પરમ પિતા પરમાત્મા નો સત્યપરિચય

દરેક મનુષ્યને પાર્થિવ કે ભૌતિક અને સૂક્ષ્મ કે પ્રકાશમય અર્થાત બે પ્રકારનાં શરીર હોય છે. આ બંને શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, આધ્યાત્મિક, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. કોઈપણ માનવ આત્માનો પરિચય પાંચ માપદંડનાં આધારે આપી શકાય છે, જેમાં તેનું રૂપ અર્થાત સ્ત્રી કે પુરુષ, તેનું નામ, તેનું રહેવાનુ સ્થાન, તેનાં ગુણ અને કર્તવ્યનો સમાવેશ થાય છે. પરમાત્મા પણ પરમ આત્મા છે અર્થાત્ એક આત્મા તો છે જ, પરંતુ પરમ છે એટલે કે શ્રેષ્ઠ છે અને સૌથી ઉપર આવેલા પરમધામમાં રહે છે. આથી પરમાત્માનો પરિચય પણ ઉપરોક્ત પાંચ માપદંડનાં આધારે આપી શકાય.

. પરમાત્માનુ સ્વરૂપ: આપણામાં કહેવત છે કે બાળક તેના માતપિતા જેવા હોય છે. તેવી જ રીતે આત્મા જ્યોતિર્બિન્દુ સ્વરૂપ છે તો આત્માના પિતા પરમાત્મા પણ આત્માની જેમ જ જ્યોતિર્બિન્દુ સ્વરૂપ છે. દરેક ધર્મ પરમાત્માને પ્રકાશ કે પ્રકાશપુંજ કે જ્યોતિર્બિન્દુ તરીકે સ્વીકારે છે. વિશ્વનાં મુખ્ય પાંચ ધર્મોમાં હિન્દુ, ઈસ્લામ, બૌધ્ધ, ક્રિશ્ચિયન અને શિખ ધર્મનો સમાવેશ થાય છે.

હિન્દુ ધર્મમાં પરમપિતા પરમાત્માને શિવ જ્યોતિર્લિન્ગમ તરીકે સ્વીકારવામાં આવે છે, જેની પૂજા શિવલિંગ રૂપે કરવામાં આવે છે. શિવલિંગની ઉપર એક બિંદુ અને ત્રિપુંડક દર્શાવવામાં આવે છે, જે પરમપિતા પરમાત્માનુ રૂપ તેમજ કર્તવ્ય દર્શાવે છે. પરમાત્મા બિંદુરૂપ છે અને જ્યોતિનુ ઉદગમસ્થાન પણ બિન્દુ છે, આથી જ્યોતિર્લિન્ગ કહેવાય છે. બિંદુની પૂજા કરી શકાય તેથી લિંગ બનાવાયુ અર્થાત્ જ્યોતિનો આકાર બનાવીને તેના ઉપર બિંદુ સ્થાપન કરીને જ્યોતિર્લિન્ગ બનાવવામાં આવ્યુ. ત્રિપુંડક પરમાત્માના ત્રણ કર્તવ્ય, નવી દુનિયા અર્થાત્ સ્વર્ગની સ્થાપના, તેની પાલના અને જૂની દુનિયા અર્થાત્ કળીયુગનો વિનાશ દર્શાવે છે. આથી ગાયન છે કે, “બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના અને શંકર દ્વારા વિનાશ” અર્થાત્ આ ત્રણ કર્તવ્ય કરાવનાર પરમાત્મા શિવ છે, જે ત્રણ દેવતા દ્વારા કરાવે છે, કારણ કે પરમાત્માને પોતાનું શરીર નથી.

શિવનો અર્થ છે, વિશ્વ-કલ્યાણકારી, જે આ દુનિયામાં આવીને સર્વ આત્માઓ અને પ્રકૃતિનુ કલ્યાણ કરે છે, આથી તેનુ વિશ્વનાથ તરીકે પૂજન કરવામાં આવે છે. રામેશ્વર અર્થાત્ રામના ઈશ્વર પણ શિવ છે, તેવી જ રીતે ગોપેશ્વર અર્થાત્ શ્રીકૃષ્ણનાં ઈશ્વર પણ શિવલિંગરૂપે શિવ દર્શાવવામાં આવે છે. પરમાત્મા માનવ આત્માને અકાળે મૃત્યુથી છોડાવે છે, આથી તેનુ અમરનાથ તરીકે પૂજન થાય છે. પરમાત્મા શિવ જ્ઞાનરૂપી અમૃત આપીને મનુષ્યને દેવતા સમાન બનાવે છે, આથી સોમનાથ તરીકે તેમનુ ગુણગાન થાય છે. પરમપિતા પરમાત્મા શિવ મનુષ્યની પશુ જેવી બુધ્ધિને બદલીને દેવતા જેવી બુધ્ધિવાળા માનવ અર્થાત્ દેવતા બનાવે છે, આથી નેપાળમાં તેમની મહિમા પશુપતિનાથ તરીકેની છે. આથી શિવની મહિમા સર્વશક્તિવાન પરમાત્મા તરીકે કરવામાં આવે છે.

