કેસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યો ન હતો.

દિલ્હીની વિશેષ અદાલતે વર્ષ 2019માં આ મામલામાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે જો ટ્રાયલ દરમિયાન સાક્ષીઓને વિટનેસ પ્રોટેક્શન સ્કીમ 2018નો લાભ મળ્યો હોત તો પરિણામ અલગ હોઈ શકે છે. મુખ્તાર અંસારીને સાક્ષીઓ પ્રતિકૂળ થવાના કારણે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્તાર અંસારી ભલે જેલમાં હોય, પરંતુ તેની ગેંગ હંમેશા સક્રિય રહે છે.
યોગી સરકાર આવ્યા પછી પતન શરૂ થયું

યોગી સરકાર આવ્યા બાદ મુખ્તાર અંસારીના ખરાબ દિવસો શરૂ થયા. તેની સામે ઉત્તર પ્રદેશમાં 52 કેસ નોંધાયેલા છે. યુપી સરકારનો પ્રયાસ હતો કે મુખ્તારને 15 કેસમાં જલ્દીથી સજા મળે. યોગી સરકારે અત્યાર સુધી અંસારી અને તેની ગેંગની રૂ. 192 કરોડથી વધુની સંપત્તિ તોડી પાડી છે અથવા જપ્ત કરી છે. મુખ્તાર ગેંગની ગેરકાયદેસર અને બેનામી મિલકતોની સતત ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મુખ્તાર ગેંગના 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી મુખ્તારના 75 ગુરૂઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

#Mukhtar-Ansari-dead # heart-attack #UP #yogi-adityanath #Don

Next Post

ધ્વની એક્સક્લુઝિવ :  VHP- કેનેડા - કેનેડિયન સંસદમાં શ્રી રામ લલ્લા, એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્ષણ

Thu Mar 28 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કેનેડાએ કેનેડામાં પ્રથમવાર રામ રથયાત્રાનું આયોજન કર્યું હતું શ્રી રામરથ તેના બીજા દિવસે આ રથયાત્રા ઓટ્ટાવા પહોંચી હતી. કેનેડાની સંસદમાં શ્રી રામ લલ્લા. 26મી માર્ચ, 2024ના રોજ ઓટાવાના સેન્ટેનિયલ ગ્રાઉન્ડ, પાર્લામેન્ટ હિલ ખાતે VHP- કેનેડા રામરથ પહોંચી […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Total
0
Share