પપ્પા આવશો ને ?

મને ડીગ્રી મળી ગઇ છે. સફળ થવાનો હાઇ-વે ! મારા મિત્રો આ આનંદના અવસરને માતા- પિતા સાથે ઉજવી રહ્યા છે. મારે પણ ફોન કરવો છે પણ સ્વર્ગ સુધી સંપર્ક નહી સાંધી શકાય . તમારી પણ ઇચ્છા હશે મારા પ્રત્યે કોઇક બિઝનેસમેન કે ડોક્ટર કે એન્જિનિયરની. હું રોજ રાતે દેખતો આ સપનાને ચમકતાં ચાંદલાઓને સાથે. હું કહેતો, ઓ અભાગી ! શીતળતાના મહારાજ, શાની મજા એટલાં મોટા થવાની ! જો આ તારલાનો પરિવાર જો, તારી ચમકના ભલે મણ એવા ગાડા ભરાતા હોય, પણ આ નાના તારલાનો પરિવાર જ જીવન આનંદમય રીતે ગુજારી શકશે, ત્યારે કટાક્ષ કરી હાસ્યમાં ને હાસ્યમાં હું એ પણ બોલી દઉં કે, મારો પરિવાર પણ આ રહ્યો આ ચમકતા તારલાંમાં જે મને પ્રકાશરૂપી આર્શીવાદ દે છે! પછી આંસુને પાજરામાં પૂરી, દુઃખને પરાણે ગળીને આંખ મીંચી નિદ્વામાં નાવ છું.

એક તારલાને સાથી બનાવી

મારું કેવી રીતે મન મોહાવશો?

પપ્પા તમે આવશો તો મારી માટે ભેટ શી લાવશો?

પપ્પા તમારી ત્યાંની વાતો મને કહેજો,

હું પણ અઢળક વાતો કહીશ.

વર્ષો સુધી દબાયેલા ભાવને

નીકાળીશુંને બીજ રોપી પ્રગતિના છોડ બનેલા મને

ક્યારે જોવા આવશો?

પપ્પા તમે આવશો તો મારી માટે ભેટ શી લાવશો?

તમને યાદ કરી હું શું શું કરતો

એ સાંભળી શું તમે એ માનશો?

પપ્પા તમે આવશો તો મારી માટે ભેટ શી લાવશો?

સ્વર્ગના સસલાં, હરણને દેવોને મળવાની વાત કરજોને

કરશું વાતો પૂરી રાત,

પપ્પા કહોને મને તમે અહીયા ક્યારે આવશો?

પપ્પા તમે આવશો તો મારી માટે ભેટ શી લાવશો?

તમે ખુશ હશો જોઇને મને,

તમને ભેટ ન મળે તો કાંઈ નહીં,

શું તમે જ ભેટ બનીને અહીંયાં આવશો?

પપ્પા તમે આવશો તો મારી માટે ભેટ શી લાવશો?

પપ્પા તમે આવશો તો મારી માટે ભેટ શી લાવશો?

ક્યારેક આંખો સુરજની જેમ ચમકે છે છતાં પણ આંખની કીકીની પાછળ દીવાનો પડછાયો દેખાય છે .  પિતા પણ પાસે હશે તો હું ભલે ચમકીશ પણ પાછળ પિતાની ઉજવાળતા હશે. ઘણી સામાન્ય બાબત છે કે, જે વસ્તુ માણસને મફતમાં મળી જાય છે તેનું મૂલ્ય રહેતું નથી. પછી તે વસ્તુ હોય કે મનુષ્ય! પિતાની શાંત આખોમાં ભમતો દરિયો દેખાય, મનમાં અશાંત લહેરો, હાથોની આંગળીયો ધ્રુજારી કરી રહી હોય છતાં પણ મુખ પર બાળકની સામે ઋજુ હાસ્ય દેખાય! આ મારી કલપના છે, પિતાની યાદ કરતા કરતા આંખો હુંફાળું અને ભમતા દરિયામાંથી એક લહેરને છૂટી પાડી બિંદુ સ્વરૂપે આખોનાં કિનારા તરફ બહાર નીકાળે છે. ધ્રુજતા હાથની આંગળીઓથી એ આસુને દૂર કરું છું. બસ ! તૂટતાં તારાની ગતિ મનમાં ભમે છે.

Next Post

ધ્રુવભાઈ શાહ ગ્વેલ્ફ મેયર વોલિન્ટિર એવોર્ડ દ્વારા સન્માનિત થયા, ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી માટે ગૌરવની વાત

Fri Feb 9 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 આપ સૌ મિત્રો ને જણાવતા આનંદ થાય છે કે ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી મેમ્બર ધ્રુવભાઈ શાહને ફેબ્રુવારી ૮ ૨૦૨૪ ના રોજ ગ્વેલ્ફ મેયર ના ગ્વેલ્ફ વોલિન્ટિર એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા હતા ધ્રુવ શાહ 2016 થી વિવિધ ગ્વેલ્ફ સમુદાય (કૉમ્યૂનિટી) અને […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share