ઘણા કેનેડિયનો બેરોજગારીના પડકારનો સામનો કરી રહ્યા છે, જોબ માર્કેટ અને દેશની આર્થિક પરિસ્થિતિની આપણી આસપાસ માં ચર્ચાઓનો મુખ્ય વિષય છે. આ ચિંતાઓના ધ્યાનમાં લઇ, ધ્વની ન્યૂઝપેપરે તાજેતરના સ્ટેટિસ્ટિક્સ કેનેડા રોજગાર ડેટા પર એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે જે કેનેડાના આર્થિક લેન્ડસ્કેપને આકાર આપતા ચાવીરૂપ આંકડાઓ અને વલણોને હાઇલાઇટ કરીને વર્તમાન જોબ માર્કેટના વલણોના જરૂરી માહિતી પ્રદાન કરવાનો આ અહેવાલનો મુખ્ય હેતુ છે. ધ્વનીને આશા છે કે કેનેડિયનો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને અર્થવ્યવસ્થા તેની વ્યાપક અસરોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.
સ્ટેટિસ્ટિક્સ કેનેડાના તાજેતરના અહેવાલ અનુસાર કેનેડાના જોબ માર્કેટમાં ચિંતાજનક વલણ બહાર આવ્યું છે, જેમાં માર્ચમાં બેરોજગારીનો દર વધીને 6.1 ટકા થયો છે. આ પાછલા મહિના ની સરખામણી કરતાં 0.3 ટકા પોઈન્ટનો વધારો અને છેલ્લા 12 મહિનામાં 1.0 ટકા પોઈન્ટનો સંચિત વધારો દર્શાવે છે.
માર્ચમાં બેરોજગારી દરમાં થયેલો વધારો મુખ્યત્વે કામની શોધતા અથવા ટેમ્પરરી લેઑફ્ફ થયેલ લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો દ્વારા જોવામાં આવ્યો હતો, જેમાં 60,000 (4.8 ટકા) નો વધારો થયો હતો. આનાથી બેરોજગાર વ્યક્તિઓની કુલ સંખ્યા 1.3 મિલિયન થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 2,47,000 કરતા (23.0 ટકા) વધારે છે.
વધુમાં, અહેવાલ દર્શાવે છે કે મેજોરીટી (64.9 ટકા) વ્યક્તિઓ કે જેઓ ફેબ્રુઆરી 2024 માં બેરોજગાર હતા તેઓ માર્ચ 2024 માં બેરોજગાર રહ્યા હતા. જે સૂચવે છે કે બેરોજગાર વ્યક્તિઓ પાછલા વર્ષોની તુલનામાં કામ શોધવામાં વધુ પડકારોનો સામનો કરી રહ્યા છે.
કાર્યદળ પાર્ટીસીપેશન દર, જે 15 વર્ષ અને તેથી વધુ વયની વસ્તીના પ્રમાણનું માપ ધોરણ છે તે જેઓ પાસે રોજગાર છે અથવા સક્રિય રીતે કામ ની શોધી રહ્યા છે, તે માર્ચ 2024 માં સતત ત્રીજા મહિને 65.3 ટકા પર યથાવત રહ્યો હતો. જો કે, વર્ષોવર્ષ ના આધારે ખાસ કરીને 15 થી 24 વર્ષની વયના યુવાનો અને 55 અને તેથી વધુ વયના લોકોમાં રોજગારી માં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં પાર્ટીસીપેશન દર 0.4 ટકાથી નીચે હતો.
એકંદરે, આ આંકડાઓ કેનેડામાં એમ્પ્લોયમેન્ટ શોધનારાઓ માટે એક પડકારજનક વાતાવરણ સૂચવે છે, જેમાં વ્યક્તિઓ અને વ્યાપક અર્થતંત્ર બંને માટે ઊંડી અસરો કરશે. પોલિસી મેકર્સઓએ રોજગાર સર્જનને ટેકો આપવા અને વધતા બેરોજગારી દરના મૂળ કારણોને સંબોધવા માટે લક્ષિત પગલાં ધ્યાનમાં લેવાની જરૂર છે.