ઈસ્લામ ધર્મમાં પરમાત્માને અલ્લાહ અર્થાત્ નૂર અર્થાત્ પ્રકાશ તરીકે સ્વીકારવામાં આવે છે. મક્કામાં કાબાનાં પવિત્ર પથ્થર સંગ-એ-અસવદની પ્રદક્ષિણા કરવામાં આવે છે. જાપાનનાં બૌધ્ધ ધર્મમાં એક પથ્થરને ચિંકુસાઈ અર્થાત્ શાંતિદાતા સ્વીકાર કરીને તેનુ ધ્યાન ધરવામાં આવે છે. ક્રિશ્ચિયન ધર્મમાં પરમાત્માને પ્રકાશ (light) સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. શિખ ધર્મમાં પરમાત્માને એક ઓમકાર તરીકે સ્વીકારવામાં આવે છે. આથી તમામ ધર્મોમાં પરમાત્માના જ્યોતિર્બિન્દુ અથવા જ્યોતિ અથવા પ્રકાશ સ્વરૂપનો સ્વીકાર થયેલ છે.

. પરમાત્માનુ નામ: પરમાત્માના અનેક નામ મનુષ્ય દ્વારા આપવામાં આવે છે, પરન્તુ પરમાત્મા જ્યારે આ દુનિયામાં તેમના વાયદા અનુસાર આવે છે, ત્યારે પોતાનું નામ તેમના કર્તવ્યનાં આધારે દર્શાવે છે. પરમાત્માને પોતાનુ ભૌતિક કે સૂક્ષ્મ શરીર નથી, એટલે કોઈ વૃધ્ધ માનવ શરીરનો આધાર લે છે અને પર-કાયા પ્રવેશ કરે છે, જેની યાદગાર રૂપે શિવના મંદિરમાં ગોધલો કે નંદી દર્શાવવામાં આવે છે. પરમાત્મા દરેક આત્માના પરમપિતા, પરમશિક્ષક, સદગુરૂ, કલ્યાણકારી હોવાથી તેમનું નામ શિવ દર્શાવે છે. આ એમનુ ગુણવાચક નામ છે, જેને કોઈ માનવ ધર્મ સાથે જોડી ના શકાય. અત્યંત પ્રેમથી તેમને બાબાઅથવાશિવબાબા એવા નામથી ઓળખવામાં આવે છે, જે કોઈ શરીરધારી નથી, અર્થાત્ નિરાકાર પરમપિતા પરમાત્મા છે.

. પરમાત્માનુ રહેવાનુ સ્થાન: ઘણા લોકો માને છે કે પરમાત્મા સર્વવ્યાપી છે. આપણા શરીરના પિતાને કોઈ પથ્થર, ઠિક્કર, ડુક્કર, ગંદકી વગેરે કહે તો આપણને ના ગમે ને, તેવી જ રીતે પરમાત્માને પણ આ બાબત કેવી રીતે ગમે? દરેકમાં પરમાત્માની ભાવના સારી છે અને તે દર્શાવે છે કે કોઈ માનવી બીજા માનવને દુ:ખ ના આપે, બીજાનુ નુકસાન ના કરે, અને માનવ તેમ જ અન્ય પ્રાણીઓની હત્યા ના કરે. આથી શાબ્દિક રીતે બધામાં આત્મા છે પરન્તુ પરમાત્મા નથી. ઘણા લોકો બ્રહ્મને પરમાત્મા કહે છે, પરન્તુ તે આત્મા અને પરમાત્માને રહેવાનુ સ્થાન છે. જેમ રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિથી અલગ છે, તેવી રીતે બ્રહ્મ અને પરમાત્મા જુદા છે. બ્રહ્મ છઠ્ઠુ મહતત્વ છે, જેમાં આત્મા અને પરમાત્મા રહે છે, જેને પરમધામ કહેવામાં આવે છે.

૪. પરમાત્માના દિવ્ય ગુણ: પરમપિતા પરમાત્માને ગુણોનાં સાગર તરીકે ઓળખવામાં આવે છે. પરમપિતા પરમાત્માના મુખ્ય ૧૮ દિવ્ય ગુણો ચિત્રમાં જણાવ્યા મુજબ છે. પરમાત્મા સર્વોપરી અર્થાત્ જન્મ-મૃત્યુ, કર્મ અને સૃષ્ટિચક્રમાં આવતા નથી; સત્ય છે મતલબ દુનિયામાં આવીને માનવ શરીરનો આધાર લઈને સનાતન સત્ય કહે છે; પતિતપાવન અર્થાત્ મનુષ્ય આત્માઓ અને પ્રકૃતીને પાવન બનાવે છે; જ્ઞાનનાં સાગર હોવાથી આત્મા, પરમાત્મા અને સૃષ્ટિચક્રનું જ્ઞાન આપે છે; દુ:ખહર્તા અર્થાત્ આત્માઓનુ દુ:ખ દૂર કરે છે; સુખકર્તા હોવાથી દરેકને સુખ આપે છે; સર્વના મુક્તિદાતા અર્થાત્ સર્વ આત્માઓને આ દુ:ખની દુનિયામાથી મુક્ત કરે છે; સર્વ સ્વીકાર્ય હોવાથી સર્વ ધર્મની આત્માઓ તેમને પરમાત્મા તરીકે સ્વીકારે છે; સર્વથી ન્યારા હોવાથી કોઈના પ્રત્યે મોહ નથી; સર્વદાતા હોવાથી હંમેશા આપે છે; જ્ઞાનસભર હોવાથી રાજયોગનું તેમજ સૃષ્ટિની શરુઆત, મધ્ય અને અંતનું જ્ઞાન આપે છે; સર્વોચ્ચ હોવાથી તેઓના કોઈ માતા-પિતા, શિક્ષક, સતગુરુ નથી; દિવ્ય-દૃષ્ટિ દાતા હોવાથી સાક્ષાત્કાર કરાવે છે; સર્વ-પ્રભાવ મુક્ત; કર્મ-બંધનથી મુક્ત; જન્મ-મૃત્યુથી મુક્ત; નિરાકારી અર્થાત્ કોઈ માનવ, પ્રાણી, પક્ષી, વનસ્પતી, વસ્તુ કે વૈભવનો આકાર ધરાવતા નથી પરન્તુ નિરાકાર પ્રકાશ, જ્યોતિ અથવા જ્યોતિર્બિન્દુ સમાન અને મનુષ્ય સૃષ્ટિ રૂપી વૃક્ષનુ બીજ છે.

. પરમાત્માનુ દિવ્ય કર્તવ્ય: પરમાત્માં સર્વ આત્માઓના પિતા હોવાથી સર્વ પ્રત્યે શ્રેષ્ઠ ભાવના ધરાવે છે અને તેમનામાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા નથી. પરમાત્માનાં મુખ્ય દિવ્ય કર્તવ્ય છે. પરમાત્મા પતિત આત્માઓ અને પતિત સૃષ્ટિને પાવન બનાવે છે; તેઓ નવી દુનિયાની સ્થાપના કરાવે છે, જૂની વિકારી દુનિયાનો વિનાશ કરાવે છે, અને નવી નિર્વિકારી દુનિયાનુ પોષણનું કાર્ય કરાવે છે; નવા ધર્મની સ્થાપના કરાવે છે અને મનુષ્ય આત્માઓ દ્વારા સ્થાપિત તમામ ધર્મોનો વિનાશ કરાવે છે; માનવ આત્માઓને દેવતા અથવા દેવદૂત બનાવે છે; કળીયુગી દુનિયાને દિવ્ય દુનિયા બનાવે છે; અને મનુષ્ય આત્માઓને મુક્તિ અને જીવનમુક્તિ આપે છે.

ઉપરોક્ત માપદંડનાં આધારે પરમપિતા પરમાત્મા કોઈ દેવતા, દેવદૂત, ધર્મ સ્થાપક, ધર્મ ગુરુ કે વ્યક્તિને કહી ના શકાય પરન્તુ નિરાકાર પ્રકાશ, જ્યોતિ અથવા જ્યોતિર્બિન્દુને કહી શકાય, જે આપણે પોતે નક્કી કરી શકીએ. 

Next Post

પોતાના મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ આપી ખીસ્સા ભરી રહ્યાં છે કર્ન્ઝવેટિવ્સઃ વિપક્ષ

Fri Jan 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ક્વીન્સ પાર્કઃ પ્રીમિયર ફોર્ડના શબ્દોમાં કહી, એકમાત્ર સોર્સ્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા સરકાર તેમના મળતિયાઓના ખિસ્સા ભરી રહી છે. તેમ છતાં, કન્ઝર્વેટિવ્સ ઑન્ટેરિયનો સમક્ષ તેનો ઇનકાર કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ્સે એકમાત્ર-સોર્સ્ડ કોન્ટ્રાક્ટ દ્વારા સ્ટેપલ્સ અને વોલમાર્ટ જેવા બીગ બોક્સ અમેરિકન-માલિકીના રિટેલ સ્ટોર્સને સર્વિસ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share