કેનેડામાં ખામીયુક્ત એરબેગ સેન્સર હોવાથી 67K વાહનોને હોન્ડાએ રીકોલ કર્યા

હોન્ડાએ કેનેડામાં 66,846 વાહનો રિકોલ જારી કર્યા છે કારણ કે આગળની પેસેન્જર સીટોમાં એરબેગ સેન્સરમાં ખામીની સંભાવના છે.

મોટાભાગની કારના સીટ સ્ટ્રક્ચરમાં વેઇટ સેન્સરનો સમાવેશ કરવામાં આવે છે. જેથી ખાતરી કરી શકાય કે એરબેગ્સ ફક્ત પુખ્ત વયના લોકો માટે જ છે. જો કે, હોન્ડાની મંગળવારે જારી કરાયેલી રિકોલ નોટિસ ચેતવણી આપે છે કે સેન્સર સાથેની સમસ્યાઓને કારણે પુખ્ત વયના વ્યક્તિ ન હોય ત્યારે પણ આગળની અને ઘૂંટણની એરબેગ્સ ખુલી શકે છે, જે બાળકો અને શિશુઓને ઈજા થવાનું જોખમ ઊભું કરે છે.

રિકોલ કરાયેલા વાહનોમાં Honda Accord, Civic, CR-V, Fit, HR-V, Insight, Odyssey, Pilot, Passport અને Ridgeline, તેમજ Acura MDX, RDX અને TLX સામેલ છે. જેના મોડેલ વર્ષ 2020 અને 2022 ની વચ્ચે છે.

હોન્ડાના કહેવા પ્રમાણે તેના ટાયર 1 સપ્લાયર દ્વારા તેના ટાયર 2 સપ્લાયરના ઉત્પાદન પ્લાન્ટમાં “કુદરતી આપત્તિ” પછી વાહનના સીટ સેન્સરના પ્રિન્ટેડ સર્કિટ બોર્ડમાં બેઝ સામગ્રીને અસ્થાયી રૂપે બદલ્યા પછી સમસ્યા ઊભી થઈ.

હોન્ડાએ સમજાવ્યું હતું કે, કામચલાઉ બેઝ મટિરિયલ તેના હેતુપૂર્વકના ઉપયોગ માટેની અપૂરતી ચકાસણીને પરિણામે “પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર વધુ દબાણ સર્જાયુ છે જેનાખી “કેપેસિટર ક્રેકીંગ અને આંતરિક શોર્ટ સરકીટ થઇ શકે છે.”

અકસ્માતની ઘટનામાં, પુખ્ત વયના મુસાફર ન હોવા છતાં શોર્ટ સર્કિટ એરબેગ્સ ખુલી શકે છે.

હોન્ડાનું કહેવું છે કે તેનો અંદાજ છે કે રિકોલ કરાયેલા એક ટકા વાહનો ખામીયુક્ત છે. અસરગ્રસ્ત વાહનોના માલિકોને પેસેન્જર એરબેગ સૂચકનું નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી છે, જે શોર્ટ સર્કિટના કિસ્સામાં બંધ રહી શકે છે. જો એરબેગ્સમાં કોઈ સમસ્યા હોય તો SRS ચેતવણી લાઇટ પણ પ્રકાશિત થશે.

ઓટોમેકરનું કહેવું છે કે તેણે ડીલર્સને 2 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દાની જાણ કરી હતી. વાહન માલિકોનો માર્ચમાં શરૂ થતા મેઇલ દ્વારા સંપર્ક કરવામાં આવશે અને SRS ચેતવણી લાઇટ પર નજર રાખવા માટે કહેવામાં આવશે. જો લાઈટ ચાલુ હોય, તો માલિકોને તેમનું વાહન અધિકૃત હોન્ડા અથવા એક્યુરા ડીલર પાસે લઈ જવા માટે કહેવામાં આવશે.

હોન્ડા કહે છે કે જો માલિકો તેમના પોતાના ખર્ચે આ સમારકામ માટે ચૂકવણી કરે તો તેઓ ભરપાઈ માટે પાત્ર હોઈ શકે છે, પરંતુ સર્વિસ પાર્ટસની માત્રા ખૂબ ઓછી છે.

હોન્ડા વાહન માલિકો www.Acura.ca/recalls અથવા www.Honda.ca/recalls ની મુલાકાત લઈને અથવા 1-888-946-6329 પર કૉલ કરીને તેમના મોડેલને અસર થઈ છે કે કેમ તે તપાસી શકે છે.


#Honda-recall #Honda-vehicle #Canada #fault #airbag-sensors

Next Post

પેનોરમા ઇન્ડિયા કાર્યક્રમ ની ઉજવણીમાં કિચનર ના સખી ગ્રુપનો ધમાકેદાર પર્ફોર્મન્સ

Fri Feb 9 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારતે  જાન્યુઆરી 2024 માં પ્રજાસત્તાક તરીકે ૭૫માં  વર્ષ ની ઉજવણી  કરી.  દર વર્ષની જેમ, કેનેડાના બ્રામ્પટન શહેરમાં ભારતીય ડાયસ્પોરા એ પણ આ પ્રસંગની ઉજવણી કરી હતી. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના સમર્થનથી -પ્રજાસત્તાક દિવસ 2024ની- પેનોરમા ઈન્ડિયા કાર્યક્રમ ની  ઉજવણીની  28મી જાન્યુઆરી, 2024 […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share