ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી દ્વારા આયોજિત તાજેતરના ઓનલાઈન ફોરમમાં, ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કોનેસ્ટોગા કોલેજની તેની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એનરોલમેન્ટ વ્યૂહરચના ની આકરી ટીકા કરી. મિલરની ટિપ્પણીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ઑન્ટારિયોની કૉલેજ અને યુનિવર્સિટીઓની નિર્ભરતા વિશેની વ્યાપક ચર્ચાનો એક ભાગ હતી, જેઓ સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પાસે થી ખૂબ જ ઊંચી ટ્યુશન ફી વસુલે છે.
મિલરે ચિંતા વ્યક્ત કરી હતી કે કોનેસ્ટોગા કોલેજ સહિતની કેટલીક સંસ્થાઓએ તેમના નાણાકીય સંતુલન માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ નિર્ભર રહેવાની પ્રથા વિકસાવી છે જે ખૂબજ હાનિ કારક છે અને તેમણે ખાસ કરીને કોનેસ્ટોગા કોલેજ ના 106 મિલિયન ડોલરના વાર્ષિક સરપ્લસની વિષે જણાવતા કહ્યું કે આટલી મોટી સરપ્લસ કોલેજ અથવા યુનિવર્સિટીના મુખ્ય મિશન સાથે સંરેખિત ન હોઈ શકે. મિલરે નફો કરવાના સંસ્થાઓના અધિકારનો અસ્વીકાર નથી કર્યો, પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની અસર અંગે ઘેહરી ચિંતા વ્યક્ત કરી હતી .
ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ, તેમના પરિવારની આશાઓ અને સપનાઓને સાકાર કરવા કેનેડા આવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકાશિત કર્યા હતા અને કહ્યું હતું તેઓ આજે રોજગાર શોધવા અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે , જેનાથી કેટલાક ગંભીર કેસોમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ને આશ્રય મેળવવા તરફ દોરી જાય છે.
ઓન્ટારિયોના બિગ સિટી મેયર્સ દ્વારા તાજેતરના અહેવાલ મુજબ, કોનેસ્ટોગા કોલેજે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર વધારો નોંધ્યો હતો. છેલ્લા સાત વર્ષમાં 1,579 ટકાની વૃદ્ધિ. આ વૃદ્ધિ અન્ય સ્થાનિક સંસ્થાઓ, જેમ કે યુનિવર્સિટી ઓફ વોટરલૂ અને વિલ્ફ્રીડ લૌરીયર યુનિવર્સિટીમાં જોવા મળેલા વધારાને પણ વટાવી ગઈ છે જે પણ એક ચિંતન તો વિષય બન્યો છે.
મિનિસ્ટર મિલરની ટિપ્પણીઓ એ સમયે આવી છે જ્યારે ફેડરલ સરકાર દ્વારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડમિસન ઉપર પર બે વર્ષની મર્યાદા લાગુ કરવામાં આવી છે, જેનાથી નવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ની સંખ્યામાં ઘટાડો થવાની અપેક્ષા છે. 2024 માં 35 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરવાનગી. ઑન્ટારિયો સહિત કેટલાક પ્રોવિન્સ માં 50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી શકે છે.
કિચનર-વોટરલૂ વિસ્તારમાં ઇમિગ્રન્ટ વિરોધી ભાવના વિશેના પ્રશ્નોના જવાબમાં, મિલરે મોટી સંખ્યા માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તી ધરાવતા સમુદાયો પડકારો નો સામનો કરી રહ્યા ની વાત નો સ્વીકાર કર્યો હતો . તેમણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એનરોલમેન્ટ અંગે નિયમન અને સ્થાનિક સમુદાયોમાં યોગ્ય સંકલન સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કોનેસ્ટોગા કોલેજે પોતાના એક નિવેદનમાં પોતાનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે , કોલેજે તેની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એનરોલમેન્ટ તે ફેડરલ સરકારની ઈમિગ્રેશન પોલિસી સાથે તે સંપૂર્ણ રીતે સંરેખિત છે. તદુપરાંત કૉલેજ પ્રોવિન્સમાં નવીન અને ઉદ્યોગસાહસિકતા પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સકારાત્મક અસર વિષે જણાવ્યું હતું તેમજ તે પોતાનો સરપ્લસ નફો તે કેમ્પસ વિસ્તરણ તથા વિદ્યાર્થી સહાયતા કાર્યક્રમો દ્વારા સ્થાનિક કૉમ્યૂનિટી માં રોકાણ કરી રહી છે