વાહનચોરે ઓન્ટારિયો પોલીસ ઓફિસરને 50 મીટર ઢસડ્યા

મોન્ટેરીયલ, ક્યુબેકઃ વાહનનો ની ચોરીઓ એ કેનેડા માં મોટું સ્વરૂપ પકડ્યું છે, હાલ માંજ ઓન્ટારિયોનાં મિલ્ટનમાં બે વ્યક્તિ ઓ ટોયોટા ટુન્દ્રા પીકઅપ ટ્રક ની ચોરી કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. બંનેએ ભાગવાના પ્રયાસમાં પીછો કરનાર પોલીસ અધિકારીને 50 મીટર સુધી ઢસડ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ આરોપોનો સામનો કરી રહ્યો છે જ્યારે અન્ય એકની શોધ કરવામાં આવી રહી છે.

હાલ્ટન રીજિયોન પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના ગયા બુધવારે સવારે 3 વાગ્યા પછી વુડવર્ડ એવન્યુ અને થોમ્પસન રોડ નોર્થ નજીક બની હતી. તપાસ અધિકારીઓનું કહેવું છે કે શંકાસ્પદ વ્યક્તિઓ 2024 ટોયોટા ટુંડ્રાની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેની બાતમી મળતા પોલીસ ક્રુઝર્સે તેમને ઘટનાસ્થળે ધસી જઇ આંતર્યા હતા.

HRPSના સ્પોક્સપર્સને એક ઈમેલમાં જણાવ્યું હતું કે, “શંકાસ્પદ વાહનમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવાના પ્રયાસ કરતી વખતે એક પોલીસ અધિકારીને લગભગ 50 મીટર સુધી ઢસડવામાં આવ્યાં હતા. જેને પગલે પોલીસ અધિકારી ઢસડાઈને જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં તેમને નાની-મોટી ઈજા થવા પામી હતી.”

વાહનચોરીના પ્રયાસ કરતી વખતે ડ્રાઇવર ભાગી ગયો હતો. જોકે તેનો એક સાથી ભાગતી વેળા એક મકાનના પાછળના ભાગમાંથી ઝડપાઇ જતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

મોન્ટેરીયલ ના 23 વર્ષીય યુવકની ઓળખ થઇ હોવાનું એક રિલીઝમાં જણાવાયું છે. હાલ તેની ઉપર ત્રણ આરોપોનો લગાવવામાં આવ્યાં છે. જેમાં ચોરી અને પીસ ઓફિસરના કાર્યમાં બાધા નાખવાના આરોપનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે, તે પહેલેથી જ કોર્ટમાંથી રીલીઝ ઓર્ડર પર એ શરતે મુક્ત થયો હતો જેમાં તેને ક્યુબેક છોડવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

અહીં આ ઉલ્લેખકનીય છે કે વાહનો ની ચોરીઓ ઓન્ટારીઓ સહીત પુરા કેનેડા માં ખૂબ મોટા પ્રમાણ માં વધી રહી છે તે માટે પોલિસ, પ્રોવીન્સીઅલ તેમજ ફેડરલ સરકાર દ્વારા વાહનોની ચોરી અટકાવવા માટે જરૂરી પગલાં પણ લેવાય રહ્યા છે

Ontario #police-officer-dragged #auto-theft #suspect-arrest #Montreal #Milton #escape

Next Post

ઈમિગ્રેશન મંત્રીએ વિઝા નો દુરુપયોગ કરતી ખાનગી ઇન્સ્ટિટ્યૂશનો ને બંધ કરવાની ચેતવણી આપી

Tue Feb 27 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે  જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share