22 September 2026

પેનોરમા ઇન્ડિયા કાર્યક્રમ ની ઉજવણીમાં કિચનર ના સખી ગ્રુપનો ધમાકેદાર પર્ફોર્મન્સ

ભારતે  જાન્યુઆરી 2024 માં પ્રજાસત્તાક તરીકે ૭૫માં  વર્ષ ની ઉજવણી  કરી.

 દર વર્ષની જેમ, કેનેડાના બ્રામ્પટન શહેરમાં ભારતીય ડાયસ્પોરા એ પણ આ પ્રસંગની ઉજવણી કરી હતી. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સમર્થનથી -પ્રજાસત્તાક દિવસ 2024ની- પેનોરમા ઈન્ડિયા કાર્યક્રમ ની  ઉજવણીની  28મી જાન્યુઆરી, 2024 ,પિયર્સન કન્વેન્શન સેન્ટર, બ્રેમ્પટન માંકરવામાં માં આવી હતી. આ કાર્યક્રમ માં કલા નું પ્રદર્શન અને લોકનૃત્ય  સ્પર્ધા  યોજાઈ હતી. આમાં Quarter final, semi final અને final, એમ ત્રણ રાઉન્ડ હતા.

    ફાઇનલ માં  ૧૫ જુદા જુદા રાજ્યો એ ભાગ લીધો હતો. અમને જણાવતા ખુબ આનંદ અને ગર્વ થાય છે કે આ સ્પર્ધા માં  Kitchener ના SAKHI ડાન્સ ગ્રૂપે ઇનામ મેળવ્યું હતું. સખી ગ્રુપ નું ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિ ને આગળ લાવવી અને આવનારી પેઢી ઓને લોક નૃત્ય શીખવાડવાનું છે. આ ડાન્સ ની choroegraphy તેજલ ઉપાધ્યાય- જે SAKHI ગ્રુપ ના founder પણ છે, એમને કરી હતી.

    Sakhi Group, Kitchener Performance at Panorama India 26th January Celebration, Brampton, ON, CANADA

    આ ગરબા માં જુદા જુદા પ્રકાર -જેમ કે બે તાળી, રાસ, ઘોડો, બધા નોજ સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે સાથે  માતાજી ની માંડવી, દાંડિયા, ટિપ્પણી નો પણ ઉપયોગ થયો હતો. જે  Judges ને ખુબ ગમ્યું હતું.

    આ ગરબા માં તેજલ ઉપાધ્યાય,અંકિતા ભટ્ટ,યેષા દેસાઈ,પ્રાપ્તિ પટેલ, ઝીલ વ્યાસ, પ્રિષા પટેલ,સુનેરી પટેલ, એકતા પટેલ , મેઘા પટેલ ભાગ લીધો હતો.

      Share with friends

      What do you feel about this?

      You may have missed

      Total
      0
      Share