માર્ચમાં વિવિધ વય જૂથોમાં રોજગારમાં વિરોધાભાસી વલણોને જોવા મળ્યા છે. જ્યારે 15 થી 24 વર્ષની વયના યુવાનોમાં રોજગારમાં ઘટાડો થયો હતો, તે મુખ્ય (25 થી 54 ) વયના પુરુષોમાં વધ્યો હતો અને મહિલાઓમાં રોજગાર દર યથાવત હતો
એકંદરે, 25 થી 54 વયની પુરુષોમાં રોજગારમાં સુધારાના સંકેતો છે, જયારે યુવા રોજગાર દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એ સ્થિર અને સુરક્ષિત રોજગાર શોધવામાં યુવા કેનેડિયનો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અંગે ચિંતા પેદા કરે છે.
માર્ચમાં, કેનેડામાં ત્રણ મોટા ઉદ્યોગોમાં રોજગારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં એકોમોડેશન અને ફૂડ સેવાઓના ક્ષેત્રે મંદીનું ખૂબજ મંદી નું વાતાવરણ જોવા મળ્યું છે . સ્ટેટિસ્ટિક્સ કેનેડા અનુસાર, માર્ચમાં આ સેક્ટરમાં રોજગારી 27,000 (-2.4 ટકા) ઘટી હતી, જેમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં થોડો ફેરફાર થયો હતો. જો કે, તે નોંધપાત્ર રીતે નીચું રહ્યું છે, ફેબ્રુઆરી 2020 માં રોગચાળા પૂર્વે ના સ્તરથી 118,000 (-9.6 ટકા) નીચું હતું .
પોઝિટિવ નોંધ પર, માર્ચમાં હેલ્થ કેર અને સોશ્યિલ આસીસ્ટન્સ માં રોજગારમાં 40,000 (1.5 ટકા) નો વધારો થયો છે, મે 2023 થી તેની સતત વૃદ્ધિ જોવા મળી રહી છે, આ સમયગાળા દરમિયાન 123,000 (4.7 ટકા) ના સંચિત વધારા સાથે. આ વૃદ્ધિ થઇ હોવા છતાં, ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ પડકારોનો સામનો કરી રહી છે, જેમાં જાન્યુઆરી 2024 માં 133,100 નોકરી માટે જગ્યાઓ ખાલી હતી.
તાજેતરના ડેટા અનુસાર કેનેડાના 20 સૌથી મોટા સેન્સસ મેટ્રોપોલિટન વિસ્તારો (CMAs)માં સેન્ટ કેથરીન્સ-નાયાગરામાં બેરોજગારી દરમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. સેન્ટ કેથરીન્સ-નાયાગ્રામાં બેરોજગારીનો દર 3.6 ટકા વધીને 7.6 ટકા સુધી પહોંચ્યો છે. ટોરોન્ટો અને વિન્ડસરે પણ તેમના બેરોજગારી દરમાં નોંધપાત્ર વધારો અનુભવ્યો છે, જે 1.7 ટકા વધીને માર્ચમાં 7.5 ટકા સુધી પહોંચી ગયો છે. આ દરો ત્રણ મહિનાની મૂવિંગ એવરેજના આધારે સેન્ટ કેથરીન્સ-નાયગ્રામાં નોંધાયેલા દર કરતાં થોડા ઓછો છે.
