23 July 2026

ગુજરાતમાં બનશે 38 કિમીલાંબો વિશ્વના સૌથી મોટો રિવરફ્રન્ટ

1
riverfront

Ahmedabad Sabarmati-Riverfront, Gujarati India

અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો રીવરફ્રન્ટ આકાર લઇ રહ્યો છે. સાબરમતી રીવરફ્રન્ટ વાસણા બેરેજથી ડફનાળા સુધી તૈયાર છે. ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા હાથમાં લેવામાં આવી છે. આમ અમદાવાદનો રીવરફ્રન્ટ હવે ગાંઘીનગર સંત સરોવર સુધી વિસ્તારમાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનો સાબરમતી રીવરફ્રન્ટ વાસણાથી ગાંધીનગરના સંત સરોવર સુધી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. હાલના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ડફનાળાથી ઇન્દીરાબ્રિજ સુઘીના બન્ને બાજુ રીવરફ્રન્ટ બનાવવાની કામગીરી હાથમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે ફેઝ-2 પુર્ણ થયા બાદ ફેઝ-3ની કામગીરી કરાશે. જેમાં ઇન્દિરા બ્રિજથી રીંગ રોડ સુઘી જ્યાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની હદ લાગે છે ત્યાં સુધી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે. અને ત્યારબાદ ફેઝ-4 અને ફેઝ-5માં ગીફ્ટ સીટી સુધી અને ત્યારબાદ ગાંઘીનગર સંત સરોવર સુધી રીવરફ્રન્ટ બનાવાશે, આમ વિશ્વમાં બે શહેરોને જોડતો પ્રથમ અને લાંબો રીવરફ્રન્ટ અમદાવાદ-ગાંઘીનગરમાં જોવા મળશે.

અમદાવાદ શહેરની ઓળખ બનેલા સાબરમતી રિવરફ્રન્ટ હવે ગાંઘીનગરની પણ ટુંક સમયમાં ઓળખ બનવા જઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગાંઘીનગરના ગીફ્ટ સીટીમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી રહી છે, અનેક વૈશ્વિક કંપનીઓ પોતાની ઓફિસ પણ તૈયાર કરી છે ત્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંઘીનગર જવા VVIP ને જનરલ રોડ પરથી પસાર ન થવુ પડે અને થોડી ગણતરીની મિનિટોમાં ગીફ્ટ સિટી પહોંચી શકાય તે માટે વિશેષ વ્યવ્સ્થા સાથેનો રોડ પણ તૈયાર કરાશે. જેમાં અમદાવાદ રીવરફ્રન્ટની જેમ ટ્રાફિક સિગ્નલ, પોલીસ ચોકી સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવશે, ઉપરાંત આમ હવે કોઇ પણ VVIP ગણતરીની મિનીટો માંજ અમદાવાદ એરપોર્ટ થી ગિફ્ટ સીટી સુઘી પહોચી શકે તે માટે સદર બજારથી ટોરેન્ટ બ્રિજ સુઘી વિશેષ બ્રિજ પણ તૈયાર કરવામાં આવશે. આ માટે AMC દ્વારા 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આમ અમદાવાદના રીવરફ્રન્ટના ફેઝ 3 અને 4માં પશ્ચિમ ખાતે બાયોડાયર્વસીટી પાર્ક તથા યોગા સેન્ટર પણ તૈયાર કરવામાં આવશ, ઉપરાંત નદીના પુર્વ અને પશ્ચિમ કિનારે લોઅર પ્રોમીનાડમાં એટલે કે રીવરફ્રન્ટના નીચલા ભાગમાં ગ્રીન વોલ પણ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત ફુટ કોર્ટ, ગાર્ડન અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવશે. આમ નર્મદા કેનાલ સુધી  AMC હદ લાગે છે ત્યાં સુધી AMC દ્વારા રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવશે ત્યારબાદ ગિફ્ટ સિટી અને રાજ્ય સરકાર દ્વારા આગામી તબક્કાનું કામ કરીને સાબરમતી રિવરફ્રન્ટને સંત સરોવર સુધી પહોંચાડવામાં આવશે.

એટલે જ મોદીના વિઝન અને મિશનની પ્રશંસા કરવામાં આવે છે. તેમને કંડારેલા પથ ઉપર ગુજરાત સરકાર પ્રશસ્ત થઇ રહી છે.

#AHMEDABAD #Sabarmati-riverfront #longest-riverfront #PHASE-2 #Gandhinagar #giftcity

Share with friends

What do you feel about this?

You may have missed

Subscribe To Our Newsletter

Total
0
Share