2024 ની શરૂઆતમાંજ અનેક મોટા કોર્પોરેશનોએ કર્મચારી ઓને છુટા કર્યા, જુઓ યાદી

        કેનેડામાં 2023માં શરૂ થયેલી કર્મચારી ઓની છટણીનો તબક્કો નવા વર્ષ 2024માં પણ ચાલુ રહ્યો છે. કોવિડ-19 મહામારી બાદ શરૂ થયેલી મોટાભાગની કંપનીઓ દ્વારા પોતાના કર્મચારી ઓના કામકાજની સમીક્ષા કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

        ખાસ કરીને ટેક કંપનીઓ, રિટેલર્સ અને બીજી ઘણી કંપનીઓએ આર્થિક મંદીની અસરને પગલે કર્મચારી ઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

        કેનેડા માં કઈ કઈ કંપનીઓ એ આર્થિક મંદી પગલે કર્મચારી ઓની સંખ્યામાં ઘટાડો કર્યો ..? આ રહ્યું લિસ્ટ

        • મોન્ટ્રીયલ ખાતેની બેલ કેનેડા ( Bell Canada ) –
        • ટોરોન્ટો ખાતેની બેન્ચસાઇ, ( BenchSci )
        • ઓન્ટારીયોના વોટરલૂ ખાતે આવેલી બ્લેકબેરી લિમિટેડ ( Bleckberry )
        • કેસકેડસ ઇન્ક. ( Cascades ),
        • કોરસ એન્ટેરટેઇનમેન્ટ ( Corus Entertainment )
        • સીપીએ કેનેડા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ કેનેડા) (CPA Canada )
        • કેલગરી ખાતેની એનબ્રિજ ( Enbridge )
        • ગૂગલ ( Google )
        • ઈન્ડિગો બૂક એન્ડ મ્યુઝિક ઇન્ક ( Indigo )
        • લિનક્સ એર ( LYNX Air )
        • માસ્ટરમાઇન્ડ ટોયઝ ( Master Mind Toys )
        • રોના ઇન્ક ( Rona Inc )
        • સ્ટેપલ્સ કેનેડા ( Staples Canada )
        • વેફેર ( WayFair )

        મંદીના સમય દરમ્યાન ધ્યાન માં રાખવા જેવું જરૂરી માર્ગદર્શન.

        1. ખર્ચ ઉપર કાબુ રાખો, ખાસ કરીને બિન-આવશ્યક વસ્તુઓ પર ખર્ચ અટકાવો
        2. ક્રેડિટ કાર્ પરની ખરીદી ટાળવી, શક્ય તો તેનું દેવું બને એટલું વેહલું ચૂકવી વ્યાજ મુક્ત રહેવું
        3. સમયસર બિલની ચૂકવણી કરો અને લેટ ચાર્જ ફી ચૂકવવાનું ટાળો.
        4. આર્થીક પરિસ્થિતિ ની જાણ રાખો અને નોકરી ગુમાવવા ગુમાવવા નો વારો તે પેહલા જ તૈયાર રાખો રિઝ્યુમ અને કવર લેટર્સ તેને હાલ પ્રમાણે અપડેટેડ રાખો અને તમે નવી નોકરીની શોધ માટે પોતાની જાત ને તૈયાર કરો નોકરી ગુમાવવાની સ્થિતિ આવે તો, બીજી નોકરી શોધવા માટે સજાગ રહો અથવા જોબ માર્કેટ પર તમારી અનુકૂળ નોકરીઓથી માહિતગાર રહો.
        5. નવી નોકરી માટે વધુ યોગ્ય બનો, કારણ કે મંદી સામાન્ય રીતે ઓછા અનુભવ અને ઓછી કૌશલ્ય ધરાવતા લોકોને સૌથી વધુ અસર કરે છે, તમારે તમારી નોકરી અંગે સંબંધિત કુશળતાને અપગ્રેડ રાખવી જોઈએ. જરૂર પડે તો વર્ચ્યુઅલ વિકલ્પોનું અન્વેષણ કરો જે તમારા શિક્ષણ અને કૌશલ્યના વિકાસને આગળ વધારવા માટે મદદ રૂપ થાય.
        6. જો શક્ય હોય તો, એવી નોકરી અથવા કાર્ય પસંદ કરો જેમાં મંદીની અસર નહિવત હોય. સૌથી વધુ મંદી-પ્રૂફ નોકરીઓ તમારી કૌશલ્યના સ્તર પર આધાર રાખે છે,

        Next Post

        પોઈલીવરે ટ્રાન્સ રાઈટ્સ વિવાદમાં ઝંપલાવ્યું

        Sat Feb 24 , 2024
        Total 0 Shares 0 0 0 0 0 0 મીડિયાના એક પ્રશ્નના જવાબમાં, પોઈલીવરે ટ્રાન્સ રાઈટ્સ વિવાદમાં ઝંપલાવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મોટાભાગના કેનેડિયનો માને છે કે મહિલા બાથરૂમ, મહિલા ચેન્જ રૂમ અને મહિલા રમતો સ્ત્રીઓ માટે જ છે. તમે કાર્યકર્તાઓ અને કેટલાક મીડિયા માધ્યમો પાસેથી ભયાનક અહેવાલ સાંભળી શકો […]

        આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

        Subscribe Our Newsletter

        Total
        0
        Share