- ગર્ભગૃહમાં લેન્સ અને અરીસાનું એવું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે કે રામનવમીના દિવસે સૂર્યનું કિરણ રામલલ્લાના ભાલ પર પડશે
ભગવાન રામ સાથે સનાતનીઓની આસ્થા જોડાયેલી છે. ભગવાન રામને લઇને વધુ એક સમાચાર એ મળી રહ્યાં છે કે, ભગવાન રામના કપાળે પણ સૂર્યતિલક થાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ભક્તોમાં આનંદ ઉપરાંત સૂર્ય તિલક સાથે ભગવાનના દર્શનની અત્યારથી જ તાલાવેલી જોવા મળી રહી છે.
અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાની મૂર્તિને ચૈત્ર મહિનાની નવમી તિથિએ સૂર્યનાં કિરણોનું તિલક થાય એ રીતની ટેક્નૉલૉજી ગર્ભગૃહમાં કરવામાં આવી છે. ગર્ભગૃહમાં લેન્સ અને અરીસાનું એવું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે કે રામનવમીના દિવસે સૂર્યનું કિરણ રામલલ્લાના ભાલ પર પડશે. આ સિસ્ટમ સીએસઆઇઆર-સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ્સે ડિઝાઇન કરી છે, જેથી રામનવમીએ બપોરે ૧૨.૦૬ વાગ્યે રામલલ્લાના ભાલ પર સૂર્યતિલક થશે.
શ્રીરામ જન્મભૂમિ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ જ્યારે આ ટેક્નૉલૉજીનો એક્સપરિમેન્ટ થઈ રહ્યો હતો ત્યારે આ આ વાત મીડિયા થકી વાચકો સાથે શૅર કરી હતી. તાજેતરમાં સીબીઆરઆઇના ચીફ સાયન્ટિસ્ટ આર. ધરમરાજુએ કહ્યું હતું કે ‘આ ઘટના નિર્મિત થાય એ માટે મંદિરના ત્રીજા માળ પાસે ઑપ્ટિકલ લેન્સ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા છે જે ગ્રાઉન્ડ ફ્લોર સુધી મૂકેલી પાઇપમાં અનેક રિફ્લેક્ટર્સ દ્વારા સૂર્યનાં કિરણોને લાવશે અને એક્ઝૅક્ટ તિલક જેવો પ્રકાશ મૂર્તિના લલાટ પર થશે.’ તિલકની ડિઝાઇન એસ. કે. પાણીગ્રહી નામના સાયન્ટિસ્ટની ટીમ દ્વારા થઈ છે.
#RAM #ram-madir #ayodhya #UP #yogi #narenramodi #PMOindia #gujarat #gujarati