કચ્છમાં લોકો શોધતા હતા સોનું ને મળ્યું પ્રાચીન નગર

કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામનાં લોકો સોનું મળવાની આશા અને લાલચે ગામની આસપાસ જ્યાં દેખાય ત્યાં ખાડા ખોદતા હતા. તેમને સોનું ભલે હાથ ન લાગ્યું હોય પરંતુ પ્રાચિન નગર ચોક્કસ હાથ લાગ્યું છે. માં 4500 વર્ષ જુના નગરના અવશેષો મળી આવ્યાં છે. ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર મળ્યું છે.

ગત 17 જાન્યુઆરી 2024ના દિવસે વડનગરમાં મળ્યું હતું 2800 વર્ષ જુનું નગર

PM મોદીનું ગામ વડનગર ફરી લાઈમલાઈટમાં આવ્યું છે. વડનગરમાં દટાયેલું હજારો વર્ષ જુની માનવ વસાહતો મળી આવી છે.  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોને ખોદકામ દરમિયાન વડનગરમાંથી 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે એટલે ઈશુ ખ્રિસ્તના જન્મથી પણ 800 વર્ષ પહેલા વડનગરમાં માનવ વસાહતોથી ધમધમતું હતું.

  • એક જ મહિનામાં બીજી પ્રાચીન નગર પણ ગુજરાતના કચ્છમાંથી મળી આવ્યું

ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુનું નગર મળ્યું છે.17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જુનું નગર મળ્યું હતું જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું છે. હકીકતમાં સોનાની આશાએ લોદ્રાણીના લોકો છેલ્લાં 5 વર્ષથી ગામમાં જ્યાં ત્યાં ખોદતાં હતા અને આ ખોદાકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યાં હતા. માહિતી મળતાં ASIના પૂર્વ પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ્ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન લોદ્રાણી ગામમાં પહોંચ્યાં હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

લોદ્રાણીમાં સોનાની લાલચમાં ગામલોકોએ ખોદાકામ કરતા પ્રાચીન નગરના અવશેષો હાથ લાગ્યા હતા. જાન્યુઆરીમાં આ સ્થળની શોધ થઈ હતી અને તેને ‘મોરોધારો’ નામ આપ્યું છે.પુરાતત્વવિદ્ અજય યાદવના જણાવ્યા મુજબ, ખોદકામથી મોટી સંખ્યામાં હડપ્પનકાળના વાસણો મળ્યા છે, જે ધોળાવીરા ખાતે મળેલા પુરાતત્વીય સ્થળ જેવા જ છે. ધોળાવીરાની જેમ આ શહેર પણ હજારો વર્ષ પહેલાં જમીનમાં દટાઈ ગયું અને પછી રણ બની ગયું.વિગતવાર તપાસ અને ખોદકામથી વધુ મહત્વની માહિતી મળશે પરંતુ આ હેરિટેજ સાઈટ વિશેની અમારી સૌથી મહત્વની શોધ એ છે કે મોરોધારો અને ધોળાવીરા બંને સમુદ્ર પર નિર્ભર હતા અને આ સ્થળ રણની ખૂબ નજીક છે. 

1967-68માં પુરાતત્વવિદ્ જે.પી.જોશીએ ધોળાવીરાથી 80 કિમીના વ્યાસમાં સર્વે શરુ કર્યો હતો અને તે વખતે તેમનું માનવું હતું કે આ જગ્યાએ બીજું કોઈ હડપ્પીયન સ્થળ હોવું જોઈએ પરંતુ ત્યારે કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. પરંતુ હવે જ્યારે ગ્રામજનોએ ખજાનો શોધવાનું શરૂ કર્યું ત્યારે હડપ્પન યુગના અવશેષ મળ્યો હતા.

ASIના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, “ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા – મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે અને શહેર હજી પણ વિકસી રહ્યું છે.” અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. “અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે.

2016થી ASI અહીં ઊંડું ખોદકામ કરી રહયું હતું અને 20 મીટર ઊંડા ખોદકામમાં સાત કાળખંડોની હાજરી પુરાવતા સાત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો 2800 વર્ષ જૂના એટલે કે ઈસ.પૂર્વે 800ના છે. આર્કિયોલૉજિકલ સુપરવાઇઝર મુકેશ ઠાકોરે કહ્યું કે પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી એટલે કે 2005થી વડનગરમાં પુરાતત્વીય ખોદકામ અને રિસર્ચ ચાલુ છે. અત્યાર સુધી એક લાખથી વધુ અવનવા અવશેષો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.

#kutch #LODRANI #HARAPPAN-SETTLEMENT #DHOLAVIRA #VADNAGAR #GUJARAT

Next Post

સુરતમાં ઈન્કમ ટેક્સ અધિકારીના નામે દાટી આપી 8 કરોડની લૂંટ

Tue Feb 27 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 સુરતમાં ઈન્કમ ટેક્સ અધિકારીના નામે દાટી આપી 8 કરોડની લૂંટ ચાલવવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. આ વિસ્તાર હિરાની પોલીસીંગ ફે્ક્ટરીઓ અને હિરાઘસુઓથી વધુ જાણીતો છે. જંગી રકમની લૂંટની જાણ થતાં સુરત […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share