સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રજનીકાંતનો કેમિયો

સૌરવ ગાંગુલીના બાયોપિકમાં રજનીકાંત કેમિયો કરશે એવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાંતની દીકરી સૌંદર્યા કરવાની હોવાનું જાણવા મળે છે. રજનીકાંત સાઉથ ઈન્ડિયામાં સુપરસ્ટાર તરીકે ભારે લોકપ્રિય છે. સમગ્ર ભારતમાં પણ તેના લોખ્ખો ફેન છે.

સૌંદર્યા દિગ્દર્શીત આ ફિલ્મમાં રજનીકાંત ચોક્કસ કયું પાત્ર ભજવશે તેની સ્પષ્ટતા હજુ થઈ નથી.  આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સૌરવ ગાંગુલીની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે ક્રિકેટની ટ્રેનિંગ લેવાની પણ શરુ કરી દીધી છે. 

રજનીકાંતે આ પહલાં સૌંદર્યાએ બનાવેલી ફિલ્મ ‘લાલ સલામ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ પણ રાજકારણ અને સ્પોર્ટસ પર આધારિત હતી. ગાંગુલીની બાયોપિકના અન્ય કલાકારોની જાહેરાત વિશે હજુ રાહ જોવાઈ રહી છે. ગાંગુલની પત્ની ડોનાનો રોલ કઈ હિરોઈન કરશે તે વિશે ઉત્કંઠા સેવાઈ રહી  છે.

#Rajinikanth #Sourav-Ganguly #saundarya #lal-salam #south-india #cricket

Next Post

બેંક ઓફ કેનેડાએ બેન્ચમાર્ક રેટ 5 ટકાએ સ્થિર રાખ્યો

Wed Mar 6 , 2024
6 March, 2023 : બેન્ક ઓફ કેનેડા એ તેના બેંચમાર્ક ઈન્ટરેસ્ટ રેટને 5 ટકા ઉપર સ્થિર રાખ્યો છે. ફૂગાવા પર કાબૂ મેળવવામાં સફળ રહેલી બેન્ક ઓફ કેનેડા તેના  રેટ સ્થિર રાખશે એવી આશા ઈકોનોમિસ્ટ પણ રાખતા હતા. પાંચમી વખત આ નિર્ણય લેવાયો છે જ્યારે બેન્ક ઓફ કેનેડા એ તેનો મુખ્ય […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter