બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ગ્રૂપે તાજેતરમાં 16 માર્ચ, 2024 ના રોજ ઓપન રિક્રિએશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ મિહિર જોશી ના નેતૃત્વ હેઠળ, બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ દ્વારા આયોજિત હતી, જે બ્રાન્ટફોર્ડની બ્રાન્ટલાઈન કોમ્યુનિટી સ્કૂલ ખાતે યોજાઈ હતી અને તેમાં ઑન્ટારિયોના વિવિધ શહેરો માંથી 150 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.
વૉલીબૉલ આ ખૂબજ લાંબા સમયથી ભારતીયો ની એક પ્રિય રમત છે ચાહે તે નાના હોય કે મોટા, જેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભારત નો સફળતાનો સમૃદ્ધ ઇતિહાસ છે. તાજેતરના વર્ષોમાં, કેનેડામાં ઘણા ભારતીય સમુદાયોએ વોલીબોલને તેમની મનપસંદ રમત તરીકે પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ વલણ ભારતીયોમાં તેમના વતન અને વિદેશમાં રમત પ્રત્યેના ઊંડા મૂળના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.
ટુર્નામેન્ટમાં ગ્વેલ્ફ, બ્રાન્ટફોર્ડ, કિચનર, બ્રામ્પ્ટન, જ્યોર્જટાઉન, હેમિલ્ટન, લંડન, કેમ્બ્રિજ અને મિલ્ટનની ટીમો એ ભાગ લીધો હતો. આ ઈવેન્ટ માત્ર એથ્લેટિક ટેલેન્ટનું પ્રદર્શન જ નહીં પરંતુ વોલીબોલ અને ખેલદિલી પ્રત્યેના વાઈબ્રન્ટ ભારતીય સમુદાયના પ્રેમની ઉજવણી પણ હતી.
ખેલદિલી અને કૉમ્યૂનિટી ભાવનાના અદ્ભુત પ્રદર્શનમાં, બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ટુર્નામેન્ટે રેજીઓન માં વોલીબોલ ટુર્નામેન્ટ માટે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ત્રણ વોલીબોલ સ્પોર્ટ્સ એરેનામાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 20 ટીમો અને 20 રેફરીની ભાગીદારી જોવા મળી હતી, જેમાં સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા દરમિયાન 46 મેચો રમાઈ હતી.
ટુર્નામેન્ટમાં ટીમના સભ્યો સહિત 250 કૉમ્યૂનિટી ના સભ્યોની ભીડ જોવા મળી હતી અને તેમની મનપસંદ ટિમ ને ઉત્સાહિત કરી રહ્યા હતા. દરેક ટીમે અદભૂત રમત અને કૌશલ્યનું પ્રદર્શન ખૂબજ ઉલ્લાસ સાથે કર્યું હતું, વોલીબોલ ની આ ટુર્નામેન્ટ માં ઉત્તેજના અને રમત નું જોશ પણ જોવા મળ્યું. ટુર્નામેન્ટનો ભાર માત્ર જીતવા પર ન હતો પરંતુ ભાગ લેવા અને એકબીજાને સપોર્ટ પણ કરવાનો હતો. રમત એ ખેલદિલી અને તેના પ્રત્યેના કૉમ્યૂનિટી ના પ્રેમની સાચી ઉજવણી છે .
દરેક ટીમે રમત પ્રત્યેની તેમની પ્રતિભા અને સમર્પણ દર્શાવતા પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટ ની સેમી ફાઇનલમાં ચાર ટીમો એ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. સેમિ-ફાઇનલ મેચો અતિ ઉત્સાહી અને કટોકટી થી ભરપૂર હતી, જેમાં કેમ્બ્રિજના ડોબા વોરિયર્સ બ્રામ્પટનની ટીમ રાજપાલ સામે અને હેમિલ્ટનની હિટોમી ટીમ બ્રેમ્પટન વન સામે ટકરાઈ હતી
ફાઇનલમાં, ડોબા વોરિયર્સ અને હિટોમી એક રોમાંચક મેચમાં સામસામે હતા. પ્રેક્ષકોને તેમની બેઠકોની જકડી રાખ્યા હતા. ખૂબજ રોમાંચના અંતે, ડોબા વોરિયર્સ વિજેતા બની હતી અને ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો.
