અશ્વિનની ઘરઆંગણે સૌથી વધુ વિકેટઃ કુંબલેને પાછળ છોડ્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઘરઆંગણે 351 વિકેટ લઇને ઈતિહાસ સર્જ્યો હતો. અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બે બોલમાં બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરતાની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતા 350 વિકેટ પૂરી કરી હતી. અશ્વિને ભારતમાં કુલ 351 વિકેટ લીધી છે.  હવે અશ્વિન ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડીને ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. 

અનિલ કુંબલેએ ભારતમાં પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 350 વિકેટ લીધી હતી. કુંબલેએ ભારતમાં 115 ટેસ્ટ રમીને કુલ 350 વિકેટ લીધી હતી. જયારે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં અશ્વિને સતત બે બોલમાં 2 વિકેટ લઈને કુલ 351 વિકેટ ઝડપી હતી. હવે અશ્વિન ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ ઉપરાંત હરભજન સિંહ ભારતમાં તેના ટેસ્ટ કરિયરમાં 265 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિવાય કપિલ દેવે ભારતમાં રમાયેલી ટેસ્ટમાં કુલ 219 વિકેટ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી.

ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

  • 493 – મુથૈયા મુરલીધરન(શ્રીલંકા)
  • 434 – જેમ્સ એન્ડરસન(ઈંગ્લેન્ડ)
  • 351 – રવિચંદ્રન અશ્વિન(ભારત)

#Ravichandran-Ashwin #Most-Test-Wicket #Anil-Kumble #IND-vs-ENG

Next Post

મિસિસાગા અને બ્રામ્પ્ટન માં છેલ્લા 31 દિવસમાં 51 લૂંટના બનાવ બન્યાં

Mon Feb 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 મિસિસાગા અને બ્રામ્પ્ટન માં છેલ્લા 31 દિવસમાં 51 લૂંટના બનાવ બન્યાં જેમાંથી 26 લૂંટ બંદૂક ની અણીએ કરવામાં આવી હતી મિસિસાગા અને બ્રામ્પ્ટનમાં ગુનાખોરી વધી છે જે ચિંતાનો ગંભીર વિષય છે. જેમાં સશસ્ત્ર લૂંટ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે.છેલ્લા 31 દિવસમાં, મિસિસાગા […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share