આમ તો સમગ્ર વિશ્વએ એક પરિવાર છે પરંતુ શું આપણે આપણા નેબર્સને ઓળખીએ છીએ ખરા. શું આપણે તેમની સાથે હળમળીને સાથેસાથે તહેવારો સહિતની ઉજવણી અને વિવિધ પ્રવૃત્તિઓ ન કરી શકીએ. કિચનર સિટી આવી જ તક તેના નાગરિકોને આપી રહ્યું છે. લયમાયહૂડ મેચિંગ ગ્રાન્ટ પ્રોજેક્ટના માધ્યમથી કિચનર આવા ઈનિશિયેટીવ લઇ રહ્યું છે.
શું તમે તમારા નેબરહૂડમાં પોઝિટીવ ડિફરન્સ લાવવાની ઈચ્છા ધરાવો છો? LoveMyHood મેચિંગ ગ્રાન્ટ આવા પ્રોજેક્ટ્સને સપોર્ટ કરે છે. જેમાં નેબર્સને એકબીજા સાથે જોડવામાં આવે છે, પરસ્પર લાગણી સંબંધો બનાવે છે અને નવા પ્રોગ્રામ્સ અને સ્પેસ બનાવે છે. તે કિચનરને એક ગ્રેટ કોમ્યુનિટી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
કિચનર સિટીની LoveMyHood મેચિંગ ગ્રાન્ટ નવા રહેવાસી માટેના સપોર્ટેડ પ્રોજેક્ટ્સ અને નેબરહૂડ ઈનિશિયેટીવ લેવાના હેતુથી વન-ટાઇમ રોકડ ભંડોળ પૂરું પાડે છે:
- શહેરની જમીન પરના પ્રોજેક્ટ માટે $30,000 સુધી
- ખાનગી મિલકત પરના પ્રોજેક્ટ માટે $10,000 સુધી
- ઇવેન્ટ્સ માટે $2,000 સુધી
જો તમારે થોડું વધુ ઈન્સ્પીરેશન જોઇએ છે? અગાઉના પ્રોજેક્ટ્સમાં નાની લાઇબ્રેરીઓ, કોમ્યુનિટી ગાર્ડન્સ, ગ્રીનિંગ પ્રોજેક્ટ્સ, નેબરહૂડ પોપ-અપ માર્કેટ્સ, સ્ટ્રીટ પાર્ટીઝ, દિવાલો પરના પેઇન્ટીંગ્સ, નેબરહૂડ પ્રોગ્રામ્સ અને ઘણું બીજું બધા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
તમારા નેબર્સ અને તમારા વિચારોને એકબીજા સાથે શેર કરો. ગ્રાન્ટ મેળવવાની તારીખો માર્ચ 14, મે 16, ઓગસ્ટ 15 અને નવેમ્બર 14, 2024 રાખવામાં આવી છે. LoveMyHood ગ્રાન્ટ ત્રિમાસિક રીતે આપવામાં આવે છે, પરંતુ તમે કોઈપણ સમયે તમારી અરજી સબમિટ કરી શકો છો.
નેબરહુડ લાયઝન સાથે તમારા પ્રોજેક્ટ વિચારની ચર્ચા કરવા, ઓનલાઈન અરજી કરવા અથવા LoveMyHood મેચિંગ ગ્રાન્ટ વિશે વધુ માહિતી માટે, www.lovemyhood.ca ની મુલાકાત લો.
#LoveMyHood-Grant #www.lovemyhood.ca #neighbourhood