ઓટ્ટાવા -ભૂતપૂર્વ વડા પ્રધાન બ્રાયન મુલરોની 84 વર્ષની વયે ચીરવિદાય લીધી, તેમની પુત્રી કેરોલીન મુલરોની એ પોતાની સોશિયલ મીડિયા ની પોસ્ટમાં જણાવ્યું હતું બ્રાયન મુલરોની એ કેનેડાના 18મા વડા પ્રધાન હતા અને તેઓ તેમની અંતિમ ક્ષણો દરમ્યાન તેમની સાથે તેમનો પરિવાર હતો, તેમ તેણીએ તેની X પરની પોસ્ટમાં જણાવ્યું હતું. […]

1 જૂન, 2024 ના રોજ BC ના મિનિમમ વેતન દર $16.75 થી વધી ને $17.40 પ્રતિ કલાક થશે. B.C.ના સૌથી ઓછું વેતન દર મેળવતા કર્મચારીઓને તેમના પ્રતિ કલાક ના વેતનમાં વધારો જોવા મળશે . જે 3.9% નો વધારો દર્શાવે છે અને તે 2023 માં B.C ના સરેરાશ ફુગાવાના દર સાથે […]

ટોરોન્ટોઃ કેનેડાની બેઈલ સિસ્ટમ કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઇ રહી છે અને છેલ્લા દાયકામાં પરિસ્થિત વધુ ખરાબ થઇ છે. જેમાં વધુ લોકો પ્રિ-ટ્રાયલ કસ્ટડીમાં છે અને કેટલાકે જામીન પર મુક્ત થયા પહેલા અટકાયતમાં જ અમુક સપ્તાહથી વધુ સમય વિતાવ્યો હોવાની માહિતી એક નવા અહેવાલમાં આપવામાં આવી છે. આ અહેવાલમાં વ્યાપક સુધારાની […]

જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે  જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર છે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે ચેતવણી આપી હતી. […]

મોન્ટેરીયલ, ક્યુબેકઃ વાહનનો ની ચોરીઓ એ કેનેડા માં મોટું સ્વરૂપ પકડ્યું છે, હાલ માંજ ઓન્ટારિયોનાં મિલ્ટનમાં બે વ્યક્તિ ઓ ટોયોટા ટુન્દ્રા પીકઅપ ટ્રક ની ચોરી કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. બંનેએ ભાગવાના પ્રયાસમાં પીછો કરનાર પોલીસ અધિકારીને 50 મીટર સુધી ઢસડ્યા હોવાનું પોલીસે જણાવ્યું […]

સુરતમાં ઈન્કમ ટેક્સ અધિકારીના નામે દાટી આપી 8 કરોડની લૂંટ ચાલવવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. આ વિસ્તાર હિરાની પોલીસીંગ ફે્ક્ટરીઓ અને હિરાઘસુઓથી વધુ જાણીતો છે. જંગી રકમની લૂંટની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી […]

કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામનાં લોકો સોનું મળવાની આશા અને લાલચે ગામની આસપાસ જ્યાં દેખાય ત્યાં ખાડા ખોદતા હતા. તેમને સોનું ભલે હાથ ન લાગ્યું હોય પરંતુ પ્રાચિન નગર ચોક્કસ હાથ લાગ્યું છે. માં 4500 વર્ષ જુના નગરના અવશેષો મળી આવ્યાં છે. ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર […]

ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે […]

ફિલ્મ નામમાં ચીઠ્ઠી આઈ હૈ ગઝલ ગાવા સાથે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પંકજ ઉધાસનું માંદગી બાદ નિધન થયું છે. તેઓ સંગીતકાર ઉપરાંત સફળ અભિનેતા પણ હતા. તેમણે ગુજરાતી-હિન્દી ફિલ્મો, ટેલિવિઝન શોમાં અભિનય કર્યો હતો. બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉઘાસે પિતાના […]

ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી હતી. ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ […]

વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઓછો કરવા પ્રોવિન્સે ટ્યુશન ફી ફ્રીઝને કરી રાખી છે ટોરોન્ટો – 26th February 2023 : ઓન્ટારિયો સરકારે પ્રાંતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઘટાડવા માટે ટ્યુશન ફી ફ્રીઝ કરવા  સાથે અંદાજે $1.3 બિલિયનના નવા ભંડોળ સહિત પ્રાંતની કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેબિલાઈઝ કરવા માટે વિવિધ પગલાં લીધાં હતાં. […]

ઑનલાઇન નુકસાન સામે રક્ષણ આપવા માટે કેનેડાના પ્રપોઝ્ડ લો વિશે જાણવા જેવી પાંચ મહત્ત્વની બાબતો ઓટ્ટાવા – 26-Feb-2024 : વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે કેનેડિયનો અને ખાસ કરીને યુવાનોને ઓનલાઈન નુકસાન સામે વધુ સારી રીતે રક્ષણ આપવા માટે લાંબા સમયથી રાહ જોવાતો કાયદો રજૂ કર્યો હતો. બિલ C-63માં પ્રોપોઝ કરવામાં આવેલા […]

મિસિસાગા અને બ્રામ્પ્ટન માં છેલ્લા 31 દિવસમાં 51 લૂંટના બનાવ બન્યાં જેમાંથી 26 લૂંટ બંદૂક ની અણીએ કરવામાં આવી હતી મિસિસાગા અને બ્રામ્પ્ટનમાં ગુનાખોરી વધી છે જે ચિંતાનો ગંભીર વિષય છે. જેમાં સશસ્ત્ર લૂંટ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે.છેલ્લા 31 દિવસમાં, મિસિસાગા અને બ્રામ્પટનમાં દરરોજ સરેરાશ એક અથવા વધુ લૂંટ જોવા […]

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઘરઆંગણે 351 વિકેટ લઇને ઈતિહાસ સર્જ્યો હતો. અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બે બોલમાં બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરતાની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતા 350 વિકેટ પૂરી કરી હતી. અશ્વિને ભારતમાં […]

દ્વારકામાં હજારો વર્ષ પહેલા ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તેમને શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા. જેમ લક્ષ્યદ્વીપમાં મોદીએ સ્કૂબા ડાઈવીંગ કર્યું હતું તેવી જ રીતે દ્વારકામં પણ સ્કૂબા ડાઈંવીગ કરી સમદ્રમાં સમાયેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા. આ સાથે તમણે ત્યાં ભગવાન કૃષ્ણને પ્રિય એવા […]

26 ફેબ્રુઆરી, 2024ના રોજથી, PRESTO કાર્ડ વડે ચુકવણી કરતા ગ્રાહકો, Google Wallet માં PRESTO, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા મોબાઇલ વૉલેટ દ્વારા TTC બ્રામ્પ્ટન ટ્રાન્ઝિટ, દૂરહામ રીજીયન ટ્રાન્ઝિટ, યોર્ક રિજન ટ્રાન્ઝિટ, Mi-Way વચ્ચે સંપૂર્ણ પણે ફ્રી માં ટ્રાન્સફર કરી શકશે , જેનો સુમપર્ણ શ્રેય ઓન્ટારીઓ ના નવતર “વન-ફેર” પ્રયોગ […]

ટ્રમ્પે દક્ષિણ કેરોલિના જીતી હેલીને તેના ગૃહ રાજ્યમાં સરળતાથી હરાવીને GOP નોમિનેશનમાં પ્રવેશ મેળવ્યો ચાર્લસ્ટન, એસ.સી. – ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કેરોલિનાની રિપબ્લિકન પ્રાઈમરી જીતી લીધી છે. યુએનના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલીને તેમના ગૃહ રાજ્યમાં સરળતાથી હરાવી અને ત્રીજી સીધી GOP નોમિનેશન માટે તેમનો માર્ગ વધુ મજબૂત કર્યો છે. ટ્રમ્પે હવે […]

