વોટરલૂ રીજનઃ ગ્રાન્ડ રિવર ટ્રાન્ઝિટની પ્રથમ ઇલેક્ટ્રિક બસ તેના શૂન્ય-ઉત્સર્જન બસ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આવતા મહિને સેવા શરૂ કરવામાં આવશે. આ વર્ષે વધુ દસ ઈલેક્ટ્રિક બસો આવવાનો શક્યતા છે.
આ ઈનિશિયેટીવ રીજન ઓફ વોટરલૂની 2050 સુધીમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 80 ટકાનો ઘટાડો કરવાની યોજનાનો એક ભાગ છે. વર્ષ 2020માં, વોટરલૂના પ્રદેશે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વિકલ્પો અજમાવીને માત્ર ડીઝલ-બસો ખરીદવાનું બંધ કર્યું હતું.
આ પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે, GRT બેટરીથી ચાલતી બસો વિવિધ રૂટ અને ડ્રાઇવિંગની સ્થિતિ અંગેની માહિતી એકઠી કરવામાં આવશે. તેની સાથેસાથે ગ્રાહકો પાસેથી તેમના મુસાફરી પરના અનુભવો વિશે પ્રતિસાદ મેળવવામાં આવશે. આ સઘળી માહિતીનો ઉપયોગ GRTના બિઝનેસ પ્લાનના ભાગરૂપે કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં સેવા સુધારણા અને વિસ્તરણ માટેનો રોડમેપ નક્કી કરશે.
આ બસો નોવા બસમાંથી ખરીદવામાં આવી છે અને તેને વોટરલૂમાં નોર્થફિલ્ડ ડ્રાઇવ મેન્ટેનન્સ ફેસિલિટી ખાતે રાખવામાં આવશે અને ચાર્જ કરવામાં આવશે, આ ફેસિલિટી સપ્ટેમ્બર 2022 માં ખુલ્લી મુકવામાં આવી હતી. અહીં છ ચાર્જર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને બસો લગભગ ચાર કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે.
જેમ જેમ વધુ ઈલેક્ટ્રિક બસો માર્ગ ઉપર દોડતી થશે તેમ તેમ કોમ્યુનિટી માટે પાયલોટ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી એકઠી કરવાની તકો મળશે. નોર્થફિલ્ડ ગેરેજ ખાતે આવેલી બસો અને સંબંધિત ઇલેક્ટ્રિક ચાર્જર્સને કેનેડા સરકાર ($6,048,400) પબ્લિક ટ્રાન્ઝિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રીમ (PTIS) દ્વારા કેનેડા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ (ICIP), તેમજ ઓન્ટારિયો સરકાર ($5,039,829) અને વોટરલૂનો પ્રદેશ ($4,032,771) દ્વારા મળી કુલ $15.1 મિલિયન ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.