વોટરલૂના પ્રદેશે 1388 હાઇલેન્ડ રોડ વેસ્ટ, કિચનર ખાતે મિશ્ર-આવક હાઉસિંગ પ્રોજેક્ટમાં વિકાસ ભાગીદાર માટે વિનંતી-પ્રપોઝલ પ્રક્રિયા શરૂ કરી છે
વોટરલૂ રીજનઃ વોટરલૂનો પ્રદેશ કિચનરમાં 1388 હાઇલેન્ડ રોડ વેસ્ટ ખાતે નવીન મીક્સ ઈન્કમ હાઉસિંગ પ્રોજેક્ટ માટે વિકાસ ભાગીદારની શોધ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ બિલ્ડીંગ બેટર ફ્યુચર્સ ઇનિશિયેટિવનો એક ભાગ છે, જે પાંચ વર્ષના સમયગાળામાં સમગ્ર વોટરલૂ પ્રદેશમાં આર્થિક રીતે પોસાય તેવા ઘરોના વિકાસને વેગ આપવા માટેની પ્રાદેશિક વ્યૂહરચના છે.
રિક્વેસ્ટ-ફોર-પ્રપોઝલ (RFP) પ્રક્રિયા દ્વારા, ધ રિજન ઑફ વૉટરલૂ ઇરા નીડલ્સ બુલવર્ડની નજીક સ્થિત પ્રોપર્ટીની ડિઝાઇન અને નિર્માણકાર્ય માટે વિકાસ ભાગીદારની શોધ કરી રહ્યું છે. જેમાં દસ જ મિનિટના અંતરે દુકાનો, રેસ્ટોરાં, શાળાઓ અને દૈનિક સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. પ્રોજેક્ટના માપદંડો સુનિશ્ચિત કરે છે કે CMHC મેડિયન માર્કેટ રેન્ટ (MMR) ના 80 ટકા અથવા તેનાથી ઓછા ભાડા સાથેના લઘુત્તમ લક્ષ્યાંક 30 ટકા એકમો સાથે હાઉસિંગ એફોર્ડેબિલિટી સર્વોચ્ચ અગ્રતાક્રમે રહેશે.
રીક્વેસ્ટ ફોર થી પ્રપોઝલ એ બિલ્ડિંગની અંદરની જગ્યા માટે વિચારણાની રૂપરેખા પણ દર્શાવી છે જે થર્ડ પાર્ટી ચાઈલ્ડ કેર પ્રોવાઈડર્સને ભાડે આપી શકાશે, કારણ કે ગુણવત્તાયુક્ત ચાઈલ્ડ કેર જગ્યાઓની વધુ આવશ્યકતા છે.
કોમ્યુનિટી અને હેલ્થ સર્વિસિસ કમિટીના અધ્યક્ષ કાઉન્સિલર જિમ એર્બએ જણાવ્યું હતું કે,”અમે અમારી કોમ્યુનિટીમાં દરેક માટે ઘરો બનાવવા માટે દરેક સંભવિત મિકેનિઝમને જોવાને ચકાસવાનું રાખીએ છીએ. અમારી કોમ્યુનિટીમાં પોસાય તેવા ઘરોની સંખ્યા વધારવા માટે પ્રાદેશિક માલિકીની જમીનોનો ઉપયોગ કરવો એ અમારી બિલ્ડીંગ બેટર ફ્યુચર્સ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”
1388 હાઇલેન્ડ રોડ વેસ્ટ એ ચાર પ્રાદેશિક માલિકીની મિલકતોમાંથી એક છે, જેને 2021માં સરપ્લસ જાહેર કરવામાં આવી હતી. તેનો હેતુ સમગ્ર વોટરલૂ પ્રદેશમાં આર્થિક રીતે પરવડે તેવા આવાસના વિકાસને વેગ આપવાનો છે. વોટરલૂના પ્રદેશે દરેક વધારાની સાઇટ માટે કોમ્યુનિટી પ્રોફાઇલ્સ પૂર્ણ કરી છે, વિકાસ માટે જમીન તૈયાર કરવા માટે બેકગ્રાઉન્ડ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને વિકાસ ભાગીદારની પસંદગી માટે માપદંડ નિશ્ચિત કર્યા છે.
રીક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) 7 ફેબ્રુઆરી, 2024 થી માર્ચ 22, 2024 સુધી ખુલ્લી રહેશે. આયોજન, આવાસ અને પ્રાપ્તિ સહિત સમગ્ર સંસ્થાના પ્રાદેશિક કર્મચારીઓની બનેલી પસંદગી સમિતિ સ્થાપિત મૂલ્યાંકન માળખાના આધારે સબમિશનનું મૂલ્યાંકન કરશે. વધુ માહિતી અહી આપેલી લીક ઉપરથી મળી શકશે:
#Waterloo #development-partner #innovative #affordable-housing