ભારતીયોને સૌપ્રથમ 1836માં અહીં લઈ જવામાં આવ્યા હતા. આ પછી, ભારતમાંથી બંધાયેલા મજૂરોને ફિજી, જમૈકા,ત્રિનિદાદ, માર્ટીનિક, સુરીનામ અને અન્ય દેશો અથવા ટાપુઓ પર કામ માટે લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં 96.63 કરોડ હિંદુઓ છે, જે કુલ વસ્તીના 79 ટકા છે. જો આપણે કુલ વસ્તીની ટકાવારી જોઈએ તો, પાડોશી દેશનેપાળમાં હિંદુઓની […]

મીડિયાના એક પ્રશ્નના જવાબમાં, પોઈલીવરે ટ્રાન્સ રાઈટ્સ વિવાદમાં ઝંપલાવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મોટાભાગના કેનેડિયનો માને છે કે મહિલા બાથરૂમ, મહિલા ચેન્જ રૂમ અને મહિલા રમતો સ્ત્રીઓ માટે જ છે. તમે કાર્યકર્તાઓ અને કેટલાક મીડિયા માધ્યમો પાસેથી ભયાનક અહેવાલ સાંભળી શકો છો. મોટાભાગના તર્કસંગત લોકોની માન્યતાઓનો પડઘો પાડતા, પોઈલીવરે કહ્યું, […]

કેનેડામાં 2023માં શરૂ થયેલી કર્મચારી ઓની છટણીનો તબક્કો નવા વર્ષ 2024માં પણ ચાલુ રહ્યો છે. કોવિડ-19 મહામારી બાદ શરૂ થયેલી મોટાભાગની કંપનીઓ દ્વારા પોતાના કર્મચારી ઓના કામકાજની સમીક્ષા કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ટેક કંપનીઓ, રિટેલર્સ અને બીજી ઘણી કંપનીઓએ આર્થિક મંદીની અસરને પગલે કર્મચારી ઓની સંખ્યામાં ઘટાડો […]

શિકાગો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવનાર ડિંગુચા કેસના આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ થતાં ગેરકાયદે રીતે અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને ઘૂસણખોરી કરાવનારા નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અમેરિકાની પોલીસે શિકાગોના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરી […]

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શાનદાર રીતે ગોવામાં લગ્ન કર્યા. આ લગ્નમાં અનેક સેલેબ્સે હાજરી આપી હતી. આ લગ્નનાં કેટલાક વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યાં છે. જેમાં સૌથી વધુ પસંદ કરાઈ રહ્યો છે રકુલ પ્રીત સિંહની બ્રાઇડલ એન્ટ્રીનો વિડીયો. જે એક મહેમાને ઉતાર્યો હતો અને સોશિયલ મિડીયામાં વાઈરલ […]

રવિવારે રાજકોટમાં 3200 કરોડથી વધુના કામોની આપશે ભેટ ભારતના વડાપ્રધાન અને અને ગુજરાતના પનોતાપુત્ર ચૂંટણીને પગલે ગુજરાતના અવારનવાર પ્રવાસ કરી રહ્યાં છે. મોદીની ગેરંટી અને જેના ખાતમુહૂર્ત કરવા તે જ કામનું લોકાર્પણ પણ કરવાના આગ્રહી નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટના પ્રવાસે છે. તેઓ પહેલા હેલિકોપ્ટર મારફતે એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. નરેદ્ર […]

જપ્ત કરાયેલ નશીલા પદાર્થો તેમજ હથિયારો ની બજાર કિંમત અંદાજિત $3.25 મિલિયન તપાસકર્તાઓએ જીટીએ અને નાયગ્રા રિજિયનમાં 17 સર્ચ વોરંટનો અમલ કરાયો. સીમાની બન્ને પારથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો પ્રાંતીય પોલીસે જણાવ્યું છે કે યુ.એસ. હોમલેન્ડ સુરક્ષા સાથે એક ક્રોસ-બોર્ડર તપાસમાં લગભગ હજારો સેંકડો બંદૂકોનો જથ્થો જપ્ત કરાયો હતો સેંકડોની […]

GPAC (ગુજરાતી પબ્લિક અફેર કાઉન્સિલ ઓફ કેનેડા)  ના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ શાહને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળવાનો મોકો તેમની ભારત યાત્રા દરમ્યાન મળ્યો હતો.શ્રી રાજેશભાઈ શાહે ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી ને GPAC ની કેનેડા માં સામાજિક પ્રવૃત્તિ વિષે જણાવ્યું હતું અને તેમને GPAC ના ગુજરાત દિવસની ઉજવણી માટે […]

આઝાદીના અસલી નાયક નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ 25 થી 28 ફેબ્રુઆરી, 2024 સુધી અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન ખાતે યોજાશે. આઝાદીના અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવાના હેતુથી પોટ્રેઈટ પેન્સિલ રેખા ચિત્રનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકેનો […]

આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે પણ વીડિયો કોલ પર અંગત વાતો કરી હતી. સુરતની મોડેલ તાન્યાના આપધાત કેસનું રહસ્ય હજી પણ ગુંચવાયેલું છે. મોડેલના આપઘાત કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક આઈપીએલના ક્રિકેટરનું પણ તેના મિત્ર તરીકે નામ ઉછળ્યું હતું. આ મામલે પોલીસ તપાસ કરી […]

ભારતમાં મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાની ફાઈનલ મુંબઈમાં યોજાવાની છે. મિસ વર્લ્ડ 2024માં વિવિધ દેશોમાંથી 120 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે અને મિસ સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની સિની શેટ્ટી 2024ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં 120 સ્પર્ધકો સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. તે ઇન્સ્ટા પર તેના સ્ટાઇલિશ અને ખૂબસૂરત […]

ભારતીય ધનકુબેર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે. આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન લગ્ન પૂર્વેના અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં ભારત સહિત અનેક દેશોના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં મુંબઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન […]

બ્રામ્પ્ટન શહેર દ્વારા સમર રિક્રિએશનલ હાયરિંગ માટે નોકરી માહિતી સેશન આયોજિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વયના વ્યક્તિઓ માટે આ મહત્વપૂર્ણ અવસર નોકરી પ્રાપ્ત કરવાની એક ખૂબજ ઉત્તમ તક છે તારીખ: 22 ફેબ્રુઆરી     સમય: 3 થી 7 pm     સ્થળ: જિમ આર્ચડેકિન રીક્રિએશન સેન્ટર, બ્રામ્પ્ટન રીક્રિએશન અને […]

પીલ પ્રદેશ- ખંડણી ઇન્વેસ્ટિગેટિવ ટાસ્ક ફોર્સ (EITF) ના તપાસકર્તાઓએ પીલમાં નોંધાયેલી ખંડણી ની  ઘટનાઓને પગલે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી અને પોલીસે કાર્યવહી શરુ કરી છે . રવિવાર, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ, EITF એ આરોપોની તપાસ કરવાનું શરૂ કર્યું  હતું કે બ્રામ્પટન બિઝનેસ માલિકના ભૂતપૂર્વ કર્મચારીએ જો તેઓ પોતાનો વ્યસાય […]

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ જોવા મળે છે. નરેન્દ્ર મોદી જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા ત્યારે NRI સમુદાયે ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘મોદી-મોદી’ જેવા નારા લગાવી તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેમની લોકપ્રિયતા […]

અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો રીવરફ્રન્ટ આકાર લઇ રહ્યો છે. સાબરમતી રીવરફ્રન્ટ વાસણા બેરેજથી ડફનાળા સુધી તૈયાર છે. ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા હાથમાં લેવામાં આવી છે. આમ અમદાવાદનો રીવરફ્રન્ટ હવે ગાંઘીનગર સંત સરોવર સુધી વિસ્તારમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનો સાબરમતી રીવરફ્રન્ટ વાસણાથી […]