વિજેતાઓને એક ભવ્ય સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ડોબા વોરિયર્સે ટુર્નામેન્ટના સમર્થક સ્પોન્સર ધવલભાઈ ભાટિયા પાસેથી ટ્રોફી મેળવી હતી. ગ્વેલ્ફ ના શિતાંશુભાઈ પટેલે હિટોમીને રનર્સ-અપ ટ્રોફી અર્પણ કરી હતી ,
જ્યારે બ્રાન્ટફોર્ડના જીજ્ઞેશ પટેલે વિજેતા ટીમને $400 ના રોકડ પુરસ્કારથી નવાજ્યા. રનર્સ અપને જિયાસ ઓટો, કેમ્બ્રિજ ના નિરેન ત્રિવેદી દ્વારા $200 નો રોકડ પુરસ્કાર મળ્યો હતો.
મેડલ વિતરણ સમારોહમાં વિજેતા ટીમને તારકભાઈ કલોલા, બ્રાન્ટફોર્ડ ના હસ્તે ગોલ્ડ મેડલસ આપવામાં આવ્યા હતો, જ્યારે રનર્સ અપને મિહિરભાઈ જોષી, બ્રાન્ટફોર્ડ હસ્તે સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા.. મિનેશભાઈ ચૌહાણ, બ્રાન્ટફોર્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ, કૃષ્ણ ટિમ, બ્રાન્ટફોર્ડ ને એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબે ભાગ લેનારી તમામ ટીમો માટે ફ્રી માં નાસ્તો, અને ભોજન પૂરું પાડ્યું હતું, જેનથી ઇવેન્ટના વાતાવરણમાં પ્રોત્સાન જોવા મળ્યું હતું. બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબે પ્રાયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં તારકભાઈ, શિતાંશુભાઈ, ધવલભાઈ, અંકિતભાઈ, જીજ્ઞેશભાઈ, નિરેનભાઈ અને જીતુભાઈનો સમાવેશ થાય છે, જેમના સહયોગથી ટુર્નામેન્ટ શક્ય બની.
બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ તેમના તમામ સ્વયંસેવકો ટીમના સભ્યો અને તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સપોર્ટ આપનાર તમામનો આભાર માન્યો હતો અને ઑન્ટેરિયોના વિવિધ પ્રદેશોમાં આવી વધુ ટુર્નામેન્ટ નું આયોજન કરશે તેમ જણાવ્યું હતું .
કેનેડાના રમતગમતના દ્રશ્યોમાં ભારતીય સમુદાયનો વધતો પ્રભાવ અને આના જેવી ઇવેન્ટ દ્વારા સ્પષ્ટ થાય છે, જે રમતો દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા અને વોલીબોલને એક રમત તરીકે પ્રદર્શિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે જેને સરહદો ને પણ પર કરી છે
બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ ટુર્નામેન્ટ, જેમાં ટીમો અને પ્રેક્ષકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી, તેને શુભાસ ફોટો દ્વારા સુંદર રીતે કેપ્ચર કરવામાં આવી હતી. બ્રાન્ટફોર્ડ ગુજરાતી વોલીબોલ ક્લબ તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે શુભાસ ફોટોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભવિષ્યની ઇવેન્ટ્સ માટે તેમની સાથે ભાગીદારી કરવા આતુરતા દાખવી હતી .
(Pictures are provided by Brantford Gujarati Vollyball Club)
Brantford Gujarati Vollyball Club Tournament special coverage report created by Dhwani Newspaper, Chief Editor Hitesh Jagad, to get in touch with Hitesh please email [email protected] or info@hvjagad