ઑન્ટારિયોમાં $35 મિલિયનના મેન્યુફેક્ચરિંગ ઇન્વેસ્ટમેન્ટ થશે

ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સનાં ટ્રેન્ટન અને સેન્ટ મેરીસમાં એક્સપાન્શનથી રોજગારીની 78 નવી તક સર્જાશે

સેન્ટ મેરીસઃ એક જ પારિવારની માલિકીની ફૂડ પ્રોસેસિંગ કંપની ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ દ્વારા ઓન્ટારિયોમાં $35 મિલિયનનું રોકાણ કરવામાં આવશે. જેને ઓન્ટારિયો સરકારે આવકાર્યું છે.  રોકાણનો ઉપયોગ ઉત્પાદન વધારવા માટે નવા સાધનો ઉમેરવા અને તેમની ટ્રેન્ટન અને સેન્ટ મેરીસ સુવિધાઓમાં નવી સારા પગારવાળી કુલ 78 નોકરીઓનાં સર્જન માટે કરવામાં આવશે.

ઇકોનોમિક ડેવલપમેન્ટ, જોબ ક્રિએશન અને ટ્રેડ મિનિસ્ટર વિક ફેડેલીએ જણાવ્યું હતું કે, “2018થી, અમે ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ જેવી કંપનીઓના આભારી છીએ કે જેમને કારણે ઑન્ટારિયોમાં 700,000થી વધુ જોબ્સ વધી છે. અમારી સરકાર સ્થાનિક ઉત્પાદકોને સપોર્ટ કરવામાં ગર્વ અનુભવે છે કારણ કે તેઓ એક્સપાન્ડ કરે છે અને વધુ સારા પગારવાળી નોકરીઓ આપે છે. ઓન્ટારિયોને પસંદ કરવા બદલ ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ તમારો આભાર.”

    છેલ્લાં બે વર્ષોમાં ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ (Tillsonburg Custom Foods) એ મીટ, ફ્રોઝન ફ્રુટ અને શાકભાજી મીક્સીસનું ઉત્પાદન  કરવા ઉપરાંત સોસેજ અને પેસ્ટ્રી પ્રોજક્ટસનો ઉમેરો કર્યો છે. સતત એક્સપાન્શન દ્વારા ટિલ્સનબર્ગ સ્થિત કંપનીએ ઓન્ટારિયોની ફૂડ સપ્લાય ચેનને મજબૂત બનાવવા સાથે સારા પગારવાળી નોકરીઓનું સર્જન કરી રહી છે. તદ્દઉપરાંત સમગ્ર ઓન્ટારિયોમાં કોમ્યુનિટીઝની લાંબા ગાળાની ઇકોનોમિક રિઝિલ્યન્સને સપોર્ટ કરી રહી છે. આ પ્રોજેક્ટને પ્રાંતના રીજનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા $5 મિલિયન પ્રાપ્ત થઇ રહ્યાં છે.

    ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સના પ્રેસિડેન્ટ એડ લેમર્સે જણાવ્યું હતું કે, “ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ સ્થાનિક સ્તરે રોકાણ કરવાનું ચાલુ રાખી લોકલ કોમ્યુનિટીને નોકરીઓ આપવા કામગીરીને એકસપાન્ડ કરાવામાં ગર્વ અનુભવે છે. રીજનલ ડેવલપેમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઑન્ટારિયો પ્રાંતના સપોર્ટ સાથે ટિલ્સનબર્ગ કસ્ટમ ફૂડ્સ દેશના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સતત આગળ રહેશે અને બટર ટાર્ટ્સ, મીટ પાઈ, એપેટાઇઝર અને ડોમેસ્ટીક કસ્ટમરની સાથે એક્સપોર્ટ માર્કેટ માટે ફુલ્લી કુક્ડ પ્રોડક્ટસ બનાવવાની અમારી કેપેબિલિટીઝમાં વધારો કરશે.”

    ઓન્ટારિયો તેના રીજનલ ડેવપલમેન્ટ પ્રોગ્રામ દ્વારા સમગ્ર પ્રાંતમાં કંપનીઓના વિકાસમાં મદદ કરવા માટે $140 મિલિયનનું રોકાણ કરી રહ્યું છે. આજની તારીખમાં ઓન્ટારિયોએ પ્રોગ્રામ દ્વારા 110થી વધુ પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા માટે $130 મિલિયન કરતાં વધુ આપ્યા છે તેમજ નવા રોકાણથી $1.4 બિલિયનથી વધુનો લાભ મેળવ્યો છે અને પ્રાંતમાં 2,600 થી વધુ નોકરીઓ આપવામાં મદદ કરી છે.

    #Tillsonburg #Custom-Food #expansion #new-job #Trenton #St.Marys

    Next Post

    નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે B.C.એ ફેડરલ ફેરફારો લાગુ કર્યા

    Tue Mar 5 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 B.C. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રોવિન્સીયલ એટેસ્ટેશન લેટર ઈશ્યુ કરશે આંતરરાષ્ટ્રીય અરજદારોને B.C.માં અભ્યાસ માટે અરજી કરવાની મંજૂરી આપવા માટે પ્રાંત એલિજીબલ પોસ્ટ-સેકંડરી સંસ્થાઓને ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જરૂરી એવા પ્રોવિન્સીલ એટેસ્ટેશન લેટર્સ આપવાનું શરૂ કરશે. નવી […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    સમાચાર હાઇલાઇટ્સ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share