
15 ફેબ્રુવારી : કેનેડા નો એક મહત્વપૂર્ણ દિવસ
દર વર્ષે 15 ફેબ્રુઆરીએ કેનેડિયન નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવે છે, જે દેશના સૌથી શક્તિશાળી અને શાશ્વત પ્રતિક રેડ એન્ડ વ્હાઈટ મેપલ લીફ ધ્વજ માટે માન દર્શાવવાનો દિવસ છે. આ તારીખ 1965માં પહેલીવાર આ નવા ધ્વજને અધિકૃત રીતે લહેરાવાની વર્ષગાંઠ છે. તે ક્ષણે કેનેડાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી હતી.
ભલે આ દિવસે જાહેર રજા ન હોય, પરંતુ ફ્લેગ ડે એક મહત્વપૂર્ણ ઘટના છે. તે કેનેડિયન લોકોને તેમનાં ગૌરવંતા ઇતિહાસની યાદ અપાવે છે, દેશની સિદ્ધિઓને ઉજાગર કરે છે અને આ ધ્વજ એકતા અને વૈવિધ્યતાને દર્શાવે છે, અને તેના મૂલ્યોને મજબૂત બનાવે છે.
નવા ધ્વજ માટે નવી ઓળખ
1965 પહેલા કેનેડાએ પોતાનો ખાસ રાષ્ટ્રીય ધ્વજ ન હતો. તે સમયે કેનેડિયન રેડ એન્સાઇન, જેમાં યુનિયન જેક અને દેશના બ્રિટિશ વારસાને દર્શાવતા પ્રતીકો સામેલ હતાં, તે અનૌપચારિક ધ્વજ તરીકે ઉપયોગમાં લેવાતો હતો.
20મી સદીના મધ્ય સમયગાળામાં, કેનેડામાં રાષ્ટ્રવાદ વધી રહ્યો હતો અને કેવળ કેનેડાને પ્રતિનિધિત્વ કરે તેવા પ્રતિક માટે માંગ ઉઠી રહી હતી. 1960ના દાયકાની શરૂઆતમાં, પ્રધાનમંત્રી લેસ્ટર બી. પિઅરસને કેનેડાની નવી ઓળખને દર્શાવતો અને વસાહતી જોડાણોથી મુક્ત એવો નવો ધ્વજ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ નિર્ણય “ગ્રેટ ફ્લેગ ડિબેટ” નામની મોટી રાજકીય ચર્ચાનું કારણ બન્યો, જે અનેક મહિનાઓ સુધી ચાલ્યો.
રાષ્ટ્રીય પ્રતિકની ડિઝાઇન
અનેક મહિનાઓ સુધી રાજકારણીઓ, ઇતિહાસકારો અને કલાકારોએ સેંકડો ડિઝાઇન પ્રસ્તુત કરી. કેટલીક ડિઝાઇનોમાં કેનેડાના વસાહતી ભૂતકાળના પ્રતીકો સામેલ હતા, જ્યારે કેટલીક નવા અને સાહસિક પ્રતિકો સાથે પ્રયોગ કરતી હતી.

આખરે, જ્યોર્જ એફ.જી. સ્ટેનલી અને જૉન મેથેસન દ્વારા રજૂ કરવામાં આવેલી ડિઝાઇન પસંદ કરવામાં આવી. તેમની સાદી પરંતુ આકર્ષક ડિઝાઇન, જેમાં સફેદ પૃષ્ઠભૂમિ પર એક લાલ મેપલ લીફ અને બન્ને બાજુએ લાલ પટ્ટીઓ છે, તે રાષ્ટ્રનું પ્રતિક દર્શાવતી શક્તિશાળી ડિઝાઇન તરીકે સર્વસંમતિથી મંજૂર થઈ. મેપલ લીફ, કે જે કેનેડાના સૈનિકો અને દેશના કુદરતી સૌંદર્ય સાથે લાંબા સમયથી જોડાયેલું છે, તે પહેલેથી જ કેનેડાનું જાણીતું પ્રતિક હતું.



