હું માણસ છું, મોબાઈલ નહિ ! — આજના મોબાઈલ યુગ ને સમર્પિત

શુ ચાલે ? એવું હું કહું તો આપ શું કહેશો?

કદાચ આપનાં જવાબો ઘણા ઘણા હશે પરંતુ આખી દુનિયાનો એકજ જવાબ છે. મોબાઈલ.
સમજાતું નથી આ બધું ક્યાં જઈને ઉભું રેશે?
યુવાજગત તો મોબાઈલ વ્યસ્ત હતું જ.
ત્યાં તાજા જન્મેલા બાળકો પણ તેમાં વ્યસ્ત થઈ ગયા.
થોડું બાકી હતું તો હવે વડીલો પણ મોટા ભાગના આ દુનિયામાં આવી જ ગયા.
આ સુધારો ક્યાં જઈને અટકશે ? અને કલ્પના તો કરો હવેનો સમય ખરેખર કેવો આવશે ?

ચલો એક આગાહી કરી જ દઉં.

મેડિકલ જગત માટે ભવિષ્ય બહુ જ સારું છે.વિશ્વનો બહુ મોટો વર્ગ નવા રોગોને હસ્તમેળાપ કરવા થનગની રહ્યું છે. બસ તમે તેની દવાઓ બનાવવામાં ને નવા હજારો માનસિક રોગો માટે મેડિકલ કોલેજ બનાવવાનું ચાલુ કરી દયો.અને ખાસ હા….
જો તમારે ડોક્ટર જ બનવું હોય તો બે રોગના નિષ્ણાત જ ખાસ બનજો.તેમાં ભવિષ્ય બહુ જ ઉજળું છે.એક તો આંખોના ડોક્ટર અને બીજા મગજના ડોક્ટર.કારણ આજનું 99% યુવાધન મોબાઈલ જ વ્યસ્ત છે.એટલે આંખો પણ જશે ને મગજ પણ જશે.તો 1% માં બાકી રહ્યા એ કોણ ખબર?બસ આ બન્ને રોગના નિષ્ણાત જે થશે તે.

100 માંથી કદાચ જવલ્લે 1 જ વ્યક્તિ એવો હશે કે જે મોબાઈલનો ઉપયોગ નહિ કરતા હોય. એટલું જબરદસ્ત નામ એટલે મોબાઈલ. ટપાલના એ જમાનાને યાદ કરો. એક વાતના સમાચાર બીજી કોઈ પણ જગ્યાએ જતા દિવસો,મહિનાઓ જતા.અને ફરી જવાબ આવતા ફરી એટલી જ વાર લાગતી.ટેકનોલોજીની ક્રાંતિ એટલી હદે થઈ કે આજે એક સેકન્ડના દસમા ભાગમાં આપ વોટ્સએપના એક બટન દબાવવાથી પુરા વિશ્વના એક ખૂણામાં રહેલો માણસ સૃષ્ટિના બીજા ખૂણામાં રહેલા પોતાના સ્વજનને જોઈ શકે છે. સાંભળી શકે છે.વાત કરી શકે છે. જેનો મોટા ભાગનો યશ આ શ્રીમાન વોટ્સએપ ભાઈને જાય છે. આપ જો ગુગલભાઈ ને પૂછશો તો તે કહેશે કે આખી દુનિયામાં 2.24 બિલિયન લોકો તેનો ઉપયોગ કરે છે. છે ને ગજબની વાત!

