ભારતમાં મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાની ફાઈનલ મુંબઈમાં યોજાવાની છે. મિસ વર્લ્ડ 2024માં વિવિધ દેશોમાંથી 120 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે અને મિસ સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની સિની શેટ્ટી 2024ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં 120 સ્પર્ધકો સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. તે ઇન્સ્ટા પર તેના સ્ટાઇલિશ અને ખૂબસૂરત લુક્સ શેર કરતી રહે છે.
આ વખતે 71મી મિસ વર્લ્ડ પેજન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 20 ફેબ્રુઆરીએ થઈ ગઈ છે. જ્યારે 9મી માર્ચે જિયો મુંબઈ કન્વેન્શનમાં ફિનાલે યોજાશે. સિની શેટ્ટી મિસ વર્લ્ડ 2024માં ભારત તરફથી ભાગ લઈ રહી છે. 21 વર્ષની ઉંમરે તે 2022માં ફેમિના મિસ ઈન્ડિયાની વિજેતા બની હતી. આ સિવાય સિની શેટ્ટીએ ઘણા ખિતાબ પોતાના નામે કર્યા છે. વર્ષ 2022માં ફેમિસા મિસ ઈન્ડિયા જીતવા ઉપરાંત, તેણે NIFD મિસ ટેલેન્ટનું સબ ટાઈટલ જીત્યું હતું. આ સિવાય તે ‘મિસ બોડી બ્યુટીફુલ’ રહી ચૂકી છે. સિની શેટ્ટીએ અભ્યાસ દરમિયાન મોડલિંગમાં પણ પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં માનુષી છિલ્લરે ભારત તરફથી મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.
સિની શેટ્ટી મૂળ કર્ણાટકની છે, પરંતુ તેનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો છે અને તેણે તેનું શિક્ષણ પણ મુંબઈમાં જ મેળવ્યું હતું. સિની શેટ્ટીના પિતા સિની શેટ્ટી બ્યુટી વિથ બ્રેઈન છે, તે મોડલિંગની સાથે-સાથે અભ્યાસમાં પણ તેજસ્વી કારકિર્દી ધરાવે છે. ફેમિના મિસ ઈન્ડિયા ટ્રોફી ધારક સિની શેટ્ટીએ એકાઉન્ટિંગ અને ફાયનાન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. સિની શેટ્ટીને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ છે. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર પણ છે. સિની શેટ્ટી ડાન્સિંગ સિવાય પેઇન્ટિંગ, બેડમિન્ટન રમવાનો અને રસોઈની પણ શોખીન છે.
ઉલ્લેખનીય છે કે, સિની શેટ્ટી મોડલિંગ કરે છે અને સોશિયલ મીડિયા પર તેની લાંબી ફેન ફોલોઈંગ પણ છે.
#India #Miss-World-2024 #Sini-Shetty #Miss-Body-Beautiful #Shetty #mumbai