બીજી તરફ, ક્યુબેક સતત છઠ્ઠા મહિને 3.1 ટકાના દર સાથે સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે, આ પછી ત્રણ મહિનાની મૂવિંગ એવરેજના આધારે વિનીપેગ (4.4 ટકા), વિક્ટોરિયા (4.8 ટકા), અને ઓટાવા-ગેટિન્યુ (4.8 ટકા) બેરોજગારી દર ધરાવે છે
સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટા અનુસાર માર્ચમાં, ક્યુબેક, સાસ્કાચેવન અને મેનિટોબામાં રોજગારમાં ઘટાડો થયો હતો, જ્યારે ઑન્ટારિયોમાં વધારો જોવા મળ્યો હતો. પાંચ મહિનાના નાના ફેરફાર પછી, માર્ચમાં ક્યુબેકમાં એમ્પ્લોયમેન્ટમાં 18,000 (-0.4 ટકા) ઘટાડો થયો હતો , જેમાં બેરોજગારીનો દર 0.3 ટકા વધીને 5.0 ટકા થયો. 11,000 (-1.8 ટકા) ના ઘટાડા સાથે, ક્યુબેકમાં મોટાભાગના રોજગારમાં ઘટાડો યુવાનોમાં હતો. એકંદરે રોજગાર ઘટવા છતાં, ક્યુબેકમાં કામકાજની વયની વસ્તીમાં પાછલા વર્ષમાં 2.1 ટકાનો વધારો થયો છે, જેના કારણે માર્ચમાં રોજગાર દર ઘટીને 61.3 ટકા થયો છે.
તેનાથી વિપરિત, ઑન્ટારિયોમાં માર્ચમાં રોજગારમાં 26,000 (0.3 ટકા) વધારો થયો છે, જે ત્રણ મહિનામાં બીજી વૃદ્ધિ દર્શાવે છે. જો કે, બેરોજગારીનો દર પણ 0.2 ટકા વધીને 6.7 ટકા થયો છે કારણ કે વધુ લોકો લેબર માર્કેટમાં પ્રવેશ્યા છે. ઑન્ટેરિયોમાં રોજગાર લાભો મુખ્યત્વે 25 થી 54 વયની સ્ત્રીઓ (20,000; 0.8 ટકા) અને પુરુષો (11,000; 0.4 ટકા) વચ્ચે જોવા મળ્યા હતો. ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોજગારમાં સૌથી વધુ વધારો હેલ્થકેર અને સોશ્યિલ આસીસ્ટન્સ (15,000; 1.5 ટકા), ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ (13,000; 3.1 ટકા), અને કોન્સ્ટ્રકશન (11,000; 2.0 ટકા)માં થયો હતો. માર્ચમાં રોજગારમાં વધારો થયો હોવા છતાં, ઓન્ટારિયોમાં રોજગાર દર પાછલા વર્ષની સરખામણીમાં 1.4 ટકા ઘટીને 60.7 ટકા થયો હતો.
સાસ્કાચેવનમાં, માર્ચમાં રોજગારમાં 6,000 (-1.0 ટકા) ઘટાડો થયો હતો, જે ત્રણ મહિનામાં બીજી વખત ઘટાડો દર્શાવે છે. પ્રોવિન્સ માં બેરોજગારીનો દર વધીને 5.4 ટકા (0.4 ટકા પોઇન્ટ) થયો છે. એ જ રીતે, મેનિટોબામાં રોજગારી માર્ચમાં 4,300 (-0.6 ટકા) ઘટી હતી, જે સતત બીજા માસિક ઘટાડો હતો. ઘટાડા છતાં, મેનિટોબાએ પ્રાંતોમાં સૌથી નીચો બેરોજગારીનો દર જાળવી રાખ્યો હતો, 0.5 ટકા પોઇન્ટના વધારા પછી 5.0 ટકાના દર સાથે.
એકંદરે, રોજગારીના તાજેતરના આંકડા મિશ્ર ચિત્ર દર્શાવે છે, જેમાં કેટલાક ક્ષેત્રો વૃદ્ધિ અનુભવી રહ્યા છે જ્યારે અન્ય પડકારોનો સામનો કરી રહ્યા છે. આ આંકડાઓ સમગ્ર કેનેડામાં વિવિધ પ્રોવિન્સઓ પર આર્થિક સ્થિતિની વિવિધ અસરોને દર્શાવે છે. ચોક્કસ વિસ્તારોમાં બેરોજગારીનો વધતો દર તે પ્રોવિન્સમાં રોજગાર સર્જન અને આર્થિક પુનઃપ્રાપ્તિને ટેકો આપવા માટે લક્ષિત પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે.