જાણી ને આશ્ચર્ય થશે કે કેનેડામાં પગ જમાવવાના ઉદ્દેશથી ભારતના કેટલાક રાજ્ય અને અન્યત્રના ઘણા રહેવાસીઓ વ્યવહારિક લગ્નો સહિતના અસાધારણ ઉપાયો અજમાવી અસામાન્ય હદ સુધી જઈ રહ્યા છે તેમના પરિવારોએ તે વ્યક્તિ સાથે લગ્ન કરવાના બદલા માં કેનેડા અભ્યાસ વિઝા મેળવવા માટે જરૂરી પ્રમાણિત અંગ્રેજી પરીક્ષા પાસ કરી હોય તેવા વ્યક્તિઓના કેનેડા સ્થળાંતર થઇ શકે તે માટે ખર્ચ ચૂકવ્યા હતા. તે અંગ્રેજી-નિપુણ વિદ્યાર્થીઓના જીવનસાથી તરીકે, નવા પતિ અથવા પત્નીઓને ઓછામાં ઓછા ગયા મહિના સુધી કેનેડા દ્વારા વર્ક પરમિટ મેળવવાની મંજૂરી મળી હતી.
ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ માટે ટૂંકાક્ષરનો સંદર્ભ આપતા, ટ્રેન્ડને સમર્પિત ફેસબુક પેજ પરની એક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, “કેનેડા પેપર મેરેજ માટે IELTS ક્લિયર ગ્રેજ્યુએટેડ છોકરીની જરૂર છે. તમામ ખર્ચ છોકારાવાળા ઉઠાવશે
આવી ઘટનાઓ તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલ નિયમો દ્વારા અંકુશમાં આવવાની સંભાવના લાગી રહી છે. આ રીતે ફંડીગ મેળવનાર વૈવાહિક સોદાબાજી સંબંધો જો નિષ્ફળ નિવડે તો ફોજદારી ફરિયાદો પણ થઇ શકે છે અને આ અંગે ઘણી ફરિયાદો થઇ રહી છે
ભારત માં અંગ્રેજી-પરીક્ષાના લગ્નો કેનેડા અને અન્ય વિકસિત દેશોમાં વધતા જતા ભારતીયના સ્થળાંતરનું માત્ર એક પરિબળ છે. હાલ ના એક નવા ભારતીય અભ્યાસે ચેતવણી આપી છે કે પંજાબ સામાજિક અને નાણાકીય રીતે પાયમાલ થઈ શકે છે. શીખ લોકોના વતન તરીકે ભારત ના પંજાબ રાજ્યનું કેનેડા સાથે અનન્ય જોડાણ છે તે સૌ જાણે છે, કેનેડામાં ભારતીય મૂળના વસતા લગભગ અડધા કેનેડિય શીખ કે જેમની સંખ્યા લગભગ 800,000 ની આસપાસ છે
પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (PAU) પોતાના એક અભ્યાસ જણાવે છે કે છેલ્લા સાત વર્ષમાં ગ્રામીણ પંજાબમાંથી કુલ 73 ટકા પંજાબ માંથી વિદેશ માં સ્થળાંતર થયું છે, જેની વિગતો એક અગ્રણી સમાચાર પ્રકાશક ને તેમણે આપી હતી., તેમાંથી સ્થળાંતર કરતા લોકોનો સૌથી મોટો હિસ્સો કેનેડા તરફ છે કે જે 42 ટકા છે. કેનેડા સ્થળાંતર કરતા મોટાભાગના સ્ટુડન્ટ વિઝા પર હતા અથવા જઈ રહ્યા છે અથવા જઈ શકે તે માટે આ રીત ના ટ્રાન્ઝેક્શનલ લગ્નો નો ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં તેમનો એક માત્ર ધ્યેય કેનેડા માં કાયમી નિવાસી દરજ્જો મેળવવાનો જ રહ્યો છે .
કોઈપણ રાજ્ય કે પ્રદેશ માંથી આ રીત ના સ્થળાંતરમાં “તીવ્ર વધારો” મોટી નાણાકીય અસરનું જોખમ ધરાવે છે, ભારતીય કુટુંબો કેનેડામાં પોતાના સંતાન ને વિદેશ ની કોલેજ કે યુનિવર્સીટી માં વધુ અભ્યાશ અર્થે મોકલવા માટે તેમની સરેરાશ વાર્ષિક આવક કરતાં ચાર ગણો ખર્ચ કરે છે અથવા તો તે માટે બેંક માંથી નાણાં નું ધિરાણ લે છે, સેંકડો પરિવારોના સર્વેક્ષણે પછી આ તારણ નીકળીને સામે આવ્યું છે. સામાન્ય રીતે આવું સ્થળાંતર એ રાજ્ય કે પ્રદેશની સામાજિક સંરચના તેમજ માળખા ને પણ નબળું પાડી રહી છે, એક તારણ સૂચવે છે ઘણા કુટુંબના વડીલો તેમના સંતાનો ને વિદેશ વધુ અભ્યાસ માટે મોકલ્યા બાદ તેઓ ડિપ્રેશન, માનસિક તણાવ અને એકલતાના શિકારના સાક્ષી બન્યાં છે જે તેમાં રોજિંદા સ્વાસ્થ્ય માટે હાનિ કારક બની રહ્યું છે .
જે સંસ્થાઓ એ સંશોધનની આગેવાની લીધી હતી તેવી સંસ્થા ના નામાંકિત પ્રોફેસોરે કહ્યું હતું કે “આવું થવું આપણા સંરચના માં ક્યારેય કોઈ રાજ્ય કે પ્રદેશ નો ભાગ ન હતો પરંતુ હવે જે રીતે યુવાનો નું વિદેશ જવાનું ઘેલું લાગી રહ્યું છે એન્ડ આજ કારણે આજે આ પરિસ્થિતિ સર્જાય છે. આપણી સંસ્કૃતિમાં, પરિવારો ની કૌટુંબિક ભાવના હંમેશા એક મહત્વ નું અંગ છે પરંતુ આ જોતા હવે એવું લાગે છે કે આ કૌટુંબિક ભાવના ઓ ક્ષીણ થઈ રહી છે.”
વૃદ્ધોની સંભાળ રાખવા માટે તથા કૌટિમ્બિક ભાવના જીવંત રાખવા મોટી સંખ્યા માં ભારતીય યુવાધન ની ગેરહાજરી ક્યાંક રાજ્ય કે પ્રદેશો નું ભાવિ પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિમાં સાંભળ્યું ન હોય એવું વૃદ્ધાશ્રમમાં પરિવર્તીત ના થઇ જાય એવું ઘણા સર્વેક્ષણ ના અભ્યાસુ કહી રહ્યા છે
તાજેતરના વર્ષોમાં દર અમુક પ્રદેશો ના એક સર્વે મુજબ એવું બહાર આવ્યું છે કે દર આઠમાંથી એક પરિવારમાં ઓછામાં ઓછા એક સભ્ય સ્થળાંતર કરી રહ્યો છે અથવા તે મારે વિચારી રહ્યો છે જેના કારણે તેની ઊંડી અસર ભારતની કોલેજો અને યુનિવર્સિટીઓ પર પણ પડી રહી છે .
છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓમાં નોંધણી વધી છે, પરંતુ ઉત્તર ભારતીય રાજ્યમાં આ સંખ્યા માં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ પર અખિલ ભારતીય સર્વેનો નવો અહેવાલ દર્શાવે છે કે તેમજ થોડા સમય પેહલા એક ભારતીય સમાચાર સાઇટ પ્રકાશિત થયેલી હેડલાઇન આવી હતી કે, “ઉત્તરી રાજયો નું કેનેડા જવાનું ઘેલું રાજ્ય ની યુનિવર્સિટી તથા કોલેજો ખાલી કરી રહ્યું છે“, અને આ ખૂબ જ દુઃખ ની વાત એ છે કે યુવાનો ના આવા વિદેશ સ્થળાંતર ને કારણે આ બેઠકો ખાલી છે યુવાનો નું એકમાત્ર સ્વપ્ન કેનેડા કે ઑસ્ટ્રેલિયા અથવા વિદેશ જવાનું છે.”
કેનેડામાં ઇમિગ્રેશનનું બલૂનિંગ સ્તર પર છે, જે મોટાભાગે હંગામી રહેવાસીઓ જેમ કે વિદ્યાર્થી વિઝા પર હોય તેવા લોકો દ્વારા વધારવામાં આવ્યું છે. કેનેડા માં આ એક સળગતો પ્રશ્ન બની ગયો છે. 2022માં કેનેડા આવનારા કાયમી અને અસ્થાયી રહેવાસીઓની સંખ્યા રેકોર્ડ 10 લાખ સુધી પહોંચી છે. ઈમિગ્રેશન એ ઐતિહાસિક રીતે કોઈ પણ દેશ ના અર્થતંત્ર માટે એક મોટું વરદાન રહ્યું છે. પરંતુ તાજેતરનો કેનેડા તરફ નો ગાન્ડેરિયો પ્રવાહે એફોર્ડેબલ હાઉસિંગના પહેલાથી જ ઓછા પુરવઠા પર તીવ્ર દબાણ સર્જી રહ્યો છે અને કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે, કેનેડાના માથાદીઠ જીડીપીમાં ઘટાડો થવાનું એક પરિબળ પણ હોઈ શકે છે.
હાલ ના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે થોડા અઠવાડિયા પહેલા જ જાહેરાત કરી હતી કે કેનેડા ફેડરલ સરકાર દ્વારા ઓછામાં ઓછા બે વર્ષ માટે જારી કરાયેલી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો કરશે. ફેરફારોમાં એવા પગલાં પણ સામેલ છે જે મોટાભાગે IELTS લગ્નોને સમાપ્ત કરી શકે છે. અંડરગ્રેજ્યુએટ સ્ટડી-પરમિટ ધારકોના જીવનસાથીઓ અને અમુક ખાનગી કોલેજોના વિદ્યાર્થીઓ પર કેનેડામાં કામ કરવા માટે પ્રતિબંધિત કરશે
એક સર્વે કે જેનું ભંડોળ રાજ્ય સરકાર પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ગ્રામીણ પંજાબમાં 640 સ્થળાંતરિત અને 660 બિન-સ્થાયી પરિવારોના રેન્ડમ નમૂનાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં શહેરી વિસ્તારોનો સમાવેશ થતો નથી, સર્વેક્ષણકારે કહ્યું કે તેઓનું માનવું છે કે, રાજ્યના શહેરોમાં પણ આવી જ ઘટના સામે આવી રહી છે. અભ્યાસમાં તારણ આવ્યું છે કે 13 ટકા પરિવારોએ યુવાનોને અન્ય દેશોમાં મોકલ્યા હતા. કેટલાક જિલ્લાઓમાં ત્રણમાંથી એક પરિવાર આવો હતો. તેમાંથી, લગભગ 43 ટકા કેનેડા, 16 ટકા દુબઈ, 10 ટકા ઓસ્ટ્રેલિયા અને લગભગ ત્રણ ટકા યુ.એસ. અને યુ.કે.માં ગયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું
કેનેડામાં સ્થળાંતર કરનારા લગભગ 73 ટકા જેટલા લોકો સ્ટુડન્ટ વિઝા પર અથવા વિદ્યાર્થીઓના જીવનસાથી તરીકે સ્થળાંતર કરે છે, એમ સર્વેક્ષણકારે જણાવ્યું હતું.
પરિવારોએ પોતાના સંતાન ને અભ્યાસ વિઝા પર કેનેડા જેવા દેશમાં મોકલવા માટે અંદાજિત $30,000 થી $40,000 ની સમકક્ષ ખર્ચ કરવો પડતો હોય છે, રાજ્યમાં ખેતી કરતા પરિવારોની સરેરાશ વાર્ષિક આવક અંદાજિત $11,000 છે. સંતાન ને અભ્યાસ અર્થે વિદેશ મોકલવા માટે ધન-રાશિ એકત્ર કરવા, તેઓ જમીન, સોનાના ઘરેણાં અથવા અન્ય સંપત્તિ વેચી પણ વેચી દે છે, જ્યારે અડધાથી વધુ લોકોએ બેંક માંથી ધિરાણ લેવું પડ્યું છે.
સર્વેક્ષણકારે મતાનુસાર આવા ગાંડેરિયા સ્થળાન્તર ના પ્રવાહ ને શામાટે વેગ મળી રહ્યો છે તે અંગે જણાવ્યું હતું કે, પરિવારો થતા યુવાધન રાજયો કે પ્રદશો માં નોકરીની તકોનો અભાવ, ઓછી આવક, ભ્રષ્ટાચાર તેમજ ગંભીર ગેરકાયદેસર-ડ્રગ સમસ્યાનો શિકાર બનવાના ભયને ટાંક્યો હતો. અને 90 ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેઓ તેમના આ સંતાનનો ને વિદેશ મોકલવાના પગલાથી ખૂબ જ સંતુષ્ટ છે.
ખાસ કરીને કેનેડાના આકર્ષણની વાત કરીએ તો, તે એક એવો દેશ છે કે જેણે તાજેતરના વર્ષોમાં ઘટતા જન્મ દરનો સામનો કરવા ઇમિગ્રન્ટ્સને આવકાર્યા છે; અન્ય વિક્સિત દેશો સરખામણી માં કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્થાયી-નિવાસી દરજ્જો પણ આપી રહ્યું છે અને અહીં ની કોલેજો અને યુનિવર્સિટીઓ છે જેણે વિદેશીઓ માટે “ફ્લડગેટ્સ” ખોલ્યા છે સર્વેક્ષણકાર નું માનવું છે
સર્વેક્ષણકારી અને તેમના સહયોગીઓ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થવો અતિઆવશ્યક છે અને ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટેના કર્યો પર ભાર આપવા વિનંતી કરી રહ્યા છે આ ઉપરાંત તેમણે તેમના મંતવ્ય પ્રમાણે બહુ મોડું થઈ જાય તે પહેલા સામાજિક વ્યવસ્થાને સુધારવાનો સમય આવી ગયો છે
તે કેહવું મુશ્કેલ છે કે તાજેતરના વર્ષોમાં ભારતમાંથી કેનેડા કે વિદેશ જતા કેટલા વિદ્યાર્થી આ પ્રકાર ના ટ્રાન્ઝીશનલ લગ્ન કરવા માટે પ્રેરાયા હશે અથવા તો આ રીતે ની સોદાબાજી તેમણે એમની સાથ કરી હશે જે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ પાસ કરી છે અથવા જેમની પાસે પૈસા છે પરંતુ તેમની પાસે ઇંગ્લિશ લેંગ્વેજ નું જરૂરી ભાષા કૌશલ્ય નથી
સર્વેક્ષણકાર ની ટીમના સર્વેક્ષણમાંના તેમને માત્ર પાંચ જ પરિવારોએ સહજકતા થી સ્વીકાર્યું હતું કે તેમનો સંતાન IELTS લગ્નમાં સામેલ હતો, જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઘણા પરિવારો આ હકીકત જાહેર કરવામાં અચકાતા હશે
.
IELTS પંજાબી રિશ્તે (સંબંધ) ફેસબુક પેજ પર, આ ટ્રેન્ડના ઓનલાઈન પુરાવા શોધવાનું સરળ છે, જે કહે છે કે લોકો માટે “અહીં IELTS પાસ છોકરીઓ અને છોકરાઓ શોધવા માટે છે.” આ માત્ર એક ગ્રુપ છે આ પ્રકાર ના કેટલા ગ્રુપ હશે તે કેહવું અત્યંત મુશ્કેલ છે
આવું જ વધુ એક ઉદાહરણ અમને અન્ય ફેસબુક ગ્રુપ રિસર્ચ કરતા મળ્યું ” કેનેડા માટે IELTS 6.5 બેન્ડ સાથે પાસ ગ્રેજ્યુએટ છોકરી ને પેપર લગ્ન માટે છોકરાની જરૂર છે,” વિઝા મેળવવા માટે પરીક્ષામાં ઓછામાં ઓછા જરૂરી પરિણામનો ઉલ્લેખ કરતી અન્ય, સમાન ફેસબુક પેજ પર એક જાહેરાતમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું. તે વિનંતી એક વચેટિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી જે પોતાને નવી દિલ્હીમાં સ્થિત હોવાનું જણાવે છે. એક અલગ પોસ્ટમાં તેણે કહ્યું છે કે “હાય મને વિદેશ માટે IELTS ગ્રેજ્યુએટ છોકરીઓની જરૂર છે જે માટે તમામ ખર્ચ ની ચૂકવણી છોકરા ના પક્ષ દ્વારા કરવામાં આવશે.”
અને તેમ છતાં ઘણીવાર આ પ્રકાર થી કરેલ વ્યવસ્થાઓ અલગ પડી જાય છે, જે કાનૂની વિવાદો તરફ દોરી જાય છે. ઘણા પરિવારોએ ભારતમાં સત્તાવાળાઓને એવી મહિલાઓ અથવા પુરૂષો વિશે ફરિયાદ કરી છે કે જેમણે પૈસા લીધા અને લગ્ન કર્યા, પછી તેમના નવા જીવનસાથીને અહીં વર્ક પરમિટ મેળવવાની જરૂર છે તે કાગળ સબમિટ કરવામાં અવગણના કરી હતી
.
એક અગ્રણી અખબાર એક સમયે અહેવાલ આપ્યો હતો કે ગયા ઉનાળામાં પંજાબ પોલીસ પાસે આવા 40 કેસોની નોંધણી થઇ હતી અને તેઓ એ તે અંગે કાર્યવાહી પણ કરી રહી હતી.
ફેડરલ સરકાર દ્વારા તાજેતર માં જ જાહેર કરાયેલા ફેરફારોએ IELTS લગ્ન પર લગામ લાવવા માં મદદ રૂપ થશે તેમ લાગી રહ્યું છે .
ઇમિગ્રેશન સિટીઝનશિપ એન્ડ રેફ્યુજીસ કેનેડાના પ્રવક્તા રેમી લારીવીરેએ આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો કે શું આવા લગ્ન જીવનસાથીઓ માટે વિઝા નિયમોમાં ફેરફાર કરવા પેપરના આપી છે ? તેમણે કહ્યું હતું કે નવી પોલિસી સ્વીકારવામાં આવેલા અસ્થાયી રહેવાસીઓની સંખ્યાની “પુન:માપણીના દબાણની આવશ્યકતા માટે હતી.
“જ્યારે કામચલાઉ વિદેશી કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બંને કેનેડા ની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે, સાથો સાથ કેનેડા સરકાર હાલના આવાસ, આરોગ્ય સંભાળ અને સામાજિક સેવાઓ પરના વર્તમાન દબાણથી સારી રીતે વાકેફ છે,” તેમ લારીવીરેએ જણાવ્યું હતું.
ઇમિગ્રેશન અધિકારીઓએ હંમેશા વર્ક પરમિટ આપવાનો ઇનકાર કર્યો છે જો તેઓને લાગે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના લગ્ન એ હકીકત માં સાચા નથી, અને જો કેનેડિયન નાગરિક અથવા કાયમી નિવાસી અનુકૂળતા સાધવા લગ્ન કર્યા હોવાનું સામે આવે તો ફોજદારી આરોપોનો સામનો કરવો પડે છે , લારીવીરેએ વધુ માં જણાવ્યું હતું.
એક ભારતીય અગ્રણી અખબાર થોડા સમય પૂર્વે એવા વ્યક્તિઓ વિશે અહેવાલ આપ્યો હતો કે જેમની સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાની યોજના નવી નીતિને કારણે અટકી ગઈ હતી. એક મહિલા, જેમણે પોતાનું નામ આપવા માટે ના કહી હતી પરંતુ અખબારને જણાવ્યું હતું કે તે હવે કેનેડા જઈ શકશે નહીં કારણ કે તેના માતાપિતાએ તેના માટે જે ભાવિ પતિ શોધી કાઢ્યો હતો તે હવે બિલ ભરવા માટે તૈયાર નથી વધુ માં કહ્યું હતું કે જો “મારા મંગેતરના પરિવારની નાણાકીય સહાય વિના, હું મારા સપનાને પુરા કરી શકું તેટલો મારો પરિવાર સક્ષમ નથી”