TORONTO – ધ બોડી શોપ કેનેડા લિ.એ જણાવ્યું હતું કે, તે 33 સ્ટોર્સ બંધ કરવા સાથે ઈ-કોમર્સને પણ અટકાવશે કારણ કે તે બેંકકરપ્સી અને ઇનસૉલવેંસી કાયદા હેઠળ રિસ્ટ્રક્ચરિંગકરવા માંગે છે.
ઇન્ટરનેશનલ કોસ્મેટિક બ્રાન્ડની કેનેડિયન સબસીડરી કંપનીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તે અત્યારથી જ 105 સ્ટોર્સમાથી ત્રીજા ભાગના સ્ટોર્સને લિક્વીડેટ કરવાનું શરૂ કરશે.
જોકે, TORONTO, Ottawa, Edmonton, Calgary, Saskatoon અને Saint John, N.B. સહિતના શહેરોમાં તેના સ્ટોર બંધ થવાથી કેટલાય કર્મચારીઓ તેમની જોબ ગુમાવશે તે કંપનીએ જણાવ્યું નથી.
કોર્ટ ફાઇલિંગમાં જણાવ્યા પ્રમાણે કંપનીએ unsecured creditors ને $3.3 મિલિયનથી વધુ અને secured creditorsને લગભગ $16,400 આપવાના બાકી છે.
બોડી શોપ કેનેડાએ શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીના યુએસ એકમે પણ કામગીરી બંધ કરી દીધી છે.
કંપનીની પેરેન્ટ કંપની The Body Shop International Ltd.એ એડમીનિસ્ટ્રેશન માટે અરજી કર્યાના અઠવાડિયા પછી આ પગલાં લેવામાં આવ્યાં છે. આ એક પ્રક્રિયા છે જે યુ.કે.માં કંપનીઓને તેના debtsની ચૂકવણી કર્યા વિના રિસ્ટ્રક્ચરિંગ અથવા wind down ની મંજૂરી આપે છે.
ગુરુવારે બ્રિટિશ મીડિયાએ એવો અહેવાલ આપ્યો હતો કે. આ બ્રાન્ડના યુ.કે.ના 75 સ્ટોર્સ બંધ થઈ જશે અને તેના મુખ્ય મથકના 40 ટકા સ્ટાફને છૂટા કરવામાં આવશે.
જોકે, કેનેડામાં કંપની તેના મોટા ભાગના સ્ટોર્સ ચાલુ રાખવા માંગે છે. આ ઈચ્છા તેણે એક પ્રેસ રીલીઝમાં જાહેર કરવા સાથે જણાવ્યું હતું કે, તેને આશા છે કે જ્યારે તે તેના વ્યૂહાત્મક વિકલ્પો(strategic alternatives)નું ઇવેલ્યુએશન કરે અને restructuring કરતી હોય ત્યારે Ontario કોર્ટની કાર્યવાહી તેને “breathing room”(રાહત) આપશે.
શુક્રવારે બોડી શોપ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ જોર્ડન સેરલે કેનેડિયન સ્ટાફને મોકલેલા અને કેનેડિયન પ્રેસને મળેલા મેમોમાં જણાવ્યું હતું કે, આ restructuring ના ભાગરૂપે કંપની નવા અને હાલના ગિફ્ટ કાર્ડ્સ સ્વીકારવાનું અને વેચવાનું બંધ કરશે અને રિફંડ આપવાનું બંધ કરશે તેમજ તમામ નવી અને અગાઉની ખરીદીઓને ફાઈનલ ગણશે.
કેનેડામાં ધ બૉડી શૉપને 44 વર્ષ પૂરાં થયાં છે. તેની environment-friendly બાથ, બૉડી, હેર અને સ્કિનકેર પ્રોડક્ટ્સ વેચવા માટે બિઝનેસને સુધારવાના પ્રયાસોમાં વધારો થયો છે.
રિટેલરનું કેનેડિયન ડિવિઝન 1980માં દેશમાં તેના એક્સપાન્શન(expansion) પછી મુખ્ય રીતે મોલ્સ સેક્ટરમાં કામ કરી રહ્યું છે. પરંતુ તાજેતરના વર્ષોમાં તેને ઈ-કોમર્સનો પ્રારંભ અને બ્યુટી બ્રાન્ડ્સ Sephora, Bath & Body Worksના ગ્રોથ, તીવ્ર સ્પર્ધા સહિત અનેક ચેલેન્જીસનો સામનો કરવો પડી રહ્યો છે.
જેમ જેમ હરીફોમાં વધારો થઇ રહ્યો છે તેમ તેમ જે.સી. વિલિયમ્સ ગ્રૂપ સાથે રીટેલ સ્ટ્રેટેજીસ્ટ લિસા હચેસનેને લાગી રહ્યું છે કે ધ બોડી શોપની વિશિષતા ઘટી રહી છે.
તેમણે કહ્યું હતું કે, “તેણે ખરેખર તેનું value proposition ગુમાવી દીધું છે અને તેમાં ફેરફાર નહીં થાય. તે એકસમાન જ રહ્યું છે.”
“સ્ટોર ડિઝાઇનમાં થોડા ફેરફાર સિવાય તેમાં કશુ જ નવું થયું નથી. તેથી મને લાગે છે કે consumerએ બીજી બ્રાન્ડ્સ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.”
બોડી શોપ કેનેડાએ 2022માં ન્યૂ “વર્કશોપ” હેઠળ કેટલાક સ્ટોર્સ ખોલ્યા હતા. જેમાં તેણે customersને sustainability practices વિશે શીખવ્યું હતું. તેણે તેમના ઉત્પાદનો કોણ બનાવે છે અને environmental અને કોમ્યુનિટિ માટે શું કરી શકાય એ તેના ગ્રાહકો સમજાવ્યું હતું.
તેણે ગયા ઉનાળામાં 25 શોપર્સ ડ્રગ માર્ટ સ્ટોર્સમાં તેના લોકપ્રિય બોડી બટર સહિત ઉત્પાદનોનું વેચાણ કરવાનું પણ શરૂ કર્યું હતું. જ્યારે આ વર્ષે અન્ય 25 સ્થળોએ પ્રોડક્ટનો સ્ટોક કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કેનેડામાં કંપનીના સ્ટોર્સની બહાર બોડી શોપના ઉત્પાદનોનું વેચાણ પ્રથમ વખત થયું. જેની પાછળનો હેતુ તેના ઉત્પાદનોની ખરીદીને વધુ અનુકૂળ બનાવવાનો હતો.
The Workshop stores and Shoppers partnership એ ગયા વર્ષના અંતમાં £207 મિલિયન ($355 મિલિયન)માં યુરોપિયન ખાનગી-ઇક્વિટી ફર્મ Aurelius Groupને પેરેન્ટ કંપની ધ બોડી શોપ ઇન્ટરનેશનલના વેચાણની કાર્યવાહી શરૂ કરી હતી.
યુ.એસ.માં બોડી શોપના કર્મચારીઓને મોકલવામાં આવેલા અને પ્રેસ દ્વારા મેળવવામાં આવેલા મેમોમાં જણાવાયું હતું કે, પેરેન્ટ કંપનીએ સેન્ટ્રલાઈઝ્ડ કેશ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.
આ વ્યવસ્થા હેઠળ, ધ બોડી શોપ ઈન્ટરનેશનલ દ્વારા રોજેરોજ યુ.એસ. જેવા આંતરરાષ્ટ્રીય વિભાગોમાંથી નાણા ખાતામાંથી ક્લિયર કરવામાં આવતા હતા. ત્યાર બાદ તેની વિવિધ પેટાકંપનીઓને જરૂરી ધોરણે રોકડ મોકલાશે તેમ એચઆર ડિરેક્ટર જેનિફર વાલેના મેમોમાં જણાવાયું હતું.
તાજેતરમાં યુ.એસ. એકમના ખાતામાંથી તમામ ફંડને લઇ લેવાયા બાદ વાલે જણાવ્યું હતું કે, પેરેન્ટ કંપનીએ વેન્ડર્સને ચૂકવણી કરવાનું બંધ કરી “catastrophic situation” ઊભી કરી હતી. જેમાં કંપનીને “કોઈ એડવાન્સ નોટિસ વિના” તેના ફંડમાં cut off કર્યું હતું.
“ઉત્તર અમેરિકા માટે catastrophic consequencesની જાણ હોવા છતાં Aurelius કંપનીની તમામ અર્જંટ રીક્વેસ્ટ સામે કશુ જ બોલી ન હતી.” વાલે લખ્યું.
પત્રમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, યુ.એસ. ડિવિઝનને યુ.કે.ની વહીવટી કાર્યવાહીની કોઈ એડવાન્સ નોટિસ આપવામાં આવી ન હતી.
જ્યારે કેનેડિયન પ્રેસે ફેબ્રુઆરીમાં Aurelius અને ધ બોડી શોપ ઈન્ટરનેશનલને પૂછ્યું કે કેવી રીતે બોડી શોપની કેનેડિયન કામગીરી યુ.કે.ની વહીવટી કાર્યથી પ્રભાવિત થઈ ત્યારે Dentons Global Advisorsના Methuselah Tanyanyiwa એ જણાવ્યું હતું કે, બંનેએ કોમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. વહીવટી કાર્યવાહી “ફક્ત યુ.કે.ના બજારને અસર કરે છે અને કેનેડાને નહીં,” તાન્યાનીવાએ ઈમેઈલમાં આવો જવાબ આપ્યો હતો. જોકે તેમણે શુક્રવારે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.
