ભારતે જાન્યુઆરી 2024 માં પ્રજાસત્તાક તરીકે ૭૫માં વર્ષ ની ઉજવણી કરી.
દર વર્ષની જેમ, કેનેડાના બ્રામ્પટન શહેરમાં ભારતીય ડાયસ્પોરા એ પણ આ પ્રસંગની ઉજવણી કરી હતી. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સમર્થનથી -પ્રજાસત્તાક દિવસ 2024ની- પેનોરમા ઈન્ડિયા કાર્યક્રમ ની ઉજવણીની 28મી જાન્યુઆરી, 2024 ,પિયર્સન કન્વેન્શન સેન્ટર, બ્રેમ્પટન માંકરવામાં માં આવી હતી. આ કાર્યક્રમ માં કલા નું પ્રદર્શન અને લોકનૃત્ય સ્પર્ધા યોજાઈ હતી. આમાં Quarter final, semi final અને final, એમ ત્રણ રાઉન્ડ હતા.
ફાઇનલ માં ૧૫ જુદા જુદા રાજ્યો એ ભાગ લીધો હતો. અમને જણાવતા ખુબ આનંદ અને ગર્વ થાય છે કે આ સ્પર્ધા માં Kitchener ના SAKHI ડાન્સ ગ્રૂપે ઇનામ મેળવ્યું હતું. સખી ગ્રુપ નું ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિ ને આગળ લાવવી અને આવનારી પેઢી ઓને લોક નૃત્ય શીખવાડવાનું છે. આ ડાન્સ ની choroegraphy તેજલ ઉપાધ્યાય- જે SAKHI ગ્રુપ ના founder પણ છે, એમને કરી હતી.
આ ગરબા માં જુદા જુદા પ્રકાર -જેમ કે બે તાળી, રાસ, ઘોડો, બધા નોજ સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે માતાજી ની માંડવી, દાંડિયા, ટિપ્પણી નો પણ ઉપયોગ થયો હતો. જે Judges ને ખુબ ગમ્યું હતું.
આ ગરબા માં તેજલ ઉપાધ્યાય,અંકિતા ભટ્ટ,યેષા દેસાઈ,પ્રાપ્તિ પટેલ, ઝીલ વ્યાસ, પ્રિષા પટેલ,સુનેરી પટેલ, એકતા પટેલ , મેઘા પટેલ ભાગ લીધો હતો.