સ્પીડિંગ પર બ્રેક લગાવવા બ્રેમ્પટન ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ કેમેરા પ્રોસેસિંગ સેન્ટર ખોલશે
સ્પીડિંગ પર બ્રેક લગાવવા બ્રેમ્પટન ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ કેમેરા પ્રોસેસિંગ સેન્ટર ખોલશે
બ્રેમ્પટન સિટીએ પ્રાદેશિક ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ (ASE) કેમેરા પ્રોસેસિંગ સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે બિલ્ડિંગ ખરીદવાની જાહેરાત કરી
આ બિલ્ડિંગ શહેરના 175 સેન્ડલવુડ પાર્કવે પર સ્થિત હશે.
ટોરોન્ટો સિટી બ્રેમ્પટન સહિત અન્ય નગરપાલિકાઓ સાથે સંયુક્ત પ્રોસેસિંગ સેન્ટરનું સંચાલન કરે છે, જ્યાં સિટીની ASE કેમેરા ઈમેજીસની પ્રક્રિયા કોસ્ટ રિકરવીના ધોરણે કરવામાં આવે છે. સ્પેસ, સ્ટાફિંગ અને વધતી માંગને લીધે ટિકિટોના પ્રોસેસની સંખ્યા મર્યાદિત થાય છે. એટલે જ બ્રામ્પટનમાં 50 સ્પીડ કેમેરા 1 જુલાઈ, 2024 સુધીમાં વધારીને 150 સુધી પહોંચવા માટે સુયોજિત કામગીરી કરવામાં આવનાર છે. હાલ તે માત્ર તેમની કુલ ક્ષમતાથી ઓછું કાર્ય કરી રહી છે. કેટલીક પ્રોસેસિગ લિમિટેશનને લીધે દિવસમાં બે કલાક જેટલી ઓછી કામગીરી કરી શકાય છે. નવું પ્રોસેસિંગ સેન્ટર વાસ્તવિક ગતિના ઉલ્લંઘનના આધારે દંડના અમલીકરણમાં સુધારો કરશે, જે કોમ્યુનિટી અને રહેવાસીઓ માટે માર્ગ સલામતીની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ અસર કરશે.
નવું, સંપૂર્ણ સ્ટાફ ધરાવતું પ્રોસેસિંગ સેન્ટર સિટી ઑફ બ્રેમ્પટનને વધુ ઈમેજીસનું પ્રોસેસિગ કરવા સક્ષમ બનાવશે. જેને લીધે ઝડપને રોકવામાં, માર્ગ સલામતીમાં વધારો કરવા અને દંડની આવકમાં વધારો કરવામાં મદદ મળશે. વધુમાં, નવી સુવિધા સમગ્ર ઑન્ટેરિયોમાં અન્ય મ્યુનિસિપાલિટીઝને ટેકો આપવા માટે પ્રાદેશિક પ્રક્રિયા કેન્દ્ર તરીકે કાર્ય કરશે.
ASE કેમેરા પ્રોસેસિંગ સેન્ટર 2024ના ઉનાળા સુધીમાં કાર્યરત થઈ જશે.
“નવી પ્રાદેશિક ASE કૅમેરા પ્રોસેસિંગ સુવિધા એ બ્રેમ્પટન સિટી માટે વ્યૂહાત્મક રોકાણ છે. નવી સુવિધા અમને સિટીની ટિકિટ પ્રક્રિયાને ટોરોન્ટોથી બ્રેમ્પટન સુધી ખસેડવાની, સ્થાનિક નોકરીઓનું સર્જન કરવા અને શાળાના ઝોનમાં ઝડપ પર બ્રેક લગાવવામાં મહત્ત્વની સાબિત થશે. જેના કારણે વધુ આવક મળશે. જેને અમારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક કાર્યક્રમોમાં પુન:રોકાણ કરી શકાશે અને ઝડપને ઘટાડીને તથા માર્ગ સલામતી વધારીને અમારા રહેવાસીઓ માટે સુરક્ષિત શહેર બનાવવામાં મદદ કરશે. ડેટા દર્શાવે છે કે ઓપરેશનલ સ્પીડ કેમેરાને કારણે ઝડપ ઘટવા સાથએ ડ્રાઇવિંગ પેટર્નમાં પરિવર્તન આવે છે.” – પેટ્રિક બ્રાઉન, મેયર, બ્રેમ્પટન શહેર