ધ્વજના લાલ અને સફેદ રંગો 1921માં રાજા જ્યોર્જ V દ્વારા કેનેડાના અધિકૃત રંગો તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. લાલ રંગ કેનેડાના ફ્રાંસ અને ઇંગ્લેન્ડ સાથેના સંબંધનું પ્રતિક છે, જ્યારે સફેદ રંગ શાંતિ અને શિથિલતાનું પ્રતિક છે.
પ્રથમ ધ્વજોત્સવ: 15 ફેબ્રુઆરી, 1965

To watch the video please click the link, February 15, 1965: Raising Canada’s New Flag – NFB
15 ફેબ્રુઆરી, 1965ના રોજ પાર્લામેન્ટ હિલ પર નવા ધ્વજનું પહેલી વાર અધિકૃત રીતે ધ્વજોત્સવ યોજાયો. સમગ્ર દેશે આ ક્ષણને ગૌરવ સાથે નિહાળી, લાલ મેપલ લીફ ધ્વજ એ જુનો રેડ એન્સાઇન ધ્વજને અલવિદા કરી.આ ક્ષણ કેનેડાના ઇતિહાસમાં મહત્વની બની. જે દેશની વધુ સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતા તરફના મહત્વના પગલાનું પ્રતિક બની.
રાષ્ટ્રીય ધ્વજ દિવસ: આધુનિક ઉજવણી
રાષ્ટ્રીય ધ્વજ દિવસ 1996માં પ્રધાનમંત્રી જૉન ક્રેટિયન દ્વારા અધિકૃત રીતે સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ દિવસ ભલે જાહેર રજાના રૂપમાં ન હોય, પરંતુ ચિંતન અને ઉજવણીનો મહત્વપૂર્ણ દિવસ છે. શાળાઓ, સરકારી કચેરીઓ અને સમુદાય સંગઠનોમાં ધ્વજોત્સવ સમારોહો તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. નાગરિકોને ઘરો અને જાહેર સ્થળોએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે.
કનેડિયન માટે ધ્વજ માત્ર રાષ્ટ્રીય પ્રતિક નથી, તે કેનેડાના વારસો, લોકશાહી મૂલ્યો અને કુદરતી સૌંદર્યનું પ્રતીક છે. મેપલ લીફ, હવે કેનેડાની ઓળખનું પ્રતિક બની ગયું છે, જેને ખેલાડીઓ, પ્રવાસીઓ અને નાગરિકો ગૌરવપૂર્વક ધારણ કરે છે.
રાષ્ટ્રીય ધ્વજ દિવસ એ કેનેડાની ઓળખની ઉજવણી સાથે સાથે ધ્વજમાં દર્શાવવામાં આવેલા મૂલ્યોને માન આપવા માટેનો દિવસ છે. 15 ફેબ્રુઆરીએ, જ્યારે કેનેડિયન લાલ-સફેદ મેપલ લીફ ધ્વજ લહેરાવે છે, તે સમયે દેશની સિદ્ધિઓ માટે ગૌરવ વ્યક્ત કરી, તેઓ ભવિષ્યના તેજસ્વી રસ્તે આગળ વધવાનું પુનઃદૃઢ વચન આપે છે .
ચાલો રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણી કરીએ અને કેનેડિયન ગૌરવ વ્યકત કરીએ!
15 ફેબ્રુઆરીએ, કેનાડાના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણી કરવી એ માત્ર એક પરંપરા નથી, પરંતુ કેનેડાની ઓળખ, એકતા અને વારસાને આદર આપવાનો અવસર છે. આજના સમયમાં, મેપલ લીફ ધ્વજ એ માત્ર સરહદોની અંદર જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ કેનેડિયન ઓળખ અને ગૌરવનું પ્રતિક બની ગયો છે. ચાલો, રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણી કરીએ.
