CERBનો અયોગ્ય દાવો કરનાર 185કર્મચારીને CRAએ બરતરફ કર્યા

કેનેડા રેવન્યુ એજન્સી (CRA)એ કેનેડા ઇમરજન્સી રિસ્પોન્સ બેનિફિટ (CERB) પર “અયોગ્ય રીતે” દાવો કરવા બદલ 185 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે.
આ CRA દ્વારા 30 જૂનના રોજ આંતરિક સમીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં આશરે 600 કેસોની તપાસ કરવામાં આવી હતી.
આ બધા કર્મચારીઓને એક સાથે જવા દેવામાં આવ્યા ન હતા. આ આંકડા એ તમામ કામદારોની સંખ્યા દર્શાવે છે જેમને CERB દ્વારા પ્રક્રિયા શરૂ કર્યા બાદ પડતા મૂકવામાં આવ્યા છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ રોગચાળાથી આર્થિક રીતે અસરગ્રસ્ત કેનેડિયનોને $2,000 સુધીની માસિક ચુકવણી સાથે મદદ કરવાનો છે.
જુલાઈમાં, CRAએ જણાવ્યું હતું કે તેણે એજન્સીમાં નોકરી કરતી વખતે CERB મેળવનારા 20 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. સપ્ટેમ્બર સુધીમાં, આ જ કારણસર વધુ 100 કર્મચારીઓએ તેમના કરાર રદ કર્યા હતા. સંસ્થાએ સ્પષ્ટતા કરી હતી કે CRAએના વર્તમાન કર્મચારી હોવાનો અર્થ એ નથી કે કોઈ CERB માટે અયોગ્ય છે.
એજન્સીએ 1 સપ્ટેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ” અમે અહેવાલ આપી શકીએ છીએ કે, આશરે 600 કેસોમાંથી આંતરિક સમીક્ષાના પરિણામે 120 વ્યક્તિઓ હવે CRAએ સાથે નથી.”
એજન્સીએ બુધવારે ડેઇલી હાઇવને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, “કોઈપણ CRA કર્મચારી કે જેને અયોગ્ય રીતે CERB પ્રાપ્ત થયું છે, તેને જો તેઓએ પહેલેથી જ આવું ન કર્યું હોય તો તે રકમની ચુકવણી કરવાની રહેશે.”
તેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, તે કોઈપણ પ્રકારની ગેરરીતિને ખૂબ જ ગંભીરતાથી લે છે અને કેનેડાની કર અને લાભ પ્રણાલીઓની ઇન્ટરગ્રીટીનું રક્ષણ કરવા અને કેનેડિયનોને દર્શાવવા માંગે છે કે, CRAએ એક વિશ્વસનીય અને ન્યાયી સંસ્થા છે.”
“કેટલાકની ક્રિયાઓથી કેનેડિયનોની સેવા કરવા માટે અનુકરણીય રીતે દરરોજ કામ કરે છે તેવા CRAના હજારો કર્મચારીઓની પ્રામાણિકતા અને ઇન્ટરગ્રીટીને કોઈ પણ રીતે નુકસાન થવું જોઈએ નહીં.”
છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડિયનો CRA પર વિશ્વાસ ગુમાવતા જઈ રહ્યાં છે.
#CRA #CERB #Canada #employee #system #process #program #workforce

