વોટરલૂ રીજનલ પોલીસે નોર્ધન ડમફ્રીઝમાં ગઇકાલે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. નોર્ધન ડમફ્રીઝમાં હાધ ધરવામાં આવેલી વોટરલૂ રીજનલ પોલીસની ડ્રાઈવમાં કુલ 30 ચાર્જીસ લગાવવામાં આવ્યાં હતા. મેક્વીન શેવર બુલવાર્ડ પર પાંચ કલાક ચાલેલી આ ડ્રાઈવમાં આ ચાર્જીસ કરવામાં આવ્યાં હતા. જેમાં વાહનચાલકોની ઝડપ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું.
પોલીસે સ્ટંટ ડ્રાઇવિંગ માટે 10 ચાર્જીસ, વધુ સ્પીડ માટે 10 ચાર્જીસ તેમજ બેદરકારીપૂર્વક ડ્રાઇવીંગ કરવા બદલ 5 ચાર્જીસ કર્યા હતા.
વ્યવસ્થિત ટ્રાફિકની સાથે વાહનચાલકોને ડ્રાઈવનો આનંદ આવે તેવી સ્થિતિના નિર્માણ માટે વોટરલૂ રીજનલ પોલીસ સતત અવેરનેસ ડ્રાઈવ પણ કરતી રહે છે.
નોંધપાત્ર વાત એ છે કે વોટરલૂ રીજનલ પોલીસનુ સૂત્ર છે કે વાહન ધીમે ચલાવો, કાળજીપૂર્વક વાહન ચલાવો અને રસ્તા તથા કોમ્યુનિટીને સુરક્ષિત રાખશે.