, , , , , , ,

લંડન હેલ્થ સાયન્સ સેન્ટરમાં ૬૦ મિલિયન ડોલરથી વધુનું મોટુ કૌભાંડ!

Posted by

    Emergency Entrance of LHSC

    લંડન, ઓન્ટારિયો : ભ્રષ્ટાચારના મોટા પાયેના આક્ષેપોના ચોંકાવનારા ખુલાસામાં, લંડન હેલ્થ સાયન્સ સેન્ટર (LHSC) એ પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો અને કોન્ટ્રાક્ટરો સામે $60 મિલિયનથી વધુના નુકસાનની માંગણી કરતો દાવો કોર્ટ કેશ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પર એક દાયકા લાંબા કૌભાંડનું આયોજન કરવાનો આરોપ છે, જેનાથી કરોડો ડોલરના જાહેર આરોગ્ય સંભાળના ભંડોળને વ્યક્તિગત સમૃદ્ધિ અને રિયલ એસ્ટેટ લાભમાં ફેરવી દેવામાં આવ્યા હતા.

    ઓન્ટેરિયોની અદાલતમાં દાખલ કરાયેલા બે વિગતવાર દાવાપત્રોમાં વર્ણવેલ આરોપોમાં એક ગણતરીપૂર્વક આયોજિત યોજનાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં હોસ્પિટલના અધિકારીઓ કહે છે કે સમુદાયના વિશ્વાસનો દુરુપયોગ કરવામાં આવ્યો, દર્દી-સંભાળ સંસાધનો નબળા પડ્યા અને સંસ્થાની નાણાકીય કટોકટી વધુ ગાઢ બની – જ્યારે સંડોવાયેલા વ્યક્તિઓએ ડઝનેક સંપત્તિઓ એકત્રિત કરી અને કરદાતાઓના ભંડોળ પર વૈભવી જીવન જીવ્યા.

      “આ કપટપૂર્ણ યોજના છેતરપિંડી અને ચોરીનું એક ગણતરીપૂર્વક, બહુ-વર્ષીય અભિયાન હતું, જે જાહેર ભંડોળનો વ્યક્તિગત અને ગેરકાયદેસર લાભ માટે દુરુપયોગ કરવા માટે ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યું હતું,” એવો દાવાપત્રમાં આરોપ છે.

      LHSC છેતરપિંડી કેસ ના મુખ્ય આરોપીઓ

      પ્રથમ દાવોપત્રના કેન્દ્રમાં LHSC ના ભૂતપૂર્વ વાઇસ-પ્રેસિડેન્ટ ઓફ ફેસિલિટીઝ મેનેજમેન્ટ, દીપેશ પટેલ છે, જેને આ યોજનાના સૂત્રધાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. 2013 માં નોકરી પર રખાયેલા પટેલે કથિત રીતે તેમની વરિષ્ઠ ભૂમિકાનો ઉપયોગ પરેશ સોનીની માલિકીની કંપનીઓને કરોડોના બાંધકામ કરારો દિશામાન કરવા માટે કર્યો હતો. સોની એક તેમનો અંગત સંપર્ક છે, જે BH કોન્ટ્રાક્ટર્સ અને GBI કન્સ્ટ્રક્શન સહિત ઓછામાં ઓછી સાત કંપનીઓને નિયંત્રિત કરતો હતો.

      કોર્ટના દસ્તાવેજો દાવો કરે છે કે પટેલે અને સોનીએ છેતરપિંડીવાળા ઇન્વૉઇસેસ રજૂ કર્યા, જે કામ ક્યારેય ન થયું તેનો પણ બીલો બનાવ્યો, ખર્ચ વધાર્યો અને કૌભાંડ છુપાવવા માટે નકલી વ્યક્તિઓ પણ બનાવ્યા. બદલામાં, કંપનીઓએ લાખો ચૂકવ્યા – જેનાથી પટેલ અને સોનીને વિશાળ અંગત રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો એકત્રિત કરવામાં મદદ મળી.

        દાવા મુજબ, દીપેશ પટેલે એકલાએ ઓછામાં ઓછી 22 સંપત્તિઓ ખરીદી, જેની કિંમત $9.4 મિલિયનથી વધુ છે, જ્યારે પરેશ સોની પાસે ઓછામાં ઓછી 43 સંપત્તિઓ હતી અથવા સહ-માલિકી હતી, જેની કિંમત $14.5 મિલિયનથી વધુ છે, જેમાંથી મોટાભાગની સમ્પતિ LHSC કરારો મેળવ્યા પછી મેળવી હતી.

