ગુજરાતમાં ઝાલોદથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ કરશે, આ યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે.

ગુજરાતમાં કોંગ્રેસનાં એક પછી નેતાઓ તેનો સાથ છોડી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 7મી માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. આ યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે, આ પછી યાત્રા મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે.

ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈ ધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રામ બારડોલી સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે, યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગ, 70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરાયું છે.

આ યાત્રા બીજા દિવસે શુક્રવારે દાહોદ બસ સ્ટેશનથી શરૂ થશે, જે પીપલોદ, ગોધરા જશે, ત્રીજા દિવસે પંચમહાલના કાલોલથી યાત્રા શરૂ થશે, પાવાગઢ દર્શન, જાંબુઘોડા, અલીપુરા બોડેલી સર્કલ, નસવાડી, કેવડિયા, નેત્રંગ ભરૂચ સહિતના વિસ્તારો આવરી લેવાશે,

10મી માર્ચના ચોથા દિવસે માંડવી, સુરતથી યાત્રા શરૂ થશે, જે બારડોલી, તાપીના વ્યારા, સોનગઢ સહિતના વિસ્તારોને આવરી લેશે. દેશના લાખો યુવાનો બેરોજગારીના સંકટથી ઘેરાયેલા છે, પીએડી અને માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં અરજી કરી રહ્યા છે, સતત વધી રહેલી મોંઘવારી, શિક્ષણનું ખાનગીકરણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતાં ગરીબોને ન્યાય મળે તે સહિતના મુદ્દાઓ ભારત જોડો ન્યાય યાત્રામાં ઉઠાવવામાં આવશે.

જોકે અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા જેવા  દિગ્ગજ નેતાઓએ કોગ્રેસને અલવિદા કહી દીધા પછી આ યાત્રા કેટલી સફળ રહેશે તે મુદ્દે પ્રશ્નાર્થ છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે શક્તિસિંહની ભારત જોડો યાત્રામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ અમરીશ ડેરે કોગેસના તમામ પદો પરથી રાજીનામુ આપ્યું હતું.

#congress #dahod #zalid #bharat-jodo-yatra #rahul-gandhi

Next Post

અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાતા વિધાનસભાની પાંચ બેઠકો ખાલી

Tue Mar 5 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યો ઉપરાંત એક અપક્ષ ચછા એક આપના ધારાસભ્યએ રાજીનામું ધરી દેતા વિધાનસભાની પેટાચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. લોકસભાની ચૂંટણી માર્ચના […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share