ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસાગા (GSSM) દ્વારા ટ્રિલિયમ હેલ્થ પાર્ટનર્સ ને 5 લાખ ડોલર નું ડોનેશન

એપ્રિલ માસ ની મીટીંગ 7, 2024 રવિવાર. સમય બે થી છ વાગ્યા સુધી સ્થળ STEPHEN LEWIS
SECONDARY SCHOOL

ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસોગા ની મીટીંગ ઉપરોક્ત સ્થળે બપોરના 2:00 વાગે યોજવામાં આવી હતી સમાજની ફંડ રેઇઝિંગ કમિટીના સભ્ય શ્રી કનુભાઈ પટેલ શ્રી કલાબેન પટેલ તથા શ્રી દિલીપભાઈ પટેલ ની જહેમત થી તથા સંસ્થાના સભ્યોને સહકારથી તથા અન્ય સભ્યોના સહકારથી પણ TRILLIUM HEALTH PARTNERS ને HALF મિલિયન DOLLARS નુ ડોનેશન ફંડ આપવામાં આવ્યું હતું બધું સમુદાયની વધતી જતી સંખ્યાને હિસાબે તેની જરૂરિયાતની પહોંચી વળવા તથા આધુનિક સાધનો માટે તથા સુવિધા માટે THP જેમા CRADIT VALLEY HOSPITAL,MISSISSAUGA HOSPITAL AND QUEENSWAY HEALTH CENTER THP માં આવરી લેવામાં આવે છે ઉપરોક્ત ડોનેશન નવા સાધનો માટે તથા ઉચ્ચ આરોગ્યની સુવિધા માટે ખર્ચ કરવામાં આવે છે

સાત એપ્રિલના દિવસે CREDITVALLEY HOSPITAL તરફથી સંસ્થાના સભ્યો માટે THP શું કાર્ય કરી રહી છે તેના કાર્યનું પ્રેઝન્ટેશન માટે SHAWN KERR વાઇસ પ્રેસિડેન્ટ ઓફ કોર્પોરેટ STRATEGY અને કોમ્યુનિકેશન માટેઅને DR. VAHBEV MOKASHI સ્પેશિયાલિસ્ટ FOR INFECTIOUS DISEASE આવ્યા હતા તેમણે વર્તમાન કાળ તથા ભવિષ્યમાં હેલ્થ કેર માટે કેવી વ્યવસ્થા રહેશે અને અત્યારે કેવી ચાલુ છે તે માટે સ્લાઈડો દ્વારા ત્રણેય હોસ્પિટલ નો જોઈતી માહિતી જણાવી જેમાં પેશન્ટની જરૂરિયાત તેના માટેના સુવાના બેડ ,સારી ટેકનોલોજી. ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ લાંબાગાળાના સભા ગૃહ તથા કાર પાર્કિંગની વ્યવસ્થા તથા સ્વાસ્થ્ય ને લગતી ઘણી ઘણી જાણકારી બતાવી હતી. આ માટે હોસ્પિટલોનો વિસ્તાર વધારવા માટે નવા પ્રોજેક્ટ બનાવવાનું કાર્ય તેની સ્લાઈડો બતાવવામાં આવી હતી બાદ પ્રશ્નોત્તરી થઈ જેમાં સભ્ય પોતાના પ્રશ્નો પૂછ્યા હતા તેમણે પણ જણાવ્યું કે વધતી જતી સંખ્યાને કારણે હોસ્પિટલમાં નવી નવી સુવિધાઓ અને વ્યવસ્થા ચાલુ છે પેશન્ટના હોમ કેર માટે પણ પ્રશ્નો થયા હતા સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ વધારવાની વાત થયેલી આધુનિક ટેકનોલોજી વાપરવા માટે પણ આગ્રહ થયો હતો સોશિયલ વર્કર કાર્ય વધુ સારી રીતે કરી શકે તેનો પણ ઉલ્લેખ થયો હતો આમ તેનો પ્રોજેક્ટ 2029 સુધી ચાલુ રહેશે જ ખૂબ જ સંતોષકારક પ્રશ્નોત્તર થયા હતા છેલ્લે વડીલ કનુભાઈ પટેલે ટીપીએસ ના સર્વે સભ્યો નો આભાર માન્યો હતો કે તેઓ પોતાનો અમૂલ્ય સમયે ફાળવીને સમાજને માર્ગદર્શન આપ્યું હતું આ સ્લાઈડમાં બધા જ ઘણું ઘણું જાણવા મળ્યું હતું તેનો આભાર માનીએ એટલો ઓછો છે પ્રમુખશ્રી કલાબેન ને પણ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો .

