જો પ્રોવિન્સ કડક પગલાં નહીં કરે તો ઓટાવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામનો દુરુપયોગ કરતી ઇન્સ્ટીટયુશન્સ ને બંધ કરાવી દેશે
જો પ્રોવિન્સ કડક કાર્યવાહી હાથ નહીં ધારે તો ઓટાવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ નો દુરુપયોગ કરતી કોલેજો ને બંધ કરવા દખલ અંદાજી કરવા તૈયાર છે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે ચેતવણી આપી હતી.
મિલરે કહ્યું હતું કે સમગ્ર કોલેજ સેક્ટરમાં આ એક મોટી સમસ્યા છે, તેમાં સૌથી મોટા ગુનેગારો પ્રાયવેટ સંસ્થાઓ છે – અને તેમના ઉપર કડક પગલાં અથવા તો તે કોલેજો ને બંધ કરવાની તાકીદ ની જરૂર છે
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો ના સંદર્ભમાં પોસ્ટ-સેકન્ડરી સેક્ટરમાં આવી સમસ્યાઓના નિરાકરણ કરવું તે માટે પ્રોવિન્સ જવાબદાર છે, એમ તેમણે જણાવ્યું હતું. પરંતુ જો તેઓ તે નહીં કરે, તો ફેડરલ સરકાર જરૂરી પગલાં ભરશે, જો કે ફેડરલ સરકર ના અધિકાર પ્રોવીન્સીઅલ ક્ષેત્રે સીમિત હોય છે.
ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ખૂબજ ઝડપી તીવ્ર ગતિ એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કાર્યક્રમની ચકાસણીને વેગ આપ્યો છે અને ફેડરલ સરકાર ને આગામી બે વર્ષ માટે નવી અભ્યાસ પરમિટ પર મર્યાદા મૂકવા માટે પ્રેરિત કર્યા છે.
ગયા વર્ષે કેનેડામાં અભ્યાસ કરવા માટે 900,000 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા, જે એક દાયકા પહેલાની સંખ્યા કરતાં ત્રણ ગણા જેટલા વધુ છે.
મિલરે જણાવ્યું હતું કે, જે કોલેજો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો ને સારો અભ્યાસ તેમજ સારી નોકરી ની તક મળે તેવો અભ્યાસ ક્રમ આપશે તેવી જ કોલેજો કે સંસ્થાઓને ફેડરલ સરકાર માન્યતા આપવાની યોજના છે.
“સરકારે ફોલ દરમ્યાન જે માન્યતાપ્રાપ્ત સંસ્થાનું મોડલ શરૂ કર્યું હતું તેના પર હજુ પણ ખૂબજ ઝીણવટ પૂર્વક ચર્ચા માં છે કેમ કે આ તાપસ સરકાર ને એવી કોલેજો કે સંસ્થાઓ જે આ પ્રોગ્રામ નો દુરુપયોગ કરી રહી છે તેને અલગ કરવા માં મદદરૂપ થશે ,” તેમણે વધુ માં કહ્યું હતું કે . “અને જો કદાચ જો પ્રોવિન્સ તેમની જવાબદારી ન સ્વીકારે તો ફેડરલ સરકાર હસ્તક્ષેપ કરી આવી સંસ્થા ઓને બંધ કરતા અચકાશે નહિ”
મિલરના નિવેદન ના પગલે, નેશનલ એસોસિએશન ઑફ કેરિયર કૉલેજના CEO એ જણાવ્યું હતું કે તેમની સંસ્થા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર લગામ લગાવવા માટે ફેડરલ સરકારના નિર્ણય તથા પ્રયાસોને સમર્થન આપ્યું હતું , પરંતુ તેમણે ખાનગી કૉલેજ પર કરેલી મિનિસ્ટર મિલરે કરેલી ટીકા પાર નારાજગી વ્યક્ત કરી હતી.
“ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડાના આંકડા ઓ સ્પષ્ટ કરે છે કે : નિયમન કરેલ કારકિર્દી કોલેજો કેનેડિયન અભ્યાસ માં જોડાતા વિદ્યાર્થી ઓ ને કારકિર્દી લક્ષી શિક્ષણ આપ્યું છે અને NACC ની સભ્ય સંસ્થાઓ 2023ની તમામ અભ્યાસ પરમિટમાં પાંચ ટકાથી ઓછી હિસ્સો ધરાવે છે. અને અમે આ સમસ્યા માટે અમને જવાબદાર નથી માનતા” માઈકલ સેંગસ્ટરે પોતાન એક નિવેદન જણાવ્યું હતું
મિનિસ્ટર મિલરે ઉમેર્યું હતું કે ખાનગી કોલેજો ઉપરાંત એવી પણ ઘણી કોલેજો એવી પણ છે કે જેણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એસ્લૂમ દાવાઓમાં વધારો જોયો છે
સેનેકા કૉલેજમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ના એસ્લૂમ (આશ્રય) ના દાવાઓ ની સંખ્યા 2022માં જે 300થી વધીને 2023માં લગભગ 700 નજીક પહોંચી છે. કોનેસ્ટોગા કૉલેજમાં, તે જ સમયગાળા દરમિયાન માં આ દાવાઓની સંખ્યા 106થી વધીને 450 ની આસપાસ પહોંચી છે
સેનેકા કૉલેજમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ના એસ્લૂમ (આશ્રય) ના દાવાઓ ની સંખ્યા 2022માં જે 300થી વધીને 2023માં લગભગ 700 નજીક પહોંચી છે. કોનેસ્ટોગા કૉલેજમાં, તે જ સમયગાળા દરમિયાન માં આ દાવાઓની સંખ્યા 106થી વધીને 450 ની આસપાસ પહોંચી છે
મિનિસ્ટર મિલરે આ વધારાને “ખૂબ જ ચિંતાજનક” અને “તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવ્યું હતું
ઓન્ટારિયો સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એડમિસન પર કાપ મૂકવાના ફેડરલ સરકારના નિર્ણય સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી
શુક્રવારે, પ્રીમિયર ડગ ફોર્ડે જણાવ્યું હતું કે ઓટ્ટાવાએ પ્રોવિન્સ ને આ નિર્ણય વિષે આગોતરી જાણ ના હોવાથી તેઓ આ વિષય વિષે અંધારા માં રહ્યા, આ અચાનક પગલાથી તેમણે પ્રોવિન્સ ને મુશ્કેલી માં મૂકી દીધો છે , જેને તેમણે “સંપૂર્ણ સિસ્ટમ ઉપર હથોડો મારવા સમાન ગણાવી હતી.”
મિનિસ્ટર મિલરે મંગળવારે ઑન્ટારિયોની આ પ્રતિક્રિયા પર જણાવ્યું હતું કે “આ સંપૂર્ણ પણે વાહિયાત વાત છે” તેમણે પ્રોવિન્સ ને ચેતવણી આપી હતી કે તેમણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવાહ પર નિયંત્રણ મેળવવાની ખબૂજ જરૂર છે.
ઓન્ટારિયો સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે તે નાણાકીય મુશ્કેલી સહન કરી રહેલ એજ્યુકેશનલ સંસ્થાઓ મદદ રૂપ થવા માટે $1.૩ બિલિયોન વધારાની નાના ની જોગવાઈ આગામી ત્રણ વર્ષ માટે કરી રહી છે ઉપરાંત ફી વધારા પર પણ રોક લગાવી રહી છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એડમિસન પર કાપ મૂકી રહી છે
કોલેજો અને યુનિવર્સિટીઓએ પોતાની પ્રતિકિરયા માં જણાવ્યું હતું કે તે આ ક્ષેત્રને ટકાવી રાખવા માટે પૂરતું નથી
સરકાર દ્વારા કમિશન્ડ એક્સપર્ટ પેનલ અને ઑન્ટેરિયોના ઑડિટર જનરલે નોંધ્યું હતું કે પ્રોવિન્સ તરફ થી મળતા સપોર્ટ માં છેલ્લા કેટલાક વષો થી ઘટાડો જોવા માં આવી રહ્યો છે જેમાં 2019ની ટ્યુશન ફીમાં કાપ અને ફ્રીઝ જેના કારણે સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ટ્યુશન ફી તરફ વધુને વધુ વળ્યા છે તે આ કારણનો એક મોટો ભાગ છે જે કૅનૅડીઅન વિદ્યાર્થીઓ જે ચૂકવે છે તેના કરતાં ઘણી વધારે ફી ચુકવણી કરે છે તે તેમને નાણાકીય તકલીફ ને દૂર કરી રહી હતી
અહેવાલમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓન્ટારિયોની એજ્યુકેશન સંસ્થાઓને પ્રોવીન્સીઅલ સરકાર કરતાં વધુ નાણાં આપી રહ્યા છે .