બ્રાન્ટફોર્ડ, ઓન્ટારિયો: સામાજિક સેવાઓ સમિતિને સિટી ઓફ બ્રાન્ટફોર્ડના મુખ્ય વહીવટી અધિકારી, બ્રાયન હચિંગ્સ દ્વારા વિતરિત એક પ્રેઝન્ટેશન બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાયેલી મીટિંગમાં પ્રાપ્ત થયું હતું. જેમાં વધતા આવાસની વધતી કોસ્ટ માટે એક વ્યાપક અને સહયોગી અભિગમની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં બાંધકામ ખર્ચ, સરકારના અન્ય સ્તરો તરફથી ઘટતું ગ્રાન્ટ ફંડિંગ અને તાજેતરના કાયદાકીય ફેરફારો કે જેણે નાટ્યાત્મક રીતે પોસાય તેવા આવાસ ભંડોળના સ્ત્રોતોને અસર કરી હોય તેવા મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા હતા. હચિંગ્સ કહે છે, “આ પડકારો માટે નવીન ઉકેલો, ભંડોળ માટે સતત હિમાયત અને અમારા સામૂહિક પરવડે તેવા હાઉસિંગ લક્ષ્યોની પરિપૂર્ણતાની ખાતરી કરવા માટે સરકારના તમામ સ્તરો સાથે ભાગીદારીની જરૂર છે.”
મંજૂર બ્રાન્ટફોર્ડ-બ્રાન્ટ મ્યુનિસિપલ હાઉસિંગ માસ્ટર પ્લાન (BBMHMP)માં 2030 સુધીમાં 843 સસ્તાં હાઉસિંગ એકમોનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 506 એકમો મ્યુનિસિપલ રીતે વિકસિત થશે અને 337 એકમો બિન-લાભકારી સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવશે. ડિસેમ્બર 2023 સુધીમાં, બ્રાન્ટફોર્ડ સિટી અને બ્રાન્ટ કાઉન્ટી બંને માટે કોન્સોલિડેટેડ હાઉસિંગ સર્વિસ મેનેજર તરીકે સિટી ઑફ બ્રાન્ટફોર્ડે મ્યુનિસિપલ હાઉસિંગ ડેવલપમેન્ટ લક્ષ્યોના 43% હાંસલ કર્યા છે, જેમાં 220 એકમો પૂર્ણ થયા છે અથવા પ્રગતિમાં છે. જો કે, પડકારો યથાવત છે, જેમાં બાંધકામ ખર્ચમાં વધારો, હાઉસિંગને ડેવલપમેન્ટ ચાર્જ માટે એલિજિબલ સર્વિસ તરીકે દૂર કરવા અને અનુદાન ભંડોળમાં વર્ષ દરમિયાન સતત ઘટાડાનો સમાવેશ થાય છે.
વધુમાં, શહેરને આગામી 20 વર્ષમાં કરારના અંત સુધી પહોંચતા 502 પોષાય તેવા હાઊસિંગ એકમોના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, જે સંભવિતપણે સ્પર્ધાત્મક દરે બજારમાં ફરી પ્રવેશ કરશે અને 2030 પછી ઉપલબ્ધ પરવડે તેવા આવાસમાં ઘટાડા કરશે. નાણાકીય અવરોધો જેવા કે 2020 થી પ્રતિ-યુનિટ ખર્ચમાં 167% વધારાને કારણે શહેરને આવાસ વિકાસ માટે તેની વાર્ષિક નાણાકીય યોજનાઓનું પુનઃમૂલ્યાંકન કરવાની તાતી આવશ્યકતા છે. ડેવલપમેન્ટ ચાર્જીસને દૂર કરવાથી નોંધપાત્ર ફંડિંગ ગેપ રહી ગયો છે, જે અંદાજે $42 મિલિયનની ઘટ દર્શાવે છે.
આ નોંધપાત્ર પડકારોને ઘટાડવાના પ્રયાસરૂપે, સિટી વધારાના હાઉસિંગ એકમો વિકસાવવા માટે બિન-લાભકારી પ્રદાતાઓ, જેમ કે જેસી બ્રાન્ટફોર્ડ નોન-પ્રોફિટ હોમ્સ કોર્પ સાથે સક્રિયપણે ભાગીદારી કરી રહી છે. ભાવિ કરમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રતિ યુનિટ $62,500 ની સૂચિત સબસિડી નોન-પ્રોફિટ સંસ્થાઓ દ્વારા 337 એકમોના લક્ષ્યમાં યોગદાન આપવાનો છે. સિટી એફોર્ડેબલ હાઉસિંગ ઈનિશિયેટીવને ધિરાણ આપવાના જરૂરી માધ્યમ તરીકે વધારાની મ્યુનિસિપલ અસ્કયામતોના વેચાણને ધ્યાનમાં લેવાના પડકારજનક નિર્ણયોનો પણ સામનો કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રિય હાઉસિંગ વેઇટલિસ્ટ અપડેટ
તેવી જ રીતે શહેર એફોર્ડેબલ હાઉસિંગ ઈનિશિયેટીવને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિની જાણ કરે છે. સેન્ટ્રલાઈઝ્ડ હાઉસિંગ વેઈટલિસ્ટમાં છેલ્લા 12 મહિનામાં નોંધપાત્ર 15% ઘટાડો જોવા મળ્યો છે, જે છેલ્લા એક દાયકામાં સામુદાયિક આવાસની રાહ જોઈ રહેલા પરિવારોની સૌથી ઓછી સંખ્યા સુધી પહોંચી ગયો છે. બહુમતી (40%) આશ્રિતો ધરાવતા પરિવારો છે અને 25% અગ્રતાનો દરજ્જો ધરાવે છે એને તાત્કાલિક આવાસની જરૂરિયાતો દર્શાવે છે. છેલ્લા વર્ષમાં પ્રતીક્ષાનો સમય વધ્યો છે, જેમાં 60 અને તેથી વધુ વયના વરિષ્ઠ લોકો માટે 3-5 વર્ષ, આશ્રિતો ધરાવતા પરિવારો માટે 4-8 વર્ષ અને કોઈ આશ્રિત ન હોય તેવા બિન-વરિષ્ઠ અરજદારો માટે 8-12 વર્ષનો છે.
સિટી ઓફ બ્રાન્ટફોર્ડના મેયર કેવિન ડેવિસે થયેલી પ્રગતિ અંગે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે અમારા સમુદાયની આવાસ જરૂરિયાતોને સંબોધવા માટે સમર્પિત છીએ, અને જ્યારે આ અહેવાલ અમારા ચાલુ પ્રયાસોની સકારાત્મક અસર દર્શાવે છે, ત્યારે અમે જાણીએ છીએ કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા તમામ પરિવારોને સમયસર અને આર્થિક રીતે પોષાય તેવા આવાસ મળે તેની ખાતરી કરવા માટે અમારે હજી ઘણુ કપરું કામ કરવાનું બાકી છે. મીટિંગમાં સાંસદ લેરી બ્રોક અને MPP વિલ બૌમાની હાજરી એફોર્ડેબલ હાઉસિંગના નિર્ણાયક મુદ્દાને ઉકેલવા માટે સરકારના તમામ સ્તરે સહયોગના મહત્વ પર ભાર મૂકે છે.”
#Progress #affordable-housing #initiative #funding #rising-cost