ભારત દેશ જ નહીં દક્ષિણ અમેરિકા, યુરોપ, જર્મની અને ફ્રાંસ સહિત 65 દેશોમાં ખેડૂતો વ્યાજબી ભાવ અને યોગ્ય નીતિઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માગો સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. એકલા ભારતમાં જ નહીં વિશ્વમાં કૃષિક્ષેત્ર સામે આવી રહેલા પડકારો વચ્ચે દુનિયાના 65થી વધુ દેશોના […]

નેતાઓની સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેનો હેતુ દેશના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાનો હતો, જેમાં કેટલાક રસપ્રદ પરિણામો સામે આવ્યા હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચોથા સ્થાને છે, જેમને 42.6 ટકા રેટિંગ મળ્યું છે. નવીન પટનાયક પ્રથમ […]

કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. જો કે, PGWP […]

Saturday : 17th/FEB/2023 : આજે શનિવાર ના રોજ ડાઉનટાઉન વેન્કૂવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનના ધ્વજ ફરકાવતા પ્રદર્શનકારીઓએ નિજ્જર હત્યાના  આઠ મહિના બાદ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કાપ્યો હતો તદુપરાંત તેને સળગાવવા નું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ઘણા પ્રદર્શનકારીઓએ પંજાબીમાં, લાઉડ સ્પીકર્સ પર ભારત તથા ભારતીય દૂતવાસ પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા […]

ટોરોન્ટો, ફેબ્રુ. 17, 2024 – $10 મિલિયનથી વધુ ઈન્વેન્ટરી (સ્ટોક) સાથે સ્ટોર વાઇડ લિક્વિડેશન સેલ, આજરોજ શનિવાર, 17મી ફેબ્રુઆરી, 2024ના રોજ FactoryDirect.ca સ્ટોરના તમામ 14 સ્થળો પર શરૂ થશે. એપલ, સેમસંગ, એલજી, ડેલ, પેનાસોનિક, ક્યુસિનાર્ટ, ડેનબી જેવી ટોચ ની બ્રાન્ડ્સ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ખૂબજ વ્યાજબી કિંમતે તમે મેળવી શકશો. A.D. […]

મિસિસાગા :ઑન્ટારિયોમાં ડ્રાઇવરોને હવે તેમની લાઇસન્સ પ્લેટ રિન્યૂ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે સરકાર ઓટોમેટિક સિસ્ટમ તરફ આગળ વધી રહી છે પ્રીમિયર ડગ ફોર્ડે આ જાહેરાત કરી હતી, જેમણે આ અઠવાડિયે અહેવાલ આપ્યો હતો કે રસ્તાઓ પર 10 લાખથી વધુ સમય સમાપ્ત થઈ ગયેલી લાઇસન્સ પ્લેટો છે. ફોર્ડે 2022 […]

કેનેડામાં વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે આપણા સમાજના હૃદયની ઉજવણી માટે સમર્પિત એક દિવસ આવે છે – ફેમિલી ડે. આ વાર્ષિક દિવસ  ફેબ્રુઆરીના ત્રીજા સોમવારે આવે છે. જે આપણને એક સાથે બાંધે છે અને આપણા પ્રિયજનોની સુખાકારીનું પાલન કરે છે. આ ખાસ પ્રસંગે, ચાલો પરિવારમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવાના નિર્ણાયક […]

ઉંમર, ભારે દૈનિક વપરાશ, હવામાન અને મીઠાની અસરોએ એક્સપ્રેસવેને ભવિષ્ય માટે કાર્યરત રાખવા માટે તેનું બહુ-વર્ષનું મુખ્ય પુનર્વસન હાથ ધરવું જરૂરી બન્યું છે. કારણ કે ગાર્ડિનર શહેરના ઘણા વિસ્તારોમાં ચાલે છે, જેમાં સ્થાપિત પડોશીઓ, બે નદીના મુખ અને શહેરના ડાઉનટાઉન કોરનો સમાવેશ થાય છે, આ વિશાળ, જટિલ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ […]