બોડી શોપની યુ.કે.ની કાર્યવાહીને હેન્ડલ કરવા માટે નિયુક્ત એકાઉન્ટિંગ ફર્મ FRP એડવાઇઝરીએ પણ કોમેન્ટ માટેની વારંવારની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.
Aurelius એ રીસ્ટ્રક્ચર કરતી અને રીસેલ કરતી faltering companiesને ખરીદવા માટે જાણીતી છે. છેલ્લા 20 વર્ષોમાં, તેણે બ્રિટિશ હોમ-શોપિંગ ચેનલ Ideal World, Scholl foot-care business અને U.K. દવાની drugstore chain લોયડ્સ ફાર્મસી ખરીદી લીધી છે.
નવેમ્બરની અખબારી યાદીમાં ઓરેલિયસ(Aurelius)ના ભાગીદાર Tristan Nagler એ ” operational improvements અને વ્યવસાયને ફરીથી re-energize કરવા અને સફળતા મેળવવામાં મદદ” કરવાના માર્ગ તરીકે ધ બોડી શોપની ખરીદી કરાઈ હોવાનું જણાવ્યું હતું.
બોડી શોપની સ્થાપના સ્વર્ગસ્થ environmental activist અનિતા રોડિક(Anita Roddick) દ્વારા 1976માં ગ્રાહકો સુધી બ્યૂટી અને સ્કિનકેર ઉત્પાદનો પહોંચાડવા માટે કરવામાં આવી હતી. કંપનીના ઉત્પાદનોની વિશેષતા એ હતી કે તે પ્રાણીઓ પર ચકાસણી કરાયા વિના તૈયાર કરવામાં આવ્યાં હતા અને કંપની ખેડૂતો અને સપ્લાયરો સાથેના સારા સંબંધો દ્વારા વિકસાવવામાં આવી હતી.
રોડિકે લંડનની દક્ષિણે દરિયા કિનારે આવેલા શહેર Brightonમાં એક દુકાનથી શરૂઆત કરી હતી. જેમ જેમ કંપનીએ તેના સ્ટોરની સંખ્યામાં વધારો કર્યો તેમ તેમ તેમાં સુધારો આવ્યો હતો. તેને 2006માં સૌંદર્ય ક્ષેત્રની વિશાળ કંપની લોરિયલ દ્વારા £207 મિલિયન ($1.1 બિલિયન)માં ખરીદવામાં આવી હતી, જેણે આખરે 2017માં €1 બિલિયન ($1.4 બિલિયન)માં કંપનીને એવનના બ્રાઝિલ સ્થિત માલિક Natura ને વેચી દીધી હતી. Natura એ કંપની Aurelius ને વેચી દીધી હતી.
જ્યારે Aurelius દ્વારા વેચાણની જાહેરાત કરવામાં આવી ત્યારે કંપનીએ જણાવ્યું હતું કે, ધ બોડી શોપ પાસે 20 દેશોમાં 900 થી વધુ કંપનીની માલિકીના સ્ટોર્સ છે અને મુખ્ય ફ્રેન્ચાઇઝીઓ સાથે ભાગીદારી છે જેઓ 69 રીજન્સમાં 1,600 સ્ટોર્સ ચલાવે છે.
The Body Shop stores closing in Canada:
Atlantic:
Champlain Place (Dieppe, N.B.), Corner Brook Plaza (Corner Brook, Nfld.), Mayflower Mall (Sydney, N.S.), McAllister Place (Saint John, N.B.), Truro Mall (Truro, N.S.)
Ontario:
Bayview Village (Toronto), Carlingwood Mall (Ottawa), Cataraqui Town Centre (Kingston), Dufferin Mall (Toronto), Fairview Park Mall (Kitchener), Lambton Mall (Sarnia), Lansdowne Place (Peterborough), Lynden Park Mall (Brantford), Place d’Orleans (Orleans), Queen Street East (Toronto), Rideau Centre (Ottawa), Stone Road Mall (Guelph), The Shops at Don Mills (Toronto), Timmins Square (Timmins), Toronto Pearson Term. 1 (Toronto)
Prairies:
Cornwall Centre (Regina, Sask.), Lawson Heights (Saskatoon, Sask.), Lloyd Mall (Lloydminster, Alta.), Londonderry Mall (Edmonton, Alta.), Medicine Hat Mall (Medicine Hat, Alta.), Midtown Plaza (Saskatoon), Park Place (Lethbridge, Alta.), Shoppers Mall (Brandon, Man.), Sunridge Mall (Calgary, Alta.), The Centre (Saskatoon, Sask.)
#TORONTO #The-Body-Shop-Canada #store #e-commerce-operation #restructure #Bankruptcy-and-Insolvency-Act #Aurelius