દુનિયાભરના પાંચ કરોડ શ્રદ્ધાળુ દર વર્ષે અયોધ્યા દર્શને આવશે

  • રામ મંદિરથી થશે રૂ. 85 હજાર કરોડનો લાભ
  • અયોધ્યામાં મિલકતોના ભાવ આસમાને પહોંચ્યા
  • ભગવાન રામની ઝાંખી મેળવવા દર્શનાર્થીઓની ભીડ

ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં, વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે. એક તરફ રામ મંદિરનું ઉદઘાટન લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, તો બીજીતરફ 85000 કરોડ રૂપિયાના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે, જેમાં વેપાર, ઉદ્યોગને પણ હરણફાળ ગતિ મળતા ઉપરાંત પર્યટન ઉદ્યોગની ક્ષમતામાં પણ ધરખમ વધારો થયો છે.

અયોધ્યાની પ્રગતિ વિશે ગ્લોબલ બ્રોકરેજ જેફરીઝે રિપોર્ટ (Jefferies Report) જાહેર કર્યો છે. રામ મંદિરની સ્થાપના થયા બાદ રોજગાર વધવા ઉપરાંત વેપાર-ઉદ્યોગને પણ નવો રાહ મળ્યો છે. રિપોર્ટમાં મંદિરથી ઉભો થનાર આર્થિક પ્રભાવનો પણ ઉલ્લેખ કરાયો છે. અયોધ્યામાં થયેલો વિકાસ અને રામ મંદિર દર વર્ષે 5 કરોડથી વધુ પર્યટકોને આકર્ષિક કરશે. બ્રોકરેજે કહ્યું કે, અયોધ્યા રામ મંદિર સાર્થક રીતે એક મોટો આર્થિક પ્રભાવ ઉભો કરી શકે છે. ઉલ્લેખનિય છે કે, ઘણી એરલાઈન્સે અયોધ્યા માટે ફ્લાઈટો શરૂ કરી છે. હોસ્પિટાલિટી સેક્ટરમાં ટાટાની ઈન્ડિયન હોટલ્સ લિમિટેડ સહિત ઘણી કંપનીઓએ પ્રોજેક્ટો શરૂ કરી દીધા છે.

જેફરીઝના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આર્થિક દ્રષ્ટિએ અયોધ્યાના રામ મંદિરથી મોટો પ્રભાવ પડવાનો છે, જેમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે તેમજ દર વર્ષે પાંચ કરોડ શ્રદ્ધાળુઓ અને પર્યટકો મંદિરની મુલાકાત લેશે. રિપોર્ટ મુજબ 85000 કરોડ રૂપિયાના રોકાણનું મેકઓવર ચાલી રહ્યું છે, તેમાં નવું વિમાની મથક, નવું રેલવે સ્ટેશન, ટાઉનશિપ, રોડ કનેક્ટિવિટી સામેલ છે. ઉપરાંત આગામી સમયમાં નવી હોટલો અને અન્ય ફાઈનાન્શિયલ એક્ટિવિટીઝથી આર્થિક વિકાસમાં ધરખમ વધારો થવાની સંભાવના છે.

રિપોર્ટ મુજબ મુખ્ય તીર્થસ્થળમાં એક સાથે લગભગ 10 લાખ ભક્તો સમાઈ શકે છે. અયોધ્યામાં દૈનિક એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. દેશના ઘણા લોકપ્રિય ધાર્મિક પ્રવાસન સ્થળોની લગભગ ત્રણ કરોડ પ્રયટકો મુલાકાત લે છે.

બ્રોકરેજના રિપોર્ટ મુજબ અત્યાર સુધી અયોધ્યા એક પ્રાચીન શહેર તરીકે ઓળખાતું હતું, જોકે હવે રામ મંદિરનું નિર્માણ થયા બાદ ધાર્મિક નગરી અધ્યાત્મિક પ્રવાસ કેન્દ્રમાં બદલવા તૈયાર થઈ ગઈ છે. નવું રામ મંદિર 1800 કરોડ રૂપિયાના ખર્ચે બનીને સંપૂર્ણ તૈયાર થશે. અયોધ્યાના રામ મંદિરથી હોટલ, એરલાઈન્સ, હોસ્પિટાલિટી, એફએમસીજી, ટ્રાવેલ એડવાઈઝર, સિમેન્ટ સહિત ઘણા સેક્ટરોને લાભ થશે. નાણાંકીય વર્ષ 2019 (કોવિડ અગાઉ) જીડીપીમાં પ્રવાસન સેક્ટરે 194 અબજ ડોલરનું યોગદાન નોંધાયું હતું અને નાણાંકીય વર્ષ 2023 સુધીમાં 8 ટકા સીસીઆરથી વધી 443 અબજ ડૉલર થવાની સંભાવના છે.

એકતરફ ઈન્ડિગોથી લઈને એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ, આકાશ એર સહિતની તમામ એરલાઈન્સો અયોધ્યા માટે ફ્લાઈટો શરૂ કરવા કમર કસી રહી છે. તો બીજીતરફ IRTCTએ ટૂર પેકેજની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, અયોધ્યામાં દર્શનાર્થીઓની સંભવિત મુલાકાતને પગલે આખા ક્ષેત્રમાં મિલકતના ભાવ આસમાને પહોંચ્યા છે. વળી વિકાસકાર્યો ચાલુ હોવાથી અનેક કંપનીઓને અહીં પ્રોજેક્ટ શરૂ કરવામાં રસ છે. જેથી અયોધ્યા ક્ષેત્રનો આગામી સમયમાં ખૂબ વિકાસ થશે અને સ્થાનિકોના જીવનધોરણમાં પણ આમૂલ પરિવર્તન આવશે તેવી અપેક્ષા  સેવાઈ રહી છે. #Ayodhya #Ram-Mandir #Jefferies-Report #Ayodhya-Tourist #RAM #tourism #development

Next Post

પરમ પિતા પરમાત્મા નો સત્યપરિચય

Fri Jan 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. કોઈપણ માનવ આત્માનો પરિચય પાંચ માપદંડનાં આધારે […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share