B.C. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રોવિન્સીયલ એટેસ્ટેશન લેટર ઈશ્યુ કરશે
આંતરરાષ્ટ્રીય અરજદારોને B.C.માં અભ્યાસ માટે અરજી કરવાની મંજૂરી આપવા માટે પ્રાંત એલિજીબલ પોસ્ટ-સેકંડરી સંસ્થાઓને ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જરૂરી એવા પ્રોવિન્સીલ એટેસ્ટેશન લેટર્સ આપવાનું શરૂ કરશે.
નવી પ્રોવિન્સીલ એટેસ્ટેશન લેટર્સ સિસ્ટમ 4 માર્ચ, 2024થી અમલમાં આવશે. નવી સ્ટડી પરમીટ એપ્લિકેશન્સ માટે હવે પ્રોવિન્સીલ એટેસ્ટેશન લેટર્સ જરૂરી રહેશે. IRCC એ 22 જાન્યુઆરી, 2024ના રોજ નવી રિક્વાયરમેન્ટ્સની જાહેરાત કરી હતી.
પોસ્ટ સેકંડરી એજ્યુકેશન એન્ડ ફ્યુચર સ્કીલ્સ મિનિસ્ટર લિસા બેરે એ જણાવ્યું હતું કે, “અમારું મંત્રાલય એ નિશ્ચિત કરવા માટે પોસ્ટ-સેકંડરી સંસ્થાઓ પરની નકારાત્મક અસરોને ઓછી કરવા તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને B.C.માં અભ્યાસમાં સફળ થવાની મળે તે હેતુથી કામ કરી રહ્યું છે.
“જ્યારે બધા જ જાણે છે કે સ્થિરતા કોઈ માટે કામની નથી, ન વિદ્યાર્થીઓ માટે, ન અમારી કોમ્યુનિટી માટે. ફેડરલ કેપ બ્રિટિશ કોલંબિયાના યુનિક એનવાયરમેન્ટને પણ ધ્યાને લેતી નથી. કોઈપણ ફેરફારમાં બ્રિટિશ કોલંબિયાની જરૂરિયાતોને ધ્યાનમાં લેવાય તેની ખાતરી કરવા અમે ફેડરલ સરકાર સાથે કામ કરીશું. જેથી અમારી પાસે મેડ-ઇન-બી.સી. ઉકેલો હોય જે અમારા સંયુક્ત ગોલ્સ પર ધ્યાન આપે.”
પ્રોવિન્સિયલ એટેસ્ટેશન લેટર એ વિરિફિકેશન લેટર છે, જેને પ્રાંતમાંથી સંસ્થાને, પછી સંસ્થામાંથી આંતરરાષ્ટ્રીય અરજદારને મોકલાશે. લેટર સાબિતી તરીકે ગણાશે. અરજદારો તેમની સ્ટડી પરમિટની અરજી સાથે એટેસ્ટેશન લેટર સબમિટ કરશે. જે સંસ્થાઓ તેમનાં ફૂલ એલોકેશનનો ઉપયોગ કરે છે તેઓ આગામી વર્ષ માટે ફેડરલ સરકાર દ્વારા નવા એલોકેશન આપવામાં ન આવે ત્યાં સુધી વધુ અરજીઓ સબમિટ કરી શકશે નહીં.
B.C.નાં એલોકેશન 83,000 અંડરગ્રેજ્યુએટ સ્ટડી પરમિટ સુધી અરજીઓને મંજૂરી આપે છે. આ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે 2023માં અંદાજે 97,000 સ્ટડી પરમિટ એપ્લિકેશન્સ સાથે સરખાવવામાં આવી છે. અગાઉના એક્સેપ્ટન્સ રેટના આધારે, ફેડરલ સરકાર આશા રાખે છે કે તેના પરિણામે 2024 માટે અંદાજે 50,000 એપ્રુવ્ડ સ્ટડી પરમિટ એપ્લિકેશન્સ આવશે. જેને 2023માં B.C. માટે આપવામાં આવેલી અંદાજે 60,000 એપ્રુવ્ડ સ્ટડી પરમિટ સાથે સરખાવવામાં આવી છે.
પ્રોવિન્સિયલ એટેસ્ટેશન લેટર્સનું ડિસ્ટ્રીબ્યુશન પબ્લિક પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓ માટે 53% અને પ્રાઈવેટ સંસ્થાઓ માટે 47% પ્રમાણે કરાશે. આ ડિસ્ટ્રીબ્યુશન આ વર્ષ અને ભવિષ્યના વર્ષો માટે ગ્રોથને ધ્યાને રાખીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કાર્યક્રમોને જાળવી રાખવા માટે પબ્લિક પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓને સપોર્ટ કરવા પર આધારિત છે. આ નંબરો એટેસ્ટેશન લેટર્સના ફેડરલ એલોટમેન્ટ પર આધાર રાખે છે, તેને એપ્રુવ્ડ સ્ટડી પરમિટ ગણવામાં નથી આવતી.
આંતરરાષ્ટ્રીય વિઝા અરજીઓ પરના સંસદીય સચિવ રવિ પરમારે જણાવ્યું હતું કે, “અમારી સરકાર નવી ફેડરલ જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય વિઝા અરજીઓની મર્યાદાને ધ્યાનમાં રાખીને શક્ય એટલી ઓછી મુસ્કેલી આવે તે રીતે તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે. અમારી સરકારે તાજેતરમાં પોસ્ટ-સેકંડરી શિક્ષણની ગુણવત્તાને વધારવા અને બ્રિટિશ કોલમ્બિયનો જે આશા રાખે છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાયક છે તેવી ગુણવત્તા આપતી વખતે બી.સી.ની પ્રતિષ્ઠાને જાળવી રાખવા અને મજબૂત કરવા માટે જારી કરેલાં પગલાંનો અમલ કરવાનું ચાલુ રાખીશું.”
એલોટમેન્ટ પબ્લિક પોસ્ટ-સેકંડરી સંસ્થાઓને તેમના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કાર્યક્રમો ચાલુ રાખવા સસ્ટેનેબલ એનરોલમેન્ટની મંજૂરી આપશે. અનસસ્ટેનેબલ ગ્રોથ ધરાવતી પ્રાઈવેટ સંસ્થાઓને ઘટેલા એલોટમેન્ટની સૌથી વધુ અસર જોવા મળશે. 2023ની સરખામણીમાં ખાનગી સંસ્થાઓને 2024માં 27% ઓછી સ્ટડી પરમિટની અરજીઓ મળશે.
અંડરગ્રેજ્યુએટ પોસ્ટ-સેકંડરી ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ અને નોન-ડિગ્રી પ્રોગ્રામ્સમાં સ્નાતક વિદ્યાર્થીઓની મોટાભાગની નવી સ્ટડી પરમિટની એપ્લિકેશન્સ માટે પ્રોવિન્સિયલ એટેસ્ટેશન લેટરની જરૂર પડશે. સંસ્થાઓ તેમના એપ્લિકન્ટસને તેમની સ્ટડી પરમિટની અરજી સાથે ફેડરલ સરકારને સબમિટ કરવા માટે પ્રાંત તરફથી લેટર મળે તેવી વિનંતી કરશે.
કેટલાક એપ્લિકન્ટસને રિક્વાયરમેન્ટમાં છૂટ આપવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ;
- માસ્ટર અથવા ડોક્ટરલ ડિગ્રીના વિદ્યાર્થીઓ;
- કેનેડામાં પહેલાથી જ માન્ય અભ્યાસ પરમિટ ધરાવતા વિદ્યાર્થીઓ અથવા ઇન-કેનેડા વર્ક પરમિટ હોલ્ડર્સ અને તેમના કેનેડા પરિવારના સભ્યો;
- કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ કે જેમણે એક્સ્ટેંશન માટે અરજી કરી હોય અને
- જે વિદ્યાર્થીઓની અરજી 22 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 8:30 વાગ્યા પહેલા (ઈસ્ટર્ન ટાઈમ) મળી હોય.
પ્રાંત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને B.C.માં હાઈ ક્વોલિટી એજ્યુકેશન મળે તેની ખાતરી કરશે. આવતા વર્ષમાં, B.C.ની લેબર-માર્કેટ જરૂરિયાતોને ધ્યાને રાખીને કાર્યક્રમોને વધુ સારી ચલાવવા તેમજ શોષણ અટકાવવા માટે વિદ્યાર્થીઓ માટે સુરક્ષાને મજબૂત કરશે.
#B.C. #new-international-student #provincial-attestation-letter #post-secondary-institution #Immigration #IRCC