ત્યારબાદ બ્રેકમાં ટી કોફી બિસ્કીટ તથા કીટ કેટ આપવામાં આવ્યા હતા. બાદ ઇલાબેન દેવાણીએ સંસ્થાના પ્રમુખ, શ્રી કલાબેન ને સ્ટેજ પર બોલાવ્યા હતા શ્રી કલાબેન એ પ્રથમ તો સંસ્થાના સદગત થયા છે તે શ્રી કિશોરભાઈ દેસાઈ તથા શ્રી સવિતાબેન પટેલ ની આત્માને પ્રભુ શાંતિ આપે અને કુટુંબીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે બધા સભ્યોએ ઊભા થઈ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ તેમણે સંસ્થા લગતા સમાચાર જણાવ્યા હતા કે હજુ સુધી ઘણા સભ્યોએ પોતાની ફી ભરી નથી તો હવે તેને પેનલ્ટી ભરવી પડશે અને કંઈ કારણ હશે તો તેને જોઈને જણાવશે આ સાથે બર્થ ડે માટે જેમને સંસ્થાને આપવું હોય તો તેના 75 ડોલર તથા પ્રીતિ ભોજન માટે 300 ડોલર થી એ મને સ્થિતિ મુજબ પૂરેપૂરું પ્રીતિ ભોજન આપી શકે છે સ્ટેજ પર શ્રી ઇલાબેન દેવાની નો આભાર માન્યો હતો બોલી ફિટ નો કાર્યક્રમ હતો તથા આ મહિનામાં આવતી રામ નવમીને હિસાબે તેમણે રામ ભક્તિના ગીતો દ્વારા બોલી ફિટ કાર્યક્રમ કર્યો હતો જેમાં રામ સીયારામ રઘુપતિ રાઘવ વગેરે ગીતો પર બોલી ફિટ કરાવ્યું હતું ત્યારબાદ તેમણે એક ફાઈલ સ્ટેજ પર મૂકી તેમાં સભ્યોને જણાવ્યું હતું કે જેમને પણ સ્ટેજ પર આપી પોતાનો કંઈ પણ કાર્યક્રમ આપવો હોય તો તેઓ આમાં નોંધાવી શકે છે જેથી તેઓ પોતાનો કાર્યક્રમ આપી શકે.

    આ મહિનામાં આવતી તેમની બર્થ ડે હતી તેને સ્ટેજ પર બોલાવ્યા હતા અને બર્થ ડે ગીત ગાય બધાએ તેમને વધાવ્યા હતા સિનિયર્સને પુષ્પ શ્રી રૂપેશભાઈ શાહ તથા શ્રીમતી વિલસૂ બેન શાહ આપ્યા હતા શ્રી રૂપેશભાઈ શાહને નવા ઈસી મેમ્બર બન્યા છે પ્રમુખ શ્રી એ જણાવ્યું કે સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પ્રવીણભાઈ મહેતા એ પોતાના પર્સનલ કારણે રાજીનામું આપ્યું છે તેની જગ્યાએ શ્રી મહેન્દ્રભાઈ ગોઢીયા ને નીમવામાં આવ્યા છે તથા સેક્રેટરી તરીકે શ્રી ઉષાબેન કોટને નિમવામાં આવ્યા છે શ્રી મહેન્દ્રભાઈ એ પ્રમુખશ્રી નો તથા સર્વે નો આભાર માન્યો હતો તેઓ સમાજમાં માં મ્યુઝિક સિસ્ટમનું કાર્ય સંભાળતા અને હજુ પણ કરે છે .બાદ શ્રી ઇલાબેન એ ભાઈઓ અને બહેનોને બોલ ની રમત રમાડી બ્રેકમાં ચા કોફી બનાવનાર અરવિંદડા બેન કેરસીભાઈ નો શ્રી રમણીકભાઈ તથા ચંપાબેન શાહનો તથા હાજરી માટે અલકાબેન પટેલ ,ફોટોગ્રાફ શ્રી પંકજભાઈ મહેતા તથા સંકલન માટે જયશ્રીબેન ભટ્ટ તથાઈસી શ્રી કિરીટભાઈ મહેતા શ્રી અશ્વિનભાઈ વોરા શ્રી હેમંતભાઈ મહેતા નો પણ આભાર માનવામાં આવે છે જમવામાં દાળ ભાત વાલનું શાક કઠોળ પેટીસ અથાણું ફાડા લાપસી આપવામાં આવેલ ,આનંદ માણતા બધા ઘરે ગયા

      સંકલન જય શ્રી ડી ભટ્ટ
      ફોટોગ્રાફ શ્રી પંકજભાઈ મહેતા

      આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

      સમાચાર હાઇલાઇટ્સ

      Subscribe Our Newsletter

      Total
      0
      Share