મિસિસાગા :ફેડરલ કાર્બન ટેક્સ મામલે પ્રોવિન્સ સરકાર હરકતમાં આવી છે. ઓન્ટારીયો સરકારે જણાવ્યું હતું કે ઉંચા પ્રોવિન્સિયલ કાર્બન ટેક્સથી નાગરિકોને રક્ષણ પૂરું પાડવામાં આવશે. ઑન્ટારિયો સરકાર કાયદો રજૂ કરીને લોકો માટે ખર્ચમાં ઘટાડો કરી રહી છે, જે જો પસાર કરવામાં આવે, તો ઑન્ટારિયોના મતદારોને નવા પ્રાંતીય કાર્બન ટેક્સ, કૅપ-એન્ડ-ટ્રેડ સિસ્ટમ […]

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા સર્જાતા એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ, લોકો અને તેમના માતાપિતામાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. માત્ર 2024માં જ ભારતીય અને ભારતીય અમેરિકન મૂળના સાત વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. કનેક્ટિકટથી ઇન્ડિયાના સુધીના રાજ્યોમાં […]

LCBO પ્લાન માટે આ છેલ્લો કૉલ છે કે જેમાં નોર્ધન ઓન્ટારિયોના 6 જેટલા લિકર સ્ટોર્સમાં ગ્રાહકોને મંજૂરી આપતાં પહેલાં ID બતાવવાની આવશ્યકતા રહેશે. ફાઈનાન્સ મિનિસ્ટર પીટર બેથલેનફાલ્વીના આદેશથી ચોરીની ઘટનાઓનો સામનો કરવાના હેતુથી અમલી બનાવાયેલા પાયલોટ પ્રોજેક્ટને “તાત્કાલિક” અસરથી રદ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ અંગે નિર્દેશ જારી કર્યાની જાહેરાત […]

પ્રોવિન્સ ભારે ટ્રાફિકભાર ની સમસ્યા ને ઓછો કરવા કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે આવાગમને વધુ સુગમ બનાવવા પ્રયત્નશીલ છે કિચનરઃ ઓન્ટારિયો સરકાર કિચનરમાં ફ્રેડરિક સ્ટ્રીટ બ્રિજ પર બાંધકામને આગળ ધપાવી રહી છે, જે કિચનર અને ગ્વેલ્ફ વચ્ચે હાઇવે 7 ને પહોળો કરવાની તેની યોજનામાં વધુ એક સીમાચિહ્નરૂપ કાર્યયોજના છે. નવો ફોર-લેન […]

ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે, ત્યાં બે- એક પૈસા એટલે ધનનો ભંડાર છે, ભલે ભાઈ થોડું આપો ઓડકાર આવી જાય છે, એ હાલો ઘેર એવો […]

કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી […]

કેમ્બ્રિજ, ઑન્ટારિયોઃ કેમ્બ્રિજ સિટી દ્વારા પ્રેસ્ટન ઓડિટોરિયમના વિસ્તરણ અને નવીનીકરણ અંગેની પ્રગતિ જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે કારણ કે સાઇટને તૈયાર કરવાનું કાર્ય પૂર્ણતાના આરે છે અને વિસ્તરણ માટે બાંધકામ શરૂ કરવામાં આવી શકે છે. મેયર જાન લિગેટે જણાવ્યું હતું કે, “આ કેમ્બ્રિજ માટે એક ટર્નીગ […]

વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એકપછી એક આરોપીઓ પકડાયા છે. પોલીસે ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કૂલ 19 […]

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટી રહ્યાં છે. જેની પાછળ વર્ક વિઝાની ચાલી રહેલી સમીક્ષા તથા સરકારી અનુદાનિત સ્કોલરશીપ પર પરિવારજનોને બોલાવવા પર પ્રતિબંધ સહિતના કારણો જવાબદાર છે. એક આંકડા મુજબ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ ચાર ટકા ઘટીને ૮૭૭૦ થાયા છે. ભારતીયોનો ધીરે ધીરે હવે વિદેશ જવાનો મોહ ઘટી રહ્યો છે. તેમાં પણ […]

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter