‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, “ઉદીયમાન ભારત (BHARAT Rising)”

‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising)

“ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising) ના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિરજા ગુપ્તા સહિત, પ્રજ્ઞા પ્રવાહના કન્વીનર જે. નંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિચાર મંચ, ત્રણથી વધુ દાયકાથી ગુજરાતમાં વૈચારિક ક્ષેત્રે કાર્યરત છે જે, રાષ્ટ્રીય હિતના વિષય પર સેમિનાર, વાર્તાલાપ અને ચર્ચાઓનું આયોજન કરે છે.

“ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત, બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ઉદીયમાન ભારત (BHARAT Rising); ના પ્રથમ દિવસે, રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ ઉદ્ઘાટન સત્રની શરૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, WHO માં સેન્ટર ફોર મેડિસિન બન્યું, જેનું કેન્દ્ર ગુજરાતનાં જામનગરમાં બન્યું. આવનાર સમયમાં ભારત વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિમાં ભારત વિશ્વ ગુરુ બનશે, તે છે રાઈસિંગ ભારત, પુનઃપ્રાપ્ય ઊર્જામાં સૌર ઊર્જાનું કેન્દ્ર ભારતમાં છે, એ છે રાઈસિંગ ભારત, અને સાંસ્કૃતિક મૂલ્યો માટે એટલું જ કહેવું છે કે, સમગ્ર વિશ્વના ઇતિહાસમાં ભાઈ – ભાઈને મારીને ગાદી પર બેઠો છે, દીકરો પોતાના પિતાને મારીને ગાદી પર બેઠો છે, ત્યારે ભગવાન શ્રી રામના જીવન મૂલ્યો દ્વારા સમગ્ર વિશ્વને એક શીખ મળશે. અને અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિર દેશના યુવાનો માટે પથદર્શક બનશે. ભારતની ઇરછા મિલીટરી, આર્થિક, કે પછી ઇન્ટલએકચ્યુલ સુપર પાવર બનવાની નથી પરંતુ, વિશ્વગુરુ બનવાની છે. જાપાન અને સિંગાપુર જેવા દેશો નાણાં અને તકનિકની દ્રષ્ટિએ અગ્રેસર છે પરંતુ, વિશ્વ ગુરુ બનવા માટે મૂલ્યોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા પડે, જે ભારત કરશે. અને એ પણ ભગવાન શ્રી રામના માધ્યમથી શક્ય બનશે.

વક્તા શ્રી ત્રિવેદીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતી પર ઊભા રહીને કહી રહ્યો છું કે, આઝાદીની ચળવળનું નેતૃત્વ ગાંધીજીએ ગુજરાતની ધરતી પરથી કર્યું હતું, તેમજ સ્વતંત્ર ભારતને એક અખંડ સ્વરૂપ પણ સરદાર પટેલે અહીંથી જ આપ્યું હતું. તો પછી, દેશને ખંડિત કરવા વાળા જિન્નાહ પણ ગુજરાતના જ હતા. આમ, સમાજમાં બંને પ્રકાની શક્તિઓ એક સ્થાન પરથી ઉદ્ભવતી હોય છે. અને તેવી જ રીતે આજે ભારતને રાઇઝ કરાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતથી જ આવ્યા છે. અને તેમને રોકવા માટે જિન્નાહની માનસિકતા વાળા લોકો પણ છેલ્લા બે દાયકાથી મોદીજીને રોકવાના નિરર્થક પ્રયાસો કરતાં રહ્યા, પરંતુ ત્યારે પણ ના રોકી શક્યા અને આવનાર સમયમાં પણ તેઓ BHARAT RISING” અટકાવી શકશે નહીં. આ ઉપરાંત, વક્તા શ્રીએ ભારત રાયસિંગના પરિપેક્ષ્યમાં, લુકઈસ્ટ પોલિસી, અંગ્રેજી મહિનાઓનું ભારતીય મૂળ, વૈદિક એસ્ટ્રોલોજી અને ભારતનું યોગદાન, રામમંદિર પહેલા દેશમાં થયેલ વિકાસ અંગે આંકડાકીય માહિતી આપી, અનેક વિષયો આવરી લીધા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવનાર સમયમાં આપણે સૌએ પાંચ કાર્યો કરવાના છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે, જેના માટે ગુલામીની માનસિકતાથી મુક્ત થવું પડશે, ભારતીય વિરાસત અને મૂલ્યોને સમજવાં પડશે, તેમજ આપણા કર્તાવ્યોનું પાલન કરવું પડશે અને, આ કર્તવ્યોનું પાલન કરવા સામૂહિક પ્રયાસ કરવા પડશે. પોતાના સંબોધનમાં સુધાંશુ ત્રિવેદીએ, “BHARAT RISING” ના પરિપેક્ષ્યમાં પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, વર્ષ 2010 માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બારાક ઓબામાએ કહ્યું હતું કે, INDIA IS NOT EMERGING, BUT INDIA HAS EMERGED.

વક્તા શ્રી એ વ્યક્તવ્યના અંતમાં કહ્યું હતું કે, મહાશિવરાત્રિ આવી રહી છે, ત્યારે એક વાત કહેવી રહી કે, આજની યુવા પેઢીને ભગવાન શિવ પર દૂધ કેમ ચઢાવવામાં આવે છે તે તાર્કિક કારણો સાથે સમજવું છે પરંતુ, તેઓ ફાટેલા જીન્સ કયા કારણોસર પહેરે છે તેના માટે તેમને કોઈ પ્રશ્ન કે પછી તર્ક નથી થતો.

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः" અર્થાત, વિશ્વભરમાંથી આવતા શુભ વિચારોનું સ્વાગત છે, આ સૂત્રને સમર્પિત “ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત "ઉદીયમાન ભારત" ની થીમ પર આયોજિત પરિસંવાદનો ઉદ્દેશ્ય, સાંસ્કૃતિક વારસો, સામાજિક-આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય ઓળખ અંગેની ચર્ચાઓને સમાવિષ્ટ કરી, ઉજ્જવળ ભવિષ્ય તરફ ભારતની યાત્રાના વિવિધ પરિમાણોને શોધવાનો છે. રાજ્ય સહિત, સમગ્ર દેશમાંથી 900 થી વધુ બૌદ્ધિકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમના બીજા દિવસે, અન્ય વક્તાઓ, "ઉદીયમાન ભારત" ના પરિપેક્ષ્યમાં પોતાના વિચારો રજૂ કરશે.

Share with friends

Next Post

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત

Sat Mar 2 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા ૨૭ ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે : તંત્રને સહકાર આપવા અનુરોધ પર્યાવરણ માટે હાનિકારક […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Editor in Chief

Ethan Hunt

Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

Quick Jump

Newsletter

Total
0
Share