શાળાના સ્નેક્સ પ્રોગ્રામ્સનો એક જ સંદેશ છે કે તેની સખત જરૂર છે
ટોરોન્ટોઃ એક આખા ટેન્જેરીનને બદલે અડધુ, અડધું બાફેલું ઈંડું અથવા એક કાપેલું સફરજન સમગ્ર ઓન્ટારિયો સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ વધુને વધુ અપૂરતા ભંડોળને વધારવાના પ્રયાસો કરી રહ્યું છે.
પ્રોવિન્સને આવા ઈનિશિયેલીવને ચલાવવા માટે બમણાં ભંડોળની જરૂર છે અને હાલના કાર્યક્રમોની વધતી ડિમાન્ડ જે પ્રોવિન્સના ધ્યાને છે તેને પણ પૂર્ણ કરી શકાય એવી નથી. સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ્સ અને તેના સમર્થકોએ સ્પ્રીગ બજેટ પૂર્વે સરકાર સમક્ષ આ વાત જણાવી હતી.
સ્ટુડન્ટ ન્યુટ્રિશન ઓન્ટારિયો નેટવર્કના મેનેજર વિવિયાન ડેગાગ્ન(Viviane Dégagné)એ પ્રિ-બજેટ કમિટી જણાવ્યું હતું કે, “વધતા જતા ફૂડ ઇન્ફલાશને આખા પ્રોવિન્સમાં વિદ્યાર્થીઓના પોષણ વ્યવસ્થાને ખોરવી નાખી છે. કારણ કે, વિદ્યાર્થીઓ માટે જરૂરી માત્રામાં ફૂડ ખરીદવા આવશ્યક નાણા ભંડોળ ખૂબ ઓછું છે.”
તેમણે ગંભીર સ્વરે ઉમેર્યુ હતું કે, “COVID ની અસરો હેઠળ પરિવારો માટે વધતી જતા ફુગાવા અને અમારા પ્રાંતમાં નવા ઇમિગ્રન્ટ્સની સંખ્યાને કારણે અમારા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓનું વધી રહેલું પાર્ટીશીપેશન તેમાં ઉમેરો કરી રહ્યું છે અને અમારી પાસે હવે મોટી સમસ્યા આવીને ઉભી છે.”
કોએલિશન ફોર હેલ્ધી સ્કૂલ ફૂડનું ઓન્ટારિયો ચેપ્ટરે પ્રાંતને વિદ્યાર્થી પોષણ કાર્યક્રમોમાં તેના વર્તમાન રોકાણને 2024માં કુલ $32.3 મિલિયનથી વધારી $64.4 મિલિયન કરવા માટે જણાવ્યું છે. જે આ સ્થિતિ કેટલી ગંભીર છે તેની તરફ ઈશારો કરે છે.
ન્યુટ્રિશન ફોર લર્નિંગ ઇન વોટરલૂ રીજનના CEO એરિન મોરાઘન એ જણાવ્યું હતું. સ્ટુડન્ટ ન્યુટ્રિશન પ્રોગ્રામ બેન્ડ-એઇડ તરીકે વધુ અસરસકારક ભૂમિકા નિભાવતો હતો. જોકે, કેટલાક પરિવારો માટે તે ફીલ ઇન ધી ગેપ્સ જેવો હતો અથવા બપોરનું ભોજન ભૂલી ગયેલા બાળકને મદદ કરતો હતો, પરંતુ હવે તેની વધુ જરૂરિયાતો ઉભી થઇ છે.
તેમણે એક ઇન્ટરવ્યુમાં માહિતી આપી હતી કે, “સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ્સ એવા છે કે તેની ઉપર પરિવારો વધુ નિર્ભર બની રહ્યાં છે અને હકીકતે ઉકેલ એ છે ઘણી વખત તેઓ તેમને ગ્રોસરી પરવડતી નથી. પરિણામે તેઓ આ પ્રોગ્રામ્સ પર વધુ નિર્ભર બની રહ્યાં છે.”
મિનિસ્ટ્રી ઓફ ધી કોમ્યિનિટી, ચીલ્ડ્રન એન્ડ સોસિયલ સર્વીસીસ સમગ્ર પ્રોવિન્સમાં નાસ્તા અને ભોજનના કાર્યક્રમો માટે 14 મુખ્ય એજન્સીઓને ભંડોળ પુરું પાડે છે. કેટલાક શાળા બોર્ડ અથવા વિસ્તારની શાળાઓમાં પૈસા ટ્રાન્સફર કરે છે અને સંચાલકો અથવા શિક્ષકો જેવા સ્વયંસેવકો ખોરાકનો ઓર્ડર આપે છે અને ખાતરી કરે છે કે તે વિદ્યાર્થીઓને પુરું પડી શકાય. અન્ય પ્રદેશોમાં અગ્રણી એજન્સીઓ લોજિસ્ટિક્સનું સંચાલન કરતી નોન-પ્રોફિટ સાથે પાર્ટનરશીપ કરે છે.
ઓછી આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને જ ફૂડ આપવામાં નથી આવતું કારણ કે પ્રોગ્રામનો મુખ્ય સિદ્ધાંત યુનિવર્સાલિટી છે.