સમય જેમ જેમ બદલાતો જતો હોય છે.આ સૃષ્ટિના ચક્રમાં ફેરફારો થતા જ રહેતા હોય છે. એ અનાદિ કાળથી ચાલતું આવેલું છે. કોઈ ગલ્લીમાં પ્રખ્યાત હોય, કોઈ રાજ્યમાં પ્રખ્યાત હોય, તો ઘણી વાતો કે વસ્તુઓનો પ્રભાવ એટલો જોરદાર હોય છે કે એક બે દેશ નહીં પુરા વિશ્વમાં પ્રખ્યાત હોય છે. એક જમાનામાં જ્યારે માત્ર એક જ રાજ્યના કોઈ પણ એક શહેરથી બીજા શહેરમાં જવાનું થતું તો આખું ગામ ઝાંપા સુધી મુકવા આવતું. જો કે તે સમયને હજુ બહુ વાર થઈ નથી. હજુ 25 વર્ષ પહેલાં જ આવું બનતું હતું. પરંતુ હવે આપ વિશ્વના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ જગ્યાએ જશો તો આપ એકલા જ જઇ આવશો. તેનું કારણ શું? કનેક્ટિવિટી. એકબીજા સાથેનું જોડાણ. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો સૌથી મોટો ફાળો છે. ઈન્ટરનેટના લીધે વિશ્વમાં જે કમાલ આવી તે સદીઓ સુધી રાજ કરશે. તેમાંનો મહત્વનો એક શબ્દ આપ બધા જ રોજબરોજની દુનિયામાં આપણે સાંભળતા રહેલા છિએ તે શબ્દ એટલે સોસીયલ મીડિયા. અને પુરા સોસીયલ મીડિયામાંથી જો સૌથી પ્રભાવશાળી કોઈ શબ્દ હોય તો એ શબ્દ છે મોબાઈલ.

પરંતુ વિચાર કરવા જેવી બાબત એ વિષયમાં ઘણી મોટી છે. જેમ જેમ માનવી ટેકનોલોજીનો આવિષ્કાર કરતો જાય છે. તેમ તેમ તેના હમેશા બે પાસાંઓ તો રહેવાના જ. સકારાત્મક અને નકારાત્મક.જો કે તેમનો આધાર વ્યક્તિ પર હોય છે. તેમનો ઉપયોગ માણસના જીવનમાં કેટલો અને કેવો હોવો જોઈએ? તે પ્રશ્ન અત્રે કેન્દ્રમાં છે. પ્રશ્ન એ છે કે આટલી પ્રભાવશાળી વાતના પ્રભાવ માં આવી જવા જેવું છે ખરું?? તો તેનો જવાબ છે જરા પણ નહીં. કારણ તેમનું એ જ કે ટેકનોલોજી ગમે તેટલી વિકસે એ આવકાર્ય છે પરંતુ તે આપણા માથા પર ચડે એ સ્વીકાર્ય ક્યારેય નથી હોઈ શકતું. કારણ મોબાઈલની પણ બહુ બધી મર્યાદાઓ છે જ. આજના યુવાધને મોબાઈલને એટલું બધું અપનાવી લીધું કે જે તે વ્યક્તિને વોટ્સએપ જ સમજી લેતા થઇ ગયા છે. જો ખરેખર એટલું જ મહત્વ હોત તો રૂબરૂ મુલાકાતનું મહત્વ રહ્યું ના હોત. પરંતુ એવું નથી. મોટા ભાગના લોકો વોટ્સએપના મેસેજમાં જ મહત્વની ચર્ચાઓ કરતા હોય છે. પરંતુ કોલમાં વાત કરો તેનું એક સ્વતંત્ર અને સ્પષ્ટ મહત્વ છે જ. કોઈ વ્યક્તિને તમે મેસેજ કરો અને સામેવાળી વ્યક્તિ ઓનલાઈન છે. અને તેને જવાબ દેવામાં વાર લાગે તો માણસ સ્વભાવ મુજબ આપણે તરત જ શંકાને કામે લગાડી દેતા હોઈએ છિએ. મહત્વની વાત નો પ્રભાવ ખરેખર તો જ પડે જો તમે તેને રૂબરૂ મળીને અથવા કોલ કરીને પતાવો.કારણ ચેટ એ મૃતપ્રાયઃ થયેલી ભાષા છે. જ્યારે વ્યક્તિનો અવાજ એ જીવંત હોય છે. અને અવાજ જ આપણે સાચા અને સારા માણસની ઓળખાણ આપી શકે.અથવા જે અર્થમાં વાતને સમજવાની છે એ જ અર્થમાં સમજી શકીએ. બહુ જ મહત્વની વાત, વોટ્સએપ ના ચેટથી ના કરવી ક્યારેય પણ. ગલતફેમી થવાનો સંભવ 100% નહિ 1000% સંભવ છે.

