
અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકા ની નાગરિકતા મેળવવા માટે “$5 મિલિયન” કિંમતે નવો “ગોલ્ડ કાર્ડ” લાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે આ જાહેરાત કરી. આ ગોલ્ડ કાર્ડ એ શ્રીમંત અને સફળ વ્યક્તિઓને ગ્રીન કાર્ડના લાભો અને અમેરિકામાં સ્થાયી રહેવા માટેનો માર્ગ પ્રદાન કરશે.
પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ગોલ્ડ કાર્ડનું ઉદ્દેશ એ છે કે એવા લોકો જે કમાણી, રોકાણ અને રોજગારી સર્જનના માધ્યમથી અમેરિકા માટે મોટું આર્થિક યોગદાન આપી શકે, આ ધનિક વર્ગ અહીં આવી મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરશે, ટેક્સ ચૂકવશે અને નવી નોકરીઓનું સર્જન કરશે,” ટ્રમ્પે જણાવ્યું. તેમનું મંતવ્ય છે કે આવી પહેલ અગાઉ ક્યારેય પણ અજમાવાઈ નથી અને આ તેમને વિશ્વાશ છે કે તે ઘણી સફળ થશે.
વાણિજ્ય વિભાગ ના મંત્રી (સેક્રેટરી ઓફ કૉમેર્સ) હાવર્ડ લટનિકે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ ગોલ્ડ કાર્ડ EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામને રિપ્લેસ કરશે, જે એક સમાન યોજના હતી જેમાં વિદેશી રોકાણકારોને અમેરિકામાં રોકાણ કરીને સ્થાયી થવા માટે પ્રેરણા આપવામાં આવતી હતી. લટનિકે EB-5 કાર્યક્રમને ખોટો ગણાવ્યો, અને તેને “મૂર્ખ ખ્યાલ અને ભ્રષ્ટાચારથી ભરપૂર” તેમ જણાવ્યું.
ગોલ્ડ કાર્ડ ધારકોને એકવાર યોગ્યતા પ્રાપ્ત થયા પછી, તેઓ અમેરિકામાં રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે, જે દેશના આર્થિક નુકશાનને ઘટાડવામાં મદદરૂપ થશે. ટ્રમ્પે આ યોજના પર વિશ્વાસ વ્યકત કર્યો કે આ કાર્યક્રમ લાખો કાર્ડ વિતરીત કરી શકે છે, જે ઉચ્ચ સ્તરીય રોકાણકારોને અને ઉદ્યોગપતિઓને આકર્ષિત કરશે.
આ નવી પહેલ ટ્રમ્પ પ્રશાસનના ઇમિગ્રેશન નીતિમાં એક મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે, આ ઉપરાંત જન્મથી નાગરિકતા મેળવવાનો અધિકાર ના આપવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને અગાઉ એક અપીલ્સ કોર્ટે અવરોધિત કર્યો હતો.
TrumpGoldCard #TrumpGoldCard #ImmigrationPolicy #GreenCardAlternative #USResidency #WealthyInvestors #EconomicGrowth #ImmigrantInvestorProgram #TrumpAdministration #GoldCardProposal #USImmigrationReform #TaxContributors #JobCreation #InvestmentOpportunities #USPolicy #CitizenshipPathway