શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હેમિલ્ટન ખાતે બે દિવસીય બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમા 45 ઉપરાંત બાળકો જોડાયા . શિબિર નો ટોપિક હતો ‘Power of Sang ‘. કેનેડા માં રહેવા છતાં જો સારો સંગ મળે તો બાળકોમાં કેટલા સારા સંસ્કારો નું સિંચન કરી શકાય તેની એક ઝલક આ શિબિર માં જોવા મળી.
પ્રથમ દિવસ ની શરૂઆત યોગ અભ્યાસ દ્વારા કરવામાં આવી. સવાર નો નાસ્તો કર્યા બાદ બાલ સંસ્કાર શિબિર નું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. બાળકો ને હિન્દૂ ધર્મના પાયારૂપ એવા થોડા સંસ્કૃત ના શ્લોકો શીખવામાં આવ્યા. બપોરે શુદ્ધ સાત્વિક ભોજન કરાવ્યા બાદ બાળકો ને અનેક કલાત્મક પ્રવૃત્તિ કરાવવામાં આવી. બાળકો ને સત્સંગ અને કુસંગ ની જીવન પર થતી અસરો વિશે સમજ આપતી ગ્રુપ ગેમ્સ રમાડવામાં આવી. દિવસ ના અંતે બાળકોએ આરતી સ્તુતિ પ્રાર્થના કરી ને ભોજન પ્રસાદ લીધા બાદ જાતેજ પોતાની પથારી કરી. ભગવાન ના ચરિત્રો એક બીજાને સંભળાવી ને ભગવાન નું નામ સ્મરણ કરતા કરતા બાળકો સુતા.
બીજા દિવસે સવારે ૬.૩૦ વાગ્યે બાળકો જાગ્યા અને જાતે પોતાની પથારી સંકેલી સ્નાન વેગેરે ક્રિયા પતાવી. ત્યારબાદ મંદિર માં બાળકો સમૂહ પૂજા માટે એકત્રિત થયા. બાકળો ને પૂજા કેવી રીતે કરવી, તિલક ચાંદલા કરવાના ફાયદાઓ, કીર્તનો નો રાગ વગેરે શીખવવામાં આવ્યું. બાળકોના વાલીઓએ જણાવ્યું કે આ અનુભવ એમના બાળકો માટે જીવનભર ની યાદી બની રહેશે. પૂજા બાદ બાળકો ને યોગા કરાવ્યા બાદ નાસ્તો કરાવવા માં આવ્યો અને પછી ઘણી બધી ગેમ્સ રમાડવામાં આવી. બપોર ના ભોજન બાદ એક મહત્વપૂર્ણ સેશન રાખવામાં આવ્યો. જેમાં બાળકો ને એક આદર્શ વિદ્યાર્થી કેમ બનવું, એક આદર્શ પરિવારના સભ્ય કેવીરીતે બનવું, અને એક સારા સત્સંગી કેવી રીતે બનવું એ શીખવવામાં આવ્યું. સાંજે બાળકો એ ભગવાન ની આરતી કરી પછી બાળકો ને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંતે જમ્યા બાદ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ સૂત્ર ને સાર્થક કરવા બાળકો એ ગુરુકુલ ની સાફ સફાઈ કરી, આઈસ્ક્રિમ ની મજા માણી અને ગુરુકુલ ની વિદાય લીધી.