કિચનર શહેર ચોતરફ વિકસી રહ્યું છે. શહેરના વિસ્તરણને પગલે વર્તમાન અને ભાવિ રહેવાસીઓની આવાસ જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ ઘરોની આવશ્યકતા છે. માર્ચ 2023માં, સિટી ઓફ કિચનરે 2031 સુધીમાં વધુ 35,000 ઘરો બાંધવા માટે મ્યુનિસિપલ હાઉસિંગ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રતિબદ્ધતામાં મુખ્ય પરિબળોમાં વધુને વધુ આવાસોને કાર્યક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે જે આપણા હાલના લો-રાઈઝ રહેણાંક વિસ્તારોમાં વધારો કરવામાં મદદ કરશે.
ફોર યુનિટ પ્રોજેક્ટ ઝોનિંગ નિયમોની રચનાને એક્સપ્લોર કરશે. જે કોઈપણ લોટમાં ફોર-યુનિટ સુધીની પરવાનગી આપશે. જેમાં સિંગલ-ડિટેચ્ડ નિવાસ, અર્ધ-અલગ નિવાસ અથવા સ્ટ્રીટ-ફ્રન્ટિંગ ટાઉનહાઉસ નિવાસને મંજૂરી આપવામાં આવશે.
આ વધારાના નિવાસસ્થાનો ક્યાં હશે:
- હાલની ઇમારતો
- નવી બિલ્ડીંગમાં વધારારૂપે
- નવી બિલ્ડીંગ્સ મુખ્ય ઇમારત તરીકે અથવા બેકયાર્ડમાં
જ્યારે કોમ્યુનિટી વિસ્તરી રહી છે ત્યારે વૃદ્ધિ સાથે, આવાસની વધતી માંગને સમાવવા અને વિવિધ પ્રકારના આવાસ વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે નવીન ઉકેલો શોધવાની આવશ્યકતા છે. ફોર-યુનિટ્સ આવાસથી વર્તમાન જગ્યાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે. જે સાતત્યપૂર્ણ અને થોટફૂલ અર્બન ડેવલપમેન્ટને પ્રોત્સાહિત કરશે.
આ પ્રોજેક્ટ અંગે શું તમે માહિતી શેર કરવા માંગો છો કે તેની સમીક્ષા કરવા અથવા સ્ટાફ સાથે રૂબરૂ વાત કરવા માંગો છો? તો ફોરેસ્ટ હાઇટ્સ કોમ્યુનિટી સેન્ટર (1700 ક્વીન્સ બુલવર્ડ)નો સંપર્ક કરી શકો છો.
#Kitchener #feedback #four-unit-property #residential-scheme #home-in-canada