બેંક ઓફ કેનેડાએ બેન્ચમાર્ક રેટ 5 ટકાએ સ્થિર રાખ્યો

6 March, 2023 : બેન્ક ઓફ કેનેડા એ તેના બેંચમાર્ક ઈન્ટરેસ્ટ રેટને 5 ટકા ઉપર સ્થિર રાખ્યો છે. ફૂગાવા પર કાબૂ મેળવવામાં સફળ રહેલી બેન્ક ઓફ કેનેડા તેના  રેટ સ્થિર રાખશે એવી આશા ઈકોનોમિસ્ટ પણ રાખતા હતા.

પાંચમી વખત આ નિર્ણય લેવાયો છે જ્યારે બેન્ક ઓફ કેનેડા એ તેનો મુખ્ય બેંચમાર્ક ઈન્ટરેસ્ટ રેટ દર 5 ટકા રાખ્યો છે.

અર્થશાસ્ત્રીઓની અપેક્ષાની સરખામણીમાં જાન્યુઆરીમાં ફુગાવો વધુ ધીમો પડ્યો હતો, જેમાં બેન્ક ઓફ કેનેડાની એક અને ત્રણ ટકાની વચ્ચેની ટાર્ગેટ રેંજની અંદર પ્રાઈઝ વાર્ષિક ધોરણે 2.9 ટકા વધી રહી છે. સેન્ટ્રલ બેન્કના ફુગાવાને ધ્યાને રાખીને લેવાયેલા પગલાં પણ ઘટ્યા છે,  જે દર્શાવે છે કે પ્રાઈઝનું પ્રેશર હળવું થઈ રહ્યું છે.

પરંતુ બેન્ક ઓફ કેનેડાના ગવર્નર ટિફ મેકલેમે કહ્યું હતું કે, બેન્કે હજી વધુ ખાતરી કરવાની જરૂર છે કે તે મોનેટરી પોલિસીને સરળ બનાવે તે પહેલા ફુગાવો વધુ ઓછો થાય.



બુધવારે, બેન્કે તેના નિર્ણયની સાથેસાથે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગવર્નિંગ કાઉન્સિલને હજુ પણ ફુગાવાના આઉટલૂકના જોખમો વિશે ચિંતા છે, ખાસ કરીને અંડરલાયીંગ ઈન્ફલાશન.”

સેન્ટ્રલ બેન્કે જણાવ્યું હતું કે, “ગવર્નિંગ કાઉન્સિલ કોર ઈન્ફલાશનમાં વધુને વધુ અને સતત હળવાશની સ્થિતિની ખાતરી કરવા માંગે છે અને ઇકોનોમીમાં માંગ અને પુરવઠા વચ્ચે બેલેન્સ, ફુગાવાની એક્સપેક્ટેશન્સ, વેજ ગ્રોથ અને કોર્પોરેટ પ્રાઈસીંગ બિહેવિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.”

સેન્ટ્રલ બેન્ક સવારે 10:30 વાગ્યે ET પર નિર્ણય અંગે ચર્ચા કરવા માટે એક ન્યૂઝ કોન્ફરન્સનું આયોજન કરશે.

#central-bank #news-conference #ET #Bank-of-Canada #benchmark-interest-rate #economist #inflation.

Next Post

ટોરોન્ટો યુપી એક્સપ્રેસ ટ્રેનની ટક્કર લાગતા બે ટીનએજરના મૃત્યુ

Wed Mar 6 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ટોરોન્ટોઃ ભરચક ટોરોન્ટો એરપોર્ટ કોમ્યુટર ટ્રેને સોમવારે રાત્રે 14 વર્ષની કિશોરી અને 16 વર્ષના યુવકને જોશભેર ટક્કર મારી હતી. આ બનાવને પગલે ગંભીર ઈજા થતા બંનેના મૃત્યુ નિપજ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટિગેટર્સ આ બંને રેલવે ટ્રેક પર કેવી રીતે […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Total
0
Share