        પ્રાથમિક $50 મિલિયનના દાવોપત્રમાં LHSC ના ભૂતપૂર્વ ડિરેક્ટર ઓફ ફેસિલિટી મેનેજમેન્ટ, ડેરેક લાલ અને ફેસિલિટીઝ વિભાગમાં કોમ્યુનિકેશન્સ સ્પેશિયાલિસ્ટ, નીલ મોદીના નામ પણ છે. ડેરેક લાલે કથિત રીતે એવી કંપનીઓ માટે કરારો મંજૂર કરવામાં મદદ કરી જેણે પ્રાપ્તિની જરૂરિયાતો પૂરી કરી ન હતી – જેમાં કરાર અપાયા પછી જ બનાવવામાં આવેલી એક કંપની પણ સામેલ છે. નીલ મોદી પર વ્યાપક ષડયંત્રમાં ભાગ લેવાનો આરોપ છે.

        From Left Bradley Campbell (LinkedIn) Neel Modi (LinkedIn) and Dipesh Patel (Free Press Photo)
          From Left Bradley Campbell (LinkedIn) Neel (Nilesh) Modi (LinkedIn) and Dipesh Patel (Free Press Photo)

          કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ

          હોસ્પિટલના કહેવા મુજબ, આ ઠગાઈ LHSCની ખરીદી પ્રણાલી (પ્રોક્યોર્મેન્ટ સિસ્ટમ)નો આયોજિત દુરુપયોગ કરીને કરવામાં આવી. કુલ $50 મિલિયનથી વધુના કરારો એવા સમયે આપવામાં આવ્યા જેમાં સ્પષ્ટ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ હતો, હરીફાઈ વિના કરાર આપવા ખોટી દલીલો રજુ કરવામાં આપી, અને મોંઘા કે જાલીબીલો રજૂ કરવામાં આવ્યા.

          એક ઉદાહરણ તરીકે, હોસ્પિટલની બારીઓ બદલવા માટે BH કોન્ટ્રાક્ટર્સને $22 મિલિયનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આટલી મોટી ચુકવણી છતાં, LHSC કહે છે કે બિલ કરાયેલું મોટાભાગનું કામ ક્યારેય થયું ન હતું અથવા અયોગ્ય રીતે કિંમત નિર્ધારિત કરવામાં આવી હતી.

            આરોપી અધિકારીઓએ આંખ આડા કાન કર્યા
            બીજા $10 મિલિયનના દાવોપત્રમાં, LHSC આરોપ મૂકે છે કે ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ 2022 માં કૌભાંડ વિશેની પ્રારંભિક ચેતવણીઓને જાણી જોઈને અવગણી હતી:

            • જેકી સ્લેફર ટેલર, ભૂતપૂર્વ CEO (2021-2024),
            • બ્રેડલી કેમ્પબેલ, કોર્પોરેટ એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ (2022-2024), અને
            • અભિ મુખર્જી, CFO (2022-2024).
            From top left: Paresh Soni (LinkedIn); Jackie Schleifer Taylor (Free Press files); Derek Lall (LinkedIn);
              From left: Paresh Soni (LinkedIn); Jackie Schleifer Taylor (Free Press files); Derek Lall (LinkedIn);

              કોર્ટ દસ્તાવેજોમાં આકરા આરોપો

              કોર્ટમાં દાખલ દસ્તાવેજો અનુસાર, 2022ની એપ્રિલમાં જ તે અંગે CEO જેકી શ્લેફર ટેઇલરને એક ગુપ્ત અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં હોસ્પિટલના ફેસિલિટી કોન્ટ્રાક્ટોમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આરોપ છે કે તેણે આ મહત્વપૂર્ણ અહેવાલ ન તો ઑડિટર્સને આપ્યો, ન બોર્ડને જાણ કરી – પરંતુ સીધો બ્રેડ કેમ્પબેલ ને આપીને તે અંગે કોઈ પ્રકાર નું અનુસંધાન કર્યું નહીં.

