અમદાવાદના બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત આંગણવાડીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણથલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે રૂ. 22 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરાયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે AMC દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું.
આંગણવાડીનાં ભૂલકાંઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સૌ ભૂલકાંઓ સાથે સહજ શૈલીમાં સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર શ્રી એમ.થેન્નારસન, મ્યુનિ.નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા./