જાતકના પ્રથમ સ્થાનના ગ્રહ લાભદાયી છે કે નહીંપ્રથમ ભાવમાં રહેલા ગ્રહની જાતકની જીવન પર અસર

    લાલ કિતાબમાં શાસ્ત્ર અનુસાર ગ્રહ, ગ્રહની મહાદશા અને યુતિ આ અતિ રસપ્રદ વિષયને આગળ વધારતા આજે એસ્ટ્રો હેમંતે શનિ, રાહુ અને કેતુ આ ત્રણે ગ્રહો વિશે રોચક તથ્યો પરથી પર્દો હટાવ્યો હતો. અહીં એક ઇંટ્રેસ્ટિંગ વાત એ છે કે, લાલકિતાબ અનુસાર શનિની સાડા સાતી જેવું કંઈ હોતું જ નથી. શનિ વિશે અનેક જાતની માન્યતાઓ છે પણ ખરેખર શું છે એ આજના અંકમાં જાણીશું.

    શું શનિ ખરેખર નડે છે કે?

    જાતકને ક્યારેય પણ કોઈપણ ગ્રહ નડતા નથી. ગ્રહની વર્ષ મર્યાદા છે, એ અનુસાર કુંડળીમાં બેઠેલા ગ્રહો યુતિ અથવા તો અનુકુળતા તેમજ સહાયક અનુસાર સારા કે નરસા ફળ આપે છે. શનિ સીમાઓ, બાધાઓ, પરેશાની અને અનુશાસનનો ગ્રહ છે. શનિ જો કુંડળીમાં પ્રથમ સ્થાનમાં હોય તો એવા જાતકો ગંભીર સ્વભાવના હોય છે. એ સાથે તેઓ અડીખમ અને ઈમાનદાર તેમજ દિમાગથી તેજ હોય છે. જીવનની જવાબદારીના મૂલ્યો પર વધુ વિચાર કરવાવાળા હોય છે. પોતાના કર્તવ્ય અને જવાબદારી પૂર્ણ ઉર્જા સાથે ન્યાય આપે છે.

    કેટલાક જાતકોને ગભરાટ અને ચિંતાઓનો સામનો કરવો પડે છે. જોકે આ બધુ કુંડળીમાં રહેલા અન્ય ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે. આ જાતકો મિત્ર અને સંબંધીઓના સંઘમાં આરામ અનુભવે છે. તેઓ ખૂબ વ્યવહારિક હોય છે. પ્રથમ સ્થાનનો શનિ જાતકને પૈસાદાર બનાવવામાં ઘણો ઉપયોગી નીવડે છે. તેમ જ આ જાતક ઘર પરિવારના વડાની ભૂમિકામાં હોય છે. શનિ ગમે એટલો શુભ કે અશુભ હોય પરંતુ શત્રુ કે દુશ્મન પર ભારી હોય છે. હંમેશા દુશ્મનો સામે વિજય મેળવશે. તેઓ પોતાનો વ્યવસાય કરશે હા કોઈની હેઠળમાં જી હજૂરી કે નોકરી નહીં કરે. જોકે ચંદ્ર ગ્રહનું સાથ હોય તો તે એવી યુતિમાં જાતક નોકરી કરી શકે છે. નોકરી હશે તો એ પણ ઉચ્ચ પદાધિકારીની હશે. આવા જાતક સ્વભાવે થોડા ગરમ મિજાજી હોય છે. આવા જાતકોએ સાધુઓને તાવડી અથવા ચૂલો દાન દાનમાં આપવો જોઈએ. એ ઉપરાંત સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે બરગદના ઝાડના મૂળિયા પર દૂધ ચઢાવવું અને પોતાના માથા પર ભીની માટીનું ટિલક કરવું જોઈએ. ખાસ બાબતએ કે કુંડળીના પ્રથમ ખાનામાં શનિ ઉચ્ચનો હોય તો એવા જાતકોએ શનિ સંબંધિત વસ્તુ દાન કરવી.

    રાહુ અને કેતુ અંગેની મિથ્યા તથા તથ્યો શું છે?

    જોવા જઈએ તો કુલ નવ ગ્રહ છે એમા સાત ગ્રહને મુખ્ય કહેવાય છે. જ્યારે રાહુ અને કેતુને છાયા ગ્રહ કહેવામાં આવે છે. જોકે તેમનો પ્રભાવ ઓછો નથી. આમ ગ્રહની વાત કરીએ તો જો આ ગ્રહ જાતકની કુંડળીમાં પહેલા ખાતામાં હોય તો ખૂબ સારું પરિણામ આપે છે. જો રાહુ સારો હોય તો જાતકને અઢળક ધનનો માલિક બનાવે છે. રાહુ ચાતુર્ય અને બુદ્ધિનો સંકેત આપે છે. આવા જાતકો તેજ દિમાગના હોય છે અને પોતાના પ્રયાસ તેમજ વિચારોના માધ્યમથી પોતાના ફિલ્ડમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે. જીવનનો પ્રારંભિક ભાગ બાધાવાળો હોઈ શકે છે પરંતુ જાતક પોતાની મહેનતથી પરિસ્થિતિ બદલવાનું સામર્થ્ય રાખે છે. આવા જાતકો ભૌતિકવાદી જીવનની આશા રાખે છે. પ્રથમ ભાવનો રાહુ હંમેશા પોતાના માટે જૂનુની હોય છે. પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા હંમેશા કેન્દ્રિત હોય છે. પોતાની છબી ઘડી સમાજમાં નામ ઊભું કરવાની પ્રતિભા ધરાવે છે.

    રાહુલ ગ્રહો એવો છે કે જેનું ધડ નથી ફક્ત માથું છે અને દરેક જગ્યાએ દિમાગ લગાડીને કામ કરવામાં સફળતા મેળવશે જ્યારે બીજી બાજુ મહેનતની કામમાં યસ મળવો મુશ્કેલ બનશે. આવા જાતકો કોઈ એક જગ્યાએ સ્થિર રહીને કામ નહીં કરે. પ્રથમ સ્થાનમાં બિરાજેલા રાહુના જાતકોએ કાળા અને બ્લૂ કપડાં નહીં પહેરવા જોઈએ. પોતાના ગળામાં ચાંદી પહેરવી જોઈએ. વહેતી નદી કે પાણીમાં નાળિયેરનું વિસર્જન કરવું જોઈએ.

    હવે વાત કરીએ કેતુ ગ્રહની આ ગ્રહ પાસે ધડ છે પરંતુ માથુ નથી. જોકે પ્રથમ સ્થાનમાં કેતુ ગ્રહણ કુંડળીમાં ધરાવનાર જાતક મજબૂત દિમાગનું હોય છે. પરંતુ આત્મવિશ્વાસ થોડો ઓછો હોય છે. પોતાના જીવનમાં ધીમી પ્રગતિ મેળવે છે. પહેલા સ્થાનમાં કેતુ હોવાથી જાતકના પિતા માટે લાભદાયી મનાય છે. જો કેતુ પહેલા ઘરમાં શુભ અથવા લાભકારી હોય તો જાતક શ્રમશીલ, ધનવાન અને સુખી હોય છે. જીવનમાં વારંવાર સ્થળાંતર અવસર બને છે. પ્રથમ ભાવમાં કેતુ પ્રથમ સંતાન તરીકે પુત્ર પ્રાપ્ત કરે છે. આવા જાતકો સ્વભાવના ખૂબ જ સારા હોય છે. સત્ય બોલવું અને સાંભળવું તેમના જીવનનો મૂળ સિદ્ધાંત હોય છે. કેટલાક જાતકો કંજૂસ તેમજ જીદ્દી સ્વભાવના જોવા મળે છે. આવા જાતકો માટે મંદિરમાં માથું નમાવવાથી ભાગ્ય ઉદય થાય છે. આવા જાતકોએ બંને પગના અંગૂઠામાં ચાંદી પહેરવી લાભદાયી ગણાય છે. જો બીમારીથી ગ્રસ્ત હોય તો કેસરનો તિલક રોજ લગાવો જોઈએ. પ્રથમભાવમાં કેતુ ધરાવતા જાતકો માટે ગણેશનું પૂજન અર્ચન તેમજ ગણેશ ચતુર્થીના દિવસે વ્રત કરવાનું લાભદાયી બને છે.

    અત્યારે સુધીના અંકમાં ગુરુ, મંગળ, બુધ, શનિ ગ્રહ અને કેતુ આ ગ્રહોની કુંડળીના પ્રથમ સ્થાનની અસરની ચર્ચા એસ્ટ્રો હેમંતે કરી હતી અને આગામી અંકમાં બાકીના ત્રણ ગ્રહો એટલે કે સૂર્ય, ચંદ્ર અને શુક્ર વિશે વિસ્તૃત ચર્ચા કરીશું.

    વાંચવા નું ચુક્સો નહિ મનની વાત મમતા ની મુલાકાત – એસ્ટ્રો હેમંત સાથે
    (ક્રમશઃ)

    Next Post

    ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ શ્રીમતી પી.ભારતી

    Sat Mar 16 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 ફરિયાદોના ઝડપથી નિકાલ અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ માટે દરેક જિલ્લા કક્ષાએ તેમજ ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    સમાચાર હાઇલાઇટ્સ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share