              કેમ્પબેલ પર આરોપ છે કે તેણે માત્ર ઉપરછલ્લી આંતરિક સમીક્ષા કરાવી, જેમાં ભ્રષ્ટાચારના આરોપો સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા. તેવી જ રીતે, અભી મુખર્જીને ડિસેમ્બર 2022માં આ શંકાસ્પદ ભ્રષ્ટાચાર વિશે જાણ કરવામાં આવી હોવા, છતાં તેણે કોઈ તપાસ ન કરી – અને ઑડિટરોને લખી આપ્યું કે તે એવી કોઈ ઠગાઈ જાણતા નથી.

              હોસ્પિટલનું કહેવું છે કે, આરોપોવાળા સ્ટાફને જ આંતરિક તપાસ સંભાળવા દેવાથી ભ્રષ્ટાચાર છુપાયો અને ખર્ચો બેકાબૂ રીતે વધ્યો.

              હોસ્પિટલ સંકટમાં, – આરોગ્ય તંત્ર પર ભરોસાનું પ્રશ્ન ચિન્હ

              એક તરફ લંડન હેલ્થ સાયન્સ સેન્ટર (LHSC) ઐતિહાસિક રીતે ઊંડા $150 મિલિયનના ખાધનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ મોટા કૌભાંડના ખુલાસા સાથે સમગ્ર સમુદાય હચમચી ગયો છે. જેનાથી ઓન્ટેરિયોની આરોગ્ય પ્રણાલી કરોડોના ટેક્સપેયરોના ભંડોળનું કેવી રીતે નિરીક્ષણ કરે છે તે વિશે પ્રશ્નો ઉભા થયા છે.

              લંડન હેલ્થ સાયન્સ સેન્ટર (LHSC)ના પુનર્ગઠન માટે નિયુક્ત કરાયેલા સુપરવાઇઝર ડેવિડ મુસ્યજે જણાવ્યું કે,“હું સમજું છું કે આ એક અત્યંત નિરાશાજનક સ્થિતિ છે. પરંતુ આ LHSC ની ઓળખ નથી.”

              મુસ્યજે પુષ્ટિ કરી કે હોસ્પિટલએ સમગ્ર પુરાવા લંડન પોલીસને સોંપી દીધા છે અને પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ ચાલુ રાખી છે.

              તેમણે વધુમાં જણાવ્યું કે, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ કર્મચારીઓની નોકરી માંથી બરતરફ કરવામાં આવ્યા છે અને હવે હોસ્પિટલમાં નવી વિસલબ્લોઅર પૉલિસી અમલમાં મૂકી દેવાઈ છે, જેથી ભવિષ્યમાં આવા મામલાઓ ઝડપથી બહાર આવી શકે.

                જનતાના પૈસાથી ઉભું થયું કરોડોનું સંપત્તિ સામ્રાજ્ય

                કોર્ટમાં દાખલ દસ્તાવેજો અનુસાર, આ ભ્રષ્ટાચારથી મળેલા પૈસા ભવ્ય રીઅલ એસ્ટેટ ખરીદીમાં ઉપયોગમાં લેવાયાનો આરોપ છે. દિપેશ પટેલ અને તેમની પત્નીએ વર્ષોથી ચાલી રહેલા ખોટા કોન્ટ્રાક્ટિંગ કરાર માંથી મેળવેલી નાણાં ના ઉપયોગથી ડઝનેક મિલકતોમાં ઈન્વેસ્ટ કર્યાં હોવાનું કહેવાય છે. તે જ સમયે, પરેશ સોની પર આરોપ છે કે તેમણે પણ આ સમય દરમ્યાન કરોડો ડોલરનું રીઅલ એસ્ટેટ સામ્રાજ્ય ઉભું કર્યું.

                હોસ્પિટલ કહે છે કે સોનીની કંપનીઓએ ખોટા બિલ રજૂ કર્યા, સ્પર્ધા વિના કોન્ટ્રાક્ટ અપાવવાની ખોટી દલીલો રજુ કરી, અને પટેલ તથા ડેરેક લાલ સાથેના નજીકના સંબંધનો લાભ ઉઠાવી સ્પર્ધા વિના કરોડો ડોલરના મકબુલ કોન્ટ્રાક્ટ મેળવી લીધા.

