જાન્યુઆરી-2024માં ગુજરાતને GST અને વેટની વિક્રમી 8922 કરોડની આવક

જાન્યુઆરી 2024 / ગુજરાતમાં GST અને વેટની આવકે વિક્રમ સર્જ્યો છે. ડિસેમ્બર માસની સરખામણીમાં પણ આવક વધ્યો છે. GST અને વેટથી ગુજરાતને વિક્રમજનક આવક પ્રાપ્ત થઈ છે. જાન્યુઆરી-2024માં રાજ્યને આ બંને થકી 8922 કરોડની આવક થઈ છે.

ગુજરાત પ્રગતિના નવા સોપાન સર કરવા સાથે વિક્રમોની વણઝાર લગાવી રહ્યું છે. ઔદ્યોગિક, રોજગાર, મહિલા, શિક્ષણ, કૃષિ સહિતના તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી 2024માં રાજ્યની GST અમલીકરણ બાદ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક થઈ છે. સરકારે જાન્યુઆરી 2024માં જીએસટી અને વેટ થકી કુલ 8922 કરોડ રૂપિયાની આવક મેળવી છે.

જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જ પ્રથમ અને દ્વિતીય ક્રમની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે.GST અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલ મહિનામાં સૌથી ઊંચી માસિક આવક થઈ હતી.

GST હેઠળ રાજ્યની જાન્યુઆરી-2024માં રૂપિયા 5861 કરોડ રૂપિયાની આવક ભેગી કરી છે. જે ડિસેમ્બર-2023માં થયેલી 5082 કરોડ રૂપિયાની આવકની સરખામણીમાં 15% વધારો દર્શાવે છે.  તો બીજી તરફ રાજ્યને વેટ હેઠળ 3061 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ડિસેમ્બર 2023માં વેટ હેઠળ થયેલ આવક 2792 કરોડ રૂપિયા કરતાં 10% વધારે છે.

ગુજરાતની GST આવક રૂપિયા કરોડોમાં નોંધાઈ

ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યને GST અને વેટથી કુલ 89,765 કરોડની આવક થઈ છે જે રાજ્ય કરવિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક 1,05,876 કરોડનાં 85% છે. #Gujarat #budget #kanu-desai #bhupendra-patel #finance #GST-vet #economy #monetary-fund

Next Post

લોકોનો વિદેશનો મોહ છૂટતો નથી અને ધૂતારા તેનો લાભ ઉઠાવે છેઃ છેતરપીંડીનો વધુ એક કિસ્સો

Fri Feb 2 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ગુજરાતના આણંદ જીલ્લામાં વિદેશમાં જઇ કરોડોની કમાણી કરવાનો લાભ પાંચ જણાને ભારે પડ્યો છે. એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરવામાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેતરપીંડીનો ભોગ બનેલા લોકો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સુત્રધાર […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share