તો તો પછી જીવંત અવાજ,રૂબરૂ મુલાકાત ને વ્યક્તિને મળવાનું મહત્વ જ શુ રહી જાય?
આજનું આપણું મોટાભાગનું યુવાધન જુઓ, વોટ્સએપ ના 90% સ્ટેટ્સ માં…બસ જાનુંને…દિકુને…લવસોંગ, સેડસોંગ, દર્દસોંગ એમાં જ મશગુલ છે.

તેના પરથી માનસિક ને બૌદ્ધિક સર્જનાત્મકતા કેટલી ને કેવી છે એ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. ટેકનોલોજી આપણા માટે કે આપણે ટેકનોલોજી માટે??? એ અર્થ સમજવો જોઈએ.વોટ્સએપ આપણા માટે કે આપણે વોટ્સએપ માટે? આજની યુવાપેઢી જોતા તો એવું જ લાગે કે આપણે વોટ્સએપ માટે હોય.સમયનું જીવનમાં કેટલું મહત્વ છે! ત્યારે આપણી કલાકોને કલાકો જો આમજ વેડફાય જાય એ તો કેમ ચાલે?

નાનપણમાં એક કવિતા ભણી હતી.જેનું નામ હતું. “મશીન”

જેમાં મશીન કહે છે કે.. “મહેરબાની કરીને, અમે જે કાયદા દ્વારા જીવીએ છીએ, અમે જૂઠને સમજવા માટે બાંધવામાં આવ્યા નથી, અમે ન તો પ્રેમ કરી શકીએ છીએ કે ન તો દયા કરી શકીએ છીએ અને ન તો માફ કરી શકીએ છીએ, જો તમે અમને સંભાળવામાં લપસી પડશો તો તમે મરી જશો! ભલે અમારો ધુમાડો આકાશને તમારી આંખોથી છુપાવી શકે, તે અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરીથી ચમકશે, કારણ કે, અમારી બધી શક્તિ અને વજન અને કદ માટે, અમે તમારા મગજના બાળકો સિવાય બીજું કંઈ નથી!

સાહિત્યની પણ સારી એવી મજાક થાય છે આજકાલ.. બેબીને બોનવિટા પીવડાવો,બેબી મૂડમાં નથી..
લખવા વાળા લખી તો નાખે પાછા આપડે નાચીએ અરે ઓ ભાઈ બોનવિટાને બાજુમાં રાખોને જરા જુઓ કે આખુંય યુવાધન મોબાઈલ નામના રોગથી ICUમાં દાખલ છે. તેને કોઈ મોબાઈલ મુકાવો.

Next Post

વિદ્યાર્થીના "Pronoun Changes" માટે પેરેન્ટ્સની સંમતિ જરૂરી હોવી જોઈએ: મેનિટોબા ટોરીઝ

Fri Mar 15 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 મેનિટોબા ટોરીઝ માતાપિતાની સંમતિની તરફેણ કરી રહ્યાં છે વિનીપેગઃ માતા-પિતાએ તેમના બાળકના નામ અથવા શાળામાં પ્રાનાઉનમાં ફેરફારો માટે સંમતિ આપવી જોઈએ કે કેમ તે મુદ્દે મંગળવારે મેનિટોબામાં ફરી ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષ પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ્સના વચગાળાના નેતાએ કહ્યું કે માતાપિતાની […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Total
0
Share