ઑન્ટેરિયોનો “વન-ફેર” પ્રોગ્રામ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ થી અમલ માં

26 ફેબ્રુઆરી, 2024ના રોજથી, PRESTO કાર્ડ વડે ચુકવણી કરતા ગ્રાહકો, Google Wallet માં PRESTO, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા મોબાઇલ વૉલેટ દ્વારા TTC બ્રામ્પ્ટન ટ્રાન્ઝિટ, દૂરહામ રીજીયન ટ્રાન્ઝિટ, યોર્ક રિજન ટ્રાન્ઝિટ, Mi-Way વચ્ચે સંપૂર્ણ પણે ફ્રી માં ટ્રાન્સફર કરી શકશે , જેનો સુમપર્ણ શ્રેય ઓન્ટારીઓ ના નવતર “વન-ફેર” પ્રયોગ ને જાય છે

ઉપરાંત, TTC અને GO ટ્રાન્ઝિટ વચ્ચે ટ્રાન્સફર કરવા માટે PRESTO, ડેબિટ અથવા ક્રેડિટનો ઉપયોગ કરતા ગ્રાહકોને “વન-ફેર” પ્રોગ્રામનો લાભ મળશે. તમારી મુસાફરીની ગમે તે દિશા તરફ ની હોટ તેને ધ્યાનમાં લીધા વિના, મુસાફરી નો TTC ભાગ સંપૂર્ણ પણે ફ્રી રહેશે. PRESTO આપમેળે 100 ટકા ડિસ્કાઉન્ટની ગણતરી કરશે અને તેને તમારા PRESTO કાર્ડ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર આપોઆપ ક્રેડિટ કરશે  .

આ સેવા નો લાભ યુવા, વયસ્કો ,પોસ્ટ-સેકન્ડરી વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ TTC ફેર ડિસ્કાઉન્ટના પાસ ગ્રાહકો લઇ શકશે 

12 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકો હંમેશા TTC પર ફ્રી મુસાફરી કરી શકે છે .

આ સેવા થી શું લાભ થશે

વન-ફેર પ્રોગ્રામ નો તમે ખૂબજ સરળતા થી ઉપયોગ કરી શકશો

  • તમારું PRESTO કાર્ડ અથવા Google Wallet માં PRESTO હોય, PRESTO રીડર પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને ટેપ કરો, જ્યારે TTC બસ, સ્ટ્રીટકારમાં ચડતા હોવ અથવા જ્યારે તમારું TTC નું મુસાફરી ભાડું ચૂકવવા સ્ટેશનમાં પ્રવેશ કરતા હોવ ત્યારે પ્રવેશ દ્વાર પર ટેપ તમારું બે-કલાકનું ટ્રાન્સફર તમારા કાર્ડ પર આપમેળે લાગુ થઇ જશે.
  • ટ્રાન્સફર કરતી વખતે, PRESTO રીડર પર તમારી મૂળભૂત ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ટેપ કરો. જ્યાં સુધી તમે TTC પર તમારા પ્રથમ વખત ટેપ કરેલા બે કલાક સમય ની અંદર હોવ ત્યાં સુધી તમને તમારું ફ્રી ટ્રાન્સફર આપમેળે પ્રાપ્ત થયા કરશે અને તમારે બીજું મુસાફરી નું ભાડું ચૂકવવું નહિ પડે. GO ટ્રાન્ઝિટમાં સ્થાનાંતરણ (ટ્રાન્સફર) માટે, તમને તમારા ચુકવેલ મુસાફરી ભાડાનો TTC ભાગ નું વળતર આપવામાં આવશે, જ્યાં સુધી તમે તમારા પ્રથમ ટેપના બે-કલાકની અંદર હોવ ત્યાં સુધી. GO ટ્રાન્ઝિટ પર મુસાફરી કરતી વખતે, જ્યારે તમે તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચો ત્યારે ટૅપ ઑફ કરો, સિવાય કે તમારી પાસે તમારી ડિફૉલ્ટ મુસાફરી નક્કી  હોય.
  • તમારી મુસાફરી દરમિયાન અન્ય પરિવહન વાહનોમાં સ્થાનાંતરિત (ટ્રાન્સફર) કરતી વખતે તમારી મૂળભૂત  ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને ફરીથી ટેપ કરવાનું ચાલુ રાખો. GO ટ્રાન્ઝિટ પર મુસાફરી કરતી વખતે, જ્યારે તમે તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચો ત્યારે ટૅપ કરો, સિવાય કે તમારી પાસે તમારી ડિફૉલ્ટ મુસાફરી નક્કી હોય. તમારું ટેપ કરેલું PRESTO કાર્ડ, Google Wallet માં PRESTO, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ એ તમે મુસાફરી ભાડું ચૂકવ્યુ છે તેની સાબિતી છે 

મિસિસાગા અથવા યોર્ક રિજિયન માં TTC સંચાલિત પબ્લિક ટ્રાન્ઝિટ માં મુસાફરી કરતા હોવ ત્યારે

  • તમારું PRESTO કાર્ડ, Google Wallet માં PRESTO, PRESTO રીડર પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને ટેપ કરો જ્યારે TTC બસ, સ્ટ્રીટકારમાં ચડતા હોવ ત્યારે અથવા જ્યારે તમારું TTC ભાડું ચૂકવવા સ્ટેશનમાં પ્રવેશ કરો ત્યારે ભાડા પ્રવેશ દ્વાર પર ટેપ થતા તમારું બે-કલાકનું ટ્રાન્સફર તમારા કાર્ડ પર આપમેળે લાગુ થઇ જશે.
  • મિસિસાગા અથવા યોર્ક રીજીયન માં તમારી મુસાફરી દરમ્યાન TTC-સંચાલિત બસમાંથી બહાર નીકળતી વખતે, તમારે તમારી મૂળભૂત ચુકવણી પદ્ધતિને ફરીથી ટેપ કરવી જરૂરી છે. જ્યાં સુધી તમે TTC પર તમારા પ્રથમ ટેપના બે કલાકની અંદર હોવ ત્યાં સુધી તમારી પાસેથી Mi-Way અથવા YRT દ્વારા મુસાફરી ભાડું લેવામાં આવશે નહીં. આ એ જ પ્રક્રિયા છે જે આજે પણ તમે ઉપયોગ માં લઇ રહ્યા છો, જ્યારે TTC બસો મિસિસાગા અને યોર્ક રિજીયોન  માં મુસાફરી કરતી હોય છે.
  • અન્ય Mi-Way અથવા YRT બસમાં સ્થાનાંતરિત (ટ્રાન્સફર) કરતી વખતે, તમારી મૂળભૂત ચુકવણી કરેલી પદ્ધતિથી ફરીથી ટેપ કરો, પછી ભલે તમે તમારી બે-કલાકની ટ્રાન્સફર સીમામાં હોવ. તમારું ટેપ કરેલ PRESTO કાર્ડ, Google Wallet માં PRESTO, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ એ તમારી ટ્રીપ ભાડું ચુકવણીનો પુરાવો છે.

તમારે બ્રામ્પ્ટન, ઓશાવા અથવા તેની વચ્ચે ગમે ત્યાંથી મુસાફરી કરવી હોય, ઑન્ટારિયોનો “વન-ફેર” પ્રોગ્રામ તેને સસ્તું, સરળ અને વધુ ઉપોયોગી બનાવી રહ્યું છે ઉપરાંત મુસાફરી ભાડામાં બચત પણ થશે સાથે સાથે સમય પણ બચશે, “વન-ફેર” પ્રોગ્રામ પબ્લિક ટ્રાન્ઝિટ નો ઉપયોગ માં વધારો કરશે એમ ઓન્ટારીઓ સરકાર નું માનવું છે જે પર્યાવરણ માટે પણ ખૂબજ લાભ કારક થશે અને GTA ની હાલ ની ટ્રાફિક સમસ્યા પર કાબુ પણ મેળવી શકાશે

Next Post

સમુદ્રમાં સ્કૂબા ડાઈવિંગ કરી ભારતના PM મોદી એ દ્વારકાના દર્શન કર્યાં

Sun Feb 25 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 દ્વારકામાં હજારો વર્ષ પહેલા ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના દર્શન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી તેમને શ્રદ્ધાસૂમન અર્પણ કર્યા હતા. જેમ લક્ષ્યદ્વીપમાં મોદીએ સ્કૂબા ડાઈવીંગ કર્યું હતું તેવી જ રીતે દ્વારકામં પણ સ્કૂબા ડાઈંવીગ કરી સમદ્રમાં સમાયેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કર્યા […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share