ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કરોડો ગુજરાતીઓ અને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે. ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કરોડો ગુજરાતીઓ અને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે. યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકેનું સન્માન આપ્યું હતું. હવે યુનેસ્કોએ ગુજરાતને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.વૈશ્વિક વારસાઓ અને ધરોહરોને સાચવવાનું કામ કરતી યુનેસ્કો સંસ્થા દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં સામેલ કરાયો છે.
દેશના સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે. ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતના ગરબાને એક જીવંત સાંસ્કૃતિ વારસા તરીકે નવી ઓળખ મળી છે. ગુજરાતની ઓળખ એટલે ગરબો અને હવે આ ગરબો ગ્લબોલ બન્યો છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે.
#Gujarat #Garba #UNSECO #Intangible-Cultural-Heritage-Certificate