મોરાઘન એ જણાવ્યું હતું કે, “અત્યંત આવશ્યક સ્થિતિમાં રહેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવા એ અપમાનજનક, શરમજનક અને અલગતાની લાગણીઓને કાયમી બનાવે છે.”
“તેથી જ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યાર્થી કે જેને કદાચ વર્ગખંડમાં ફૂડની જરૂર ન હોય ત્યારે તેના માટે પણ તે પહોંચે છે, તે કોઈપણ વિદ્યાર્થીઓને આગળ આવી તેની જરૂર મુજબનું લેવાની સોસિયલ પરવમીશન આપે છે અને એ પણ કોઇ જજમેન્ટ લીધા વિના.” તેમ તેમણે ઉમેર્યું હતું.
મોરાઘનના વોટરલૂ પ્રદેશ કાર્યક્રમને ગયા વર્ષે તેની લગભગ 30 ટકા આવક પ્રાંતમાંથી મળી હતી, બાકીની ભાગીદારી, કોમ્યુનિટી ડોનર્સ અને પેરેન્ટ કોન્ટ્રીબ્યુશન જેવા અન્ય સોર્સમાંથી આવી હતી. ન્યુટ્રિશન ફોર લર્નિંગે ગયા વર્ષે ફૂડ ઉપર આશરે $1.5 મિલિયનનો ખર્ચ કર્યો હતો, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપથી વધ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
જો ફૂડ ઉપર ખર્ચ કરવા માટે મારા બજેટમાં ત્રણ, ચાર અથવા $5 મિલિયન હોય તો અમે તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરીશું તેમ કહી મોરાઘન એ વાતનો દોર આગળ ધપાવતા ઉમેર્યુ હતું કે, અમે અત્યારે જે સ્થિતિ જોઈ રહ્યા છીએ તે કેટલીકવાર અમર્યાદિત જરૂરિયાત જેવી લાગી રહી છે.
સરકારે આ વર્ષે કાર્યક્રમોમાં $6.15 મિલિયન વધારાના નાણાં આપ્યા હતા, જેમાં પાનખરમાં $5 મિલિયનનો સમાવેશ થાય છે.
ઓન્ટારિયો સ્ટુડન્ટ ન્યુટ્રિશન પ્રોગ્રામ સાઉથવેસ્ટ રીજન માટે કોમ્યુનિટી રિલેશન્સના સુપરવાઈઝર ડેનિયલ ફિન્ડલેએ કમિટીને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં $5 મિલિયનના ભંડોળનો તેમનો હિસ્સો સમગ્ર શાળા વર્ષ માટે દરેક ભાગ લેનાર વિદ્યાર્થી માટે $4.29 છે. સ્ટુડન્ટ ન્યુટ્રિશન ઓન્ટેરિયોના અંદાજ મુજબ એક હેલ્થી સ્નેક્સની સરેરાશ કિંમત $1.50 છે.
“અત્યારે, ફૂડ અન્ફાશનમાં તીવ્ર વધારો પહેલેથી જ એક્સ્ટ્રીમલી ટાઈટ બજેટ પર વધારાનું દબાણ લાવી રહ્યું છે.” ફિન્ડલેએ સમિતિને જણાવ્યું હતું.
“હવે અમે શાળાઓએ વ્યક્ત કરેલી ચિંતાને પહેલા કરતાં વધુ ધ્યાનથી સાંભળીએ છીએ. તેઓની ચિંતા છે કે તેઓ તેમના કાર્યક્રમોને વર્ષના અંત સુધી ટકાવી શકશે કે કેમ અથવા દર અઠવાડિયે વધુને વધુ માગ સાથે ચાલુ રાખી શકશે.”
ફિન્ડલે એ જણાવ્યું હતું કે, લગભગ 30 શાળાઓ તેમની રીજનલ વેઇટ લીસ્ટમાં છે અને તેમને આપવા માટે પૂરતું ભંડોળ નથી. $6.15 મિલિયનનું એક વખતનું રોકાણ આવકાર્ય છે પરંતુ જે જરૂરી છે તે કોર ફંડિંગને પ્રોત્સાહન આપવાની છે, જે અત્યાર સુધીના એક દાયકામાં બન્યું નથી.
કોમ્યુનિટી, ચિલ્ડ્રન એન્ડ સોશિયલ સર્વિસીસ મિનિસ્ટર માઈકલ પાર્સાના સ્પોક્સપર્સને પ્રોવિન્સના વનટાઇમ ઇન્વેસ્ટમેન્ટના નિવેદનમાં ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે તેઓ કેનેડામાં સ્ટુડન્ટ ન્યુટ્રીશન પ્રોગ્રામ બનાવવા માટેના ફેડરલ પ્લેજની વધુ ડિટેલની રાહ જોઇ રહ્યાં છે.
મોરાઘન એ કહ્યું હતું કે, એક રાષ્ટ્રીય કાર્યક્રમ ઘણા બાળકોને મદદ કરી શકશે. પરંતુ ભૂખ્યા રહેતા બાળકો રાહ જોઈ શકે તેમ નથી.
“અમે જાણીએ છીએ કે હવે શાળામાં જે ભોજન પીરસવામાં આવે છે એ ઘણી વખત પ્રોગ્રામનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ માટે દિવસનું એકમાત્ર ભોજન હોય છે.”
#TORONTO #student-nutrition-program #Ontario #double-funding #rising-demand #government #spring-budget.