                અધિકારીઓના પગાર પણ તપાસ હેઠળ

                જ્યારે આ ભ્રષ્ટાચારથી LHSCનું બજેટ ખોખલું થયું અને દર્દીઓની સારસંભાળ ઉપર ઊંડી અને ખરાબ અસર પડી, ત્યારે આરોપીઓએ આપણી જ જનતાના પૈસામાંથી દર વર્ષે અધધ પગાર મેળવ્યા.દિપેશ પટેલે માત્ર 2024માં જ $3.35 લાખથી વધુ કમાઈ લીધા. જેકી શ્લેફર ટેઇલર તો ટોરોન્ટો બહાર ઓન્ટારિયોમાં સૌથી વધારે કમાણી કરનાર હોસ્પિટલ એક્ઝેક્યુટિવ હતા – 2023માં તેમનો વાર્ષિક પગાર અને લાભ $8 લાખથી વધુ હતો.
                બ્રેડ કેમ્પબેલ અને અભી મુખર્જી પણ દર વર્ષે લાખો ડોલર પગાર અને સુવિધાઓનો લાભ મળતો હતો.

                LHSC કોર્ટમાં માંગ કરી રહ્યું છે કે આરોપીઓ પાસે થી તેઓ ભ્રષ્ટાચારના સમયગાળામાં મેળવેલ સંપૂર્ણ પગાર અને મેળવેલ લાભ પરત કરે, ઉપરાંત વિશ્વાસઘાત, ગેરકાયદેસર સાંઠગાંઠ અને ખોટું પ્રતિનિધિત્વ દર્શાવવા બદલ નુકસાનની ભરપાઈ પણ આપે.

                હાલ આરોપીઓ ઉપર મુકવામાં આવેલા આ તમામ આરોપો કોર્ટમાં સાબિત થયેલ નથી. આરોપીઓને પોતાનો બચાવ રજૂ કરવાનો પૂરો અધિકાર રહેશે. કેટલાક જેમ કે કેમ્પબેલ અને મુખર્જીએ તો LHSC સામે તેમની નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોવાથી ખોટી રીતે બરખાસ્ત કર્યાં હોવાનો દાવો કરતી કાયદાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

                  જાહેર વિશ્વાસનો આઘાતજનક ભંગ – હોસ્પિટલના નામે કરોડોની લૂંટ

                  ઓન્ટારિયોની એક સૌથી મોટી હોસ્પિટલ – લંડન હેલ્થ સાયન્સ સેન્ટર (LHSC)માં જે રીતે ભ્રષ્ટાચારના તળિયે ગુમ થયેલી યોજના બહાર આવી છે, તે Ontarioના જનતા માટે એક ઝંજાવાત સમાન ચોંકાવનારી છે.

                  કોર્ટમાં દાખલ થયેલા દસ્તાવેજો કહે છે કે છેલ્લા દસ વર્ષથી ઉપરના સમયગાળામાં, ચાર-પાંચ પૂર્વ અધિકારીઓ અને તેમની સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો સાથે મળીને જનતાના આરોગ્ય માટેના કરોડો ડોલર ઠગાઈ રૂપે લૂંટ્યાં, જ્યારે હોસ્પિટલના ખર્ચા વધતા ગયાં, સેવાઓ ઘટતી ગઈ અને દર્દીઓને વધુ તકલીફ ઊભી થતી ગઈ. આ કારસ્તાની વચ્ચે આરોપીઓએ પોતાનું નાણાકીય સામ્રાજ્ય ઊભું કર્યું – અને પબ્લિક હેલ્થના નાણાંને પોતાની ખાનગી સંપત્તિમાં ફેરવી દીધું.

                  હવે જ્યારે ઓન્ટારિયોની અદાલતો આ કેસની સુનાવણી માટે તૈયારી કરી રહી છે અને લંડન પોલીસ ગુનાહિત તપાસ ચાલુ રાખી છે, ત્યારે સમગ્ર પ્રાંતની જનતા ચિંતિત છે કે “આરોગ્ય ક્ષેત્રમાં આટલી મોટી ધોખાધડી થઇ શકે ત્યારે નિરીક્ષણ ક્યાં હતું? નૈતિકતા કયાં હતી? અને શું સરકાર જનતાના પૈસાની સાચી હિફાજત કરી શકી?”

                  આ કેસ માત્ર એક હોસ્પિટલનો નથી રહ્યો – હવે આ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ઊભો થયો છે એક ગંભીર સવાલ.


                  Share with friends
                  